Gandhinagar News/ સતાધારમાં આત્મનિર્ભરતાની આરતી: બાયોગેસ પર રોજ બને છે 10 હજાર યાત્રાળુનું ભોજન

સતાધાર ધામમાં ગુજરાતનો સૌથી મોટો બાયોગેસ પ્લાન્ટ કાર્યરત છે. અહીં એક હજાર ગાયો છે. બાયોગેસ પ્લાન્ટ ચલાવવા માટે રોજ 8 હજાર કિલો છાણનો ઉપયોગ થાય છે. 85 ઘટમીટર પ્રતિદિવસની ક્ષમતા ધરાવતા ચાર બાયોગેસ પ્લાન્ટ હાલ કાર્યરત છે અને બીજા બે નવા પ્લાન્ટ બની રહ્યા છે.

Top Stories Gandhinagar Gujarat Breaking News
Biogas પર આધારિત છે સતાધાર ધામ

Gandhinagar News: ગુજરાતનાં જુનાગઢ જિલ્લામાં આવેલા પ્રસિદ્ધ યાત્રાધામ સંત આપા ગીગાની જગ્યા સતાધાર ધામ તેની સંધ્યા આરતી દર્શન માટે પ્રખ્યાત છે. પણ આપા ગીગાનો આ ‘અલખનો ઓટલો’ હવે વૈકલ્પિક ઉર્જા ક્ષેત્રે આત્મનિર્ભતાનું પ્રતિક બન્યો છે. સતાધારની જગ્યા સંધ્યા આરતીની પવિત્ર જ્વાળાની સાથે સાથે આત્મનિર્ભતાની જ્વાળા પણ પ્રજ્વલ્લિત કરી રહી છે.

સતાધાર (Satadhar) ધામમાં ગુજરાતનો સૌથી મોટી ક્ષમતા ધરાવતો બાયોગેસ (Biogas) પ્લાન્ટ કાર્યરત છે. 85 ઘનમીટર પ્રતિદિવસની ક્ષમતા ધરાવતા ચાર બાયોગેસ પ્લાન્ટ હાલ કાર્યરત છે અને બીજા બે (85 ઘનમીટર પ્રતિદિવસ) નવા બાયોગેસ પ્લાન્ટ સ્થાપવાની પ્રક્રિયા ચાલુ છે.

Biogas પર આધારિત છે સતાધાર ધામ
Biogas પર આધારિત છે સતાધાર ધામ

સતાધારની જગ્યામાં એક હજાર ગાયો છે. અહીં યાત્રાળુઓ માટે એક વિશાળ અન્નક્ષેત્ર ચલાવવામાં આવે છે. જ્યાં રોજ સરેરાશ 10 હજાર લોકો ભોજન લે છે. આ રસોડુ ચલાવવા માટે માત્ર બાયોગેસનો જ ઉપયોગ કરવામાં આવે છે. બાયોગેસ ઉતપન્ન કરવા માટે રોજ 8 હજાર કિલો છાણનો ઉપયોગ થાય છે.

સંસ્થાનાં વ્યવસ્થાપકોએ જણાવ્યું કે, જ્યારે બાયોગેસ નહોતો ત્યારે રસોઇ બનાવવા માટે લાકડાનો ઉપયોગ કરવામાં આવતો હતો. જેમાં રોજનું 800 થી 900 કિલો લાકડુ વપરાતુ હતું. જ્યારે સિલિન્ડરનો ઉપયોગ કરતા ત્યારે રોજ સરેરાશ 10 થી 15 જેટલા સિલિન્ડરનો ઉપયોગ થતો હતો.

સતાધારનાં મંહત વિજયબાપુએ જણાવ્યું કે, અમે સંપુર્ણ રસોઇ બનાવવા માટે સંપુર્ણપણે આત્મનિર્ભર છીએ અને રસોઇ માટે માત્ર બાયોગેસનો જ ઉપયોગ કરીએ છીએ. આ ઉપરાંત, બાયોગેસમાંથી નીકળતી સ્લરીનો ઉપયોગ સંસ્થાની ખેતીમાં કરવામાં આવે છે,’’.

ગુજરાત સરકારનાં ગુજરાત એનર્જી ડેવલપમેન્ટ એજન્સી (GEDA) દ્વારા ‘સંસ્થાકીય બાયોગેસ પ્લાન્ટ યોજના’ હેઠળ સંસ્થાઓને બાયોગસ પ્લાન્ટ સ્થાપવા માટે સબસિડી આપવામાં આવે છે. સતાધાર ધામમાં પણ બાયોગેસ પ્લાન્ટ માટે સબસિડી આપવામાં આવી છે.

Biogas પર આધારિત છે સતાધાર ધામ
Biogas પર આધારિત છે સતાધાર ધામ

ગુજરાતમાં આવેલી ગૌશાળાઓ, પાંજરાપોળો, શૈક્ષણિક સંસ્થાઓ અને ચેરીટેબલ ટ્રસ્ટો પાસે મોટા પ્રમાણમાં પશુધન તેમજ ખેત કચરો અને રસોઈગૃહમાંથી નીકળતો એંઠવાડ ઉપલબ્ધ રહે છે. આ તમામ જૈવિક પદાર્થોને પ્રાણવાયુની ગેરહાજરીમાં (એનેરોબિક પ્રક્રિયા દ્વારા) કોહડાવતા બાયોગેસ ઉત્પન્ન થાય છે. આ બાયોગેસનો ઉપયોગ રાંધવા માટે સસ્તો ગેસ પુરો પાડે છે. સાથે સાથે આ પ્રક્રિયા બાદ મળતું સ્લરી ઉત્તમ નાઈટ્રોજનયુક્ત સજીવ ખાતર તરીકે ખેતીમાં ઉપયોગી બને છે. ગુજરાત સરકારની ગુજરાત એનર્જી ડેવલેપમેન્ટ એજન્સી (GEDA) દ્વારા વૈકલ્પિક ઉર્જા સ્ત્રોતો માટે સંસ્થાઓને સબસિડી આપવામાં આવે છે.  વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદીની દિર્ધદ્રષ્ટી અને મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઇ પટેલનાં નેતૃત્વમાં ગુજરાત વૈકલ્પિક ઉર્જાનાં ઉપયોગ ક્ષેત્રે આત્મનિર્ભર બની રહ્યું છે.

રાજ્યમાં વૈકલ્પિક ઉર્જા સ્ત્રોતોને પ્રોત્સાહન આપવા તેમજ ગૌશાળા, પાંજરાપોળ, શૈક્ષણિક સંસ્થાઓ અને અન્ય સંસ્થાઓમાં ઉત્પન્ન થતા જૈવિક કચરાનો વૈજ્ઞાનિક રીતે સદુપયોગ કરવા માટે રાજ્ય સરકાર દ્વારા સંસ્થાકીય બાયોગેસ પ્લાન્ટ સ્થાપનાની વિશેષ યોજના અમલમાં મૂકવામાં આવી છે. આ યોજનાનો મુખ્ય ઉદ્દેશ સંસ્થાઓને ઊર્જા સ્વાવલંબન તરફ દોરી જવો, પર્યાવરણ પ્રદૂષણ ઘટાડવું અને ટકાઉ વિકાસને પ્રોત્સાહન આપવાનો છે.

આ યોજના હેઠળ 25, 35, 45, 60 અને 85 ઘનમીટર ક્ષમતા ધરાવતા પ્લાન્ટ માટે સહાય આપવામાં આવે છે. બિનનફાકીય સંસ્થાઓને કુલ મૂલ્યના 75% સુધી અને નફાકીય સંસ્થાઓને 50% સુધીની સહાય રાજ્ય સરકાર દ્વારા આપવામાં આવે છે, જેથી વધુમાં વધુ સંસ્થાઓ સ્વચ્છ ઊર્જા અને સજીવ ખેતી તરફ આગળ વધે.


આ પણ વાંચો: અડાલજ સ્થિત માણેકબા વિનય વિહારમાં બાયોગેસ પ્લાન્ટ દ્વારા રોજ 500થી વધુ લોકોની રસોઈ થાય છે!

આ પણ વાંચો: ગોબરધન યોજના હેઠળ ગુજરાતે 12 હજારથી વધુ બાયોગેસ પ્લાન્ટ સ્થાપ્યા,સ્વચ્છ ઊર્જામાં પ્રગતિ

આ પણ વાંચો: બજેટમાં CNG અને બાયોગેસને વધુ સસ્તા બનાવવા અંગે મહત્વપૂર્ણ જાહેરાત