Visa application tips for Indians: વિદેશ પ્રવાસનું આયોજન કરવું જેટલું રોમાંચક છે, તેટલી જ જટિલ પ્રક્રિયા વિઝા મેળવવાની છે. ઘણીવાર લોકો ટિકિટ અને હોટલ બુકિંગ કરાવી લેતા હોય છે, પરંતુ નાની એવી ભૂલને કારણે વિઝા રિજેક્ટ થતા આખું પ્લાનિંગ નિષ્ફળ જાય છે. જો તમે પણ પ્રથમ વખત કે ફરીથી વિદેશ જવાનું વિચારી રહ્યા હોવ, તો વિઝા એપ્લિકેશનમાં આ બાબતોનું ખાસ ધ્યાન રાખવું જોઈએ.
Visa રિજેક્ટ થવાના મુખ્ય 5 કારણો અને સાવચેતી
અધૂરી કે ખોટી માહિતી: વિઝા (Visa)ફોર્મ ભરતી વખતે ક્યારેય કોઈ માહિતી છુપાવવી જોઈએ નહીં. જો તમારી પ્રોફાઇલ, ફેમિલી બેકગ્રાઉન્ડ કે પાસ્ટ ટ્રાવેલ વિશે ખોટી માહિતી આપશો, તો વિઝા ઓફિસર તરત જ તમારી અરજી ફગાવી શકે છે. પારદર્શિતા જ સફળતાની ચાવી છે.
દસ્તાવેજોની ખામી: દરેક દેશની એમ્બેસી દ્વારા એક ચેકલિસ્ટ આપવામાં આવે છે. બેંક સ્ટેટમેન્ટ, છેલ્લા 3 વર્ષના ITR (ઇન્કમ ટેક્સ રિટર્ન), હોટલ કન્ફર્મેશન અને રિટર્ન ફ્લાઇટ ટિકિટ જેવા ડોક્યુમેન્ટ્સ ન હોય તો રિજેક્શન આવવાની શક્યતા વધી જાય છે.
પર્યાપ્ત બેંક બેલેન્સ: વિઝા (Visa) ઓફિસર હંમેશા એ તપાસે છે કે તમારી પાસે વિદેશમાં રહેવા અને ખાવા-પીવા માટે પૂરતા નાણાં છે કે નહીં. જો તમારા ખાતામાં અચાનક મોટી રકમ જમા થઈ હોય અથવા બેલેન્સ ઓછું હોય, તો પ્રશ્નો ઉભા થઈ શકે છે.
નબળી ટ્રાવેલ હિસ્ટ્રી: જો તમે ક્યારેય ભારતની બહાર મુસાફરી નથી કરી, તો યુરોપ કે અમેરિકા જેવા દેશોના વિઝા (Visa) મળવામાં મુશ્કેલી પડી શકે છે. શરૂઆતમાં થાઈલેન્ડ, દુબઈ કે સિંગાપોર જેવા દેશોની મુલાકાત લઈ તમારી ટ્રાવેલ હિસ્ટ્રી મજબૂત બનાવવી જોઈએ.
ભારત પરત ફરવાની ખાતરી (Home Ties): વિઝા (Visa) ઓફિસરને એ વાતની ખાતરી હોવી જોઈએ કે તમે પ્રવાસ પૂરો કરીને ભારત પરત આવશો. આ માટે તમારે તમારી સ્થિર નોકરી, વ્યવસાય, મિલકતના કાગળો કે ફેમિલી રિસ્પોન્સિબિલિટીના પુરાવા દર્શાવવા જરૂરી છે.
વિઝા એપ્લાય કરવાની સ્ટેપ-બાય-સ્ટેપ પ્રોસેસ
પગલું 1: સૌ પ્રથમ પ્રવાસનો હેતુ (ટૂરિસ્ટ, બિઝનેસ કે સ્ટુડન્ટ વિઝા) નક્કી કરો.
પગલું 2: જે-તે દેશની સત્તાવાર વેબસાઇટ પર જઈ ઓનલાઇન ફોર્મ સાચી વિગતો સાથે ભરો.
પગલું 3: વિઝા ફી ભરો અને જો જરૂરી હોય તો બાયોમેટ્રિક્સ (ફિંગરપ્રિન્ટ અને ફોટો) માટે એપોઇન્ટમેન્ટ લો.
પગલું 4: જો ઇન્ટરવ્યુની જરૂર હોય, તો Visa ઓફિસરના સવાલોના આત્મવિશ્વાસ સાથે જવાબ આપો.
પગલું 5: સામાન્ય રીતે Visa પ્રોસેસિંગમાં 7 થી 30 દિવસનો સમય લાગે છે, તેથી પ્રવાસના ઓછામાં ઓછા 2 મહિના પહેલા અરજી કરવી હિતાવહ છે.
આ પણ વાંચો:શું તમે જાણો છો તરબૂચમાં કયા વિટામિન્સ હોય છે? ઉનાળામાં આ ફળ ખાવાના ફાયદા જાણીને હેરાન રહી જશો
આ પણ વાંચો :મોંઘા ક્રીમની જરૂર નથી! ઘરે જ બનાવો આ કુદરતી ટોનર્સ અને મેળવો કાચ જેવી ચમકતી ત્વચા
આ પણ વાંચો: એસિડિટી થાય ત્યારે ભૂલથી પણ ન ખાવો આ ફળો, ફાયદાની જગ્યાએ થઈ શકે છે મોટું નુકસાન!


