Rajkot News: શહેરમાં લેઉવા પાટીદાર સમાજની પ્રતિષ્ઠિત સંસ્થા “શ્રી લેઉવા પટેલ નૂતન કેળવણી મંડળ” સંચાલિત લેઉવા પટેલ બોર્ડિંગ (શ્રી સરદાર પટેલ વિદ્યામંદિર)ના નવનિર્મિત અદ્યતન બિલ્ડીંગનું ભવ્ય લોકાર્પણ સમારોહ યોજાયો હતો. સાથે જ અખંડ ભારતના શિલ્પી Sardar Vallabhbhai Patelની પ્રતિમાનું અનાવરણ પણ કરવામાં આવ્યું હતું.
11 માળનું આધુનિક બિલ્ડીંગ તૈયાર
આ નવું બિલ્ડીંગ અંદાજે 15 વિઘા વિસ્તારમાં બનાવવામાં આવ્યું છે, જેમાં 10 રૂમ, 45 ક્લાસરૂમ સાથેની આધુનિક સુવિધાઓ ઉપલબ્ધ કરવામાં આવી છે. આ સંસ્થા વર્ષ 1966માં સ્થાપિત થઈ હતી અને આજે 66 વર્ષ બાદ નવા સ્વરૂપમાં વિકસિત થઈ છે.
Jayesh Radadiyaને સંચાલનની જવાબદારી
આ મહત્વપૂર્ણ પ્રસંગે સંસ્થાનું સંચાલન હવે જયેશ રાદડિયા (Jayesh Radadiya)ને સોંપવામાં આવ્યું છે. ખાસ વાત એ છે કે, તેઓ પોતે આ સંસ્થામાં ભણ્યા હતા અને હવે તેને સંચાલિત કરવાની જવાબદારી મળતા એક અનોખો સંયોગ સર્જાયો છે. પૂર્વ પ્રમુખ શામજીભાઈ ખૂંટે 75 વર્ષની વયે સ્વૈચ્છિક નિવૃત્તિ લઈ આ જવાબદારી સોંપી છે. તેમણે આશરે 36 વર્ષ સુધી સંસ્થાનું સફળ સંચાલન કર્યું હતું.
સરદાર પટેલની પ્રતિમાનું અનાવરણ
આ પ્રસંગે ગુજરાતના મુખ્યમંત્રી Bhupendra Patelના હસ્તે સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાનું અનાવરણ કરવામાં આવ્યું હતું.
“સમાજના વિકાસ માટે પ્રતિબદ્ધ”
જયેશ રાદડિયા (Jayesh Radadiya)એ સંબોધન કરતા જણાવ્યું કે, “મને આ પ્રતિષ્ઠિત સંસ્થાની જવાબદારી સોંપવા બદલ તમામ ટ્રસ્ટીઓનો આભાર. સમાજે મારી ઉપર વિશ્વાસ મૂક્યો છે, અને હું આ જવાબદારી નિભાવવામાં સંપૂર્ણ પ્રયત્નશીલ રહીશ.” તેમણે વધુમાં જણાવ્યું કે, સંસ્થાના ભવિષ્ય વિકાસ માટે આગામી સમયમાં નવી યોજનાઓ જાહેર કરવામાં આવશે.
રાજકોટમાં કરોડોના વિકાસકાર્યો
આ પ્રસંગે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ રાજકોટની મુલાકાતે રહ્યા હતા, જ્યાં તેમણે રાજકોટ મહાનગરપાલિકાના અંદાજે ₹751.20 કરોડના વિકાસકાર્યોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ કર્યું હતું. આ ઉપરાંત શહેરના વિવિધ વિસ્તારોમાં પણ વિકાસકાર્યોને લીલીઝંડી અપાઈ હતી.
આ પણ વાંચો:જમીન વેચી ન દો, દીકરીઓ પાઘડીની ઈજ્જત રાખજો, જયેશ રાદડિયાની યુવાનોને ટકોર
આ પણ વાંચો:ખેડૂતો માટે જયેશ રાદડિયા મદદ કરે તો બીજા આગેવાનો શું કરે છે?
આ પણ વાંચો:મંત્રીમંડળમાં સ્થાન ન મળતા Jayesh Radadiyaનો સમાજમાં બળાપોઃ ટાંટિયાખેંચ બંધ કરો
