Lifestyle News/ નાની ઉંમરમાં ત્વચા પર થઈ ગયા છે ખીલ?, તો આ ૩ સરળ સ્ટેપ્સથી મેળવો ગ્લોઈંગ સ્કિન

કિશોરાવસ્થામાં ખીલની સમસ્યાથી (Acne problem)બચવા કેમિકલયુક્ત પ્રોડક્ટ્સના બદલે અપનાવો 3 સરળ સ્ટેપ્સ—ક્લીંઝિંગ, મોઇશ્ચરાઇઝિંગ અને સનસ્ક્રીન.

Lifestyle Health & Fitness
Acne problem Mistakes avoid dealing with

Health & Fitness News : કિશોરાવસ્થા (Teens) દરમિયાન શરીરમાં થતા હોર્મોનલ ફેરફારોને કારણે ત્વચામાં સીબમ (કુદરતી તેલ) નું ઉત્પાદન વધી જાય છે. આ કારણે ત્વચાના રોમછિદ્રો બંધ થઈ જતાં ખીલ, બ્લેકહેડ્સ અને ઓઈલી સ્કિનની સમસ્યા (Acne problem )સામાન્ય બની જાય છે.

આજકાલ સોશિયલ મીડિયાથી પ્રભાવિત થઈને 10-સ્ટેપ વાળી કેમિકલયુક્ત પ્રોડક્ટ્સ કે સીરમનો આડેધડ ઉપયોગ વધ્યો છે, જે કુમળી વયે ત્વચાને ફાયદો કરવાને બદલે મોટું નુકસાન પહોંચાડી શકે છે.કિશોરાવસ્થામાં (During adolescence)જ ટિલ સ્કિન કેરના બદલે માત્ર ૩ સરળ પગલાં (Basic 3 Steps) અપનાવવાથી જ ત્વચા એકદમ ચમકદાર અને નિરોગી બની શકે છે:

Acne problem : સૌમ્ય (માઈલ્ડ) ક્લીંઝર વડે ચહેરો સાફ કરવો

દિવસ દરમિયાન ચહેરા પર જામતો પરસેવો, ધૂળ-માટી, વધારાનું તેલ અને સનસ્ક્રીન સાફ કરવા દિવસમાં બે વાર ચહેરો ધોવો જરૂરી છે. એવા જેલ-બેઝ્ડ કે સૌમ્ય ક્લીંઝરનો ઉપયોગ કરો જે ત્વચાને વધુ પડતી શુષ્ક કર્યા વગર નેચરલ હાઈડ્રેશન જાળવી રાખે.

HEALTH

નોન-કોમેડોજેનિક મોઇશ્ચરાઇઝર

ત્વચા તૈલી કે ખીલવાળી હોય તો પણ તેને મોઇશ્ચરાઇઝરની જરૂર હોય છે. ચહેરો ધોયા પછી તુરંત જ હળવું નોન-કોમેડોજેનિક (Non-comedogenic) મોઇશ્ચરાઇઝર લગાવો, જેથી ત્વચા ડ્રાય ન થાય અને બળતરાથી રાહત મળે.

બ્રોડ-સ્પેક્ટ્રમ સનસ્ક્રીનનો ઉપયોગ

તડકામાં નીકળતાં પહેલાં સનસ્ક્રીન લગાવવાનું ક્યારેય ન ભૂલવું. સનસ્ક્રીન ત્વચાને ટેનિંગથી બચાવવાની સાથે-સાથે ખીલના કાળા ડાઘ, ધબ્બા અને પિગમેન્ટેશન થવાનું જોખમ અટકાવે છે.

શું ન કરવું?

હઠીલા કે ગંભીર ખીલ હોય તો જાતે અખતરા કરવાના બદલે ત્વચારોગ વિજ્ઞાની (Dermatologist) ની સલાહ લેવી. કઠોર સ્ક્રબ, સ્ટ્રોંગ કેમિકલ પીલ્સ કે આડેધડ ફેસ પૅક વાપરવાનું ટાળવું.


આ પણ વાંચો :તહેવારમાં ચહેરો ચાંદ જેવો ચમકશે! ઘરે જ પળવારમાં કીવી ફેશિયલ વડે મેળવો પાર્લર જેવો ઇન્સ્ટન્ટ ગ્લો

આ પણ વાંચો :વિટામિન C ની ઉણપ પૂરી કરવા રોજ પીઓ આ 5 હેલ્ધી જ્યુસ, ઇમ્યુનિટી વધારવા અને વજન ઘટાડવામાં કરશે મદદ.

આ પણ વાંચો :ચહેરા પરના ડાઘ-ધબ્બા મિનિટોમાં થશે ગાયબ; રોજિંદા આહારમાં સામેલ કરો આ અદ્ભુત ‘સુપર-ડ્રિંક’