Gandhinagar News: ગુજરાતમાં છેલ્લા પાંચ વર્ષમાં 193 જેટલા બાયોગેસ પ્લાન્ટ (Biogas Plant in Gujarat) કાર્યરત થયા છે. ગાંધીનગર પાસે આવેલા અડાલજમાં આવેલી માણેકબા વિનય વિહારમાં કાર્યરત બાયોગેસ પ્લાન્ટ દ્વારા દરરોજ ૫૦૦થી વધુ લોકોની રસોઈ તૈયાર થાય છે.
વિચારો વૈશ્વિક સ્તરનું, પરિસ્થિતિને અનુકૂળ થઈને પગલાં ભરો
સમગ્ર દુનિયામાં વિકાસ મુદ્દે હવે એક વાતનો સ્વીકાર થઈ રહ્યો છે. ‘Think Global , Act Local’ . એટલે કે તમે વિચારો વૈશ્વિક સ્તરનું, પરંતુ સ્થાનિક પરિસ્થિતિને અનુકૂળ થઈને પગલાં ભરો. હાલ વિશ્વમાં ઉર્જા કટોકટીની પરિસ્થિતિ છે ત્યારે ગુજરાત આ ક્ષેત્રે પથદર્શક કામગીરી કરી રહ્યું છે. ચાલો, જાણીએ ગુજરાતના પાટનગર ગાંધીનગર પાસે આવેલા અડાલજમાં ચાલતી એક સંસ્થાની પ્રેરણારૂપ કામગીરી વિશે.
ગાંધીનગર પાસે આવેલા અડાલજમાં આવેલી માણેકબા વિનય વિહાર (Manekba Vinay Vihar, Adalaj, Gandhinagar)માં કાર્યરત બાયોગેસ પ્લાન્ટ દ્વારા દરરોજ 500થી વધુ લોકોની રસોઈ તૈયાર થાય છે. આ સંસ્થાએ વૈકલ્પિક ઉર્જા નો માર્ગ પસંદ કર્યો, તેથી તે આજે નિશ્ચિંત છે.
ગુજરાતમાં છેલ્લા પાંચ વર્ષમાં 193 જેટલા બાયોગેસ પ્લાન્ટ (Biogas Plant) કાર્યરત
ગુજરાતમાં માણેકબા વિનય વિહારની જેમ અનેક સંસ્થાઓ ઈન્સ્ટિટ્યૂશન બાયોગેસ યોજના હેઠળ બાયોગેસ પ્લાન્ટ ચલાવે છે.
ગુજરાતમાં છેલ્લા પાંચ વર્ષમાં 193 જેટલા બાયોગેસ પ્લાન્ટ કાર્યરત થયા છે. જેમાંથી દૈનિક 13, 955 ઘનમીટર સ્વચ્છ ઉર્જા ઉત્પન્ન થાય છે. ઉલ્લેખનીય છે કે, રાજ્ય સરકાર બાયોગેસ પ્લાન્ટ બનાવવા માટે સબસીડી (Subsidy) પેટે 75 ટકા રકમ આપે છે.
નોંધપાત્ર બાબત એ છે કે, આવી સંસ્થાઓમાં સ્વચ્છ ઉર્જા તો ઉત્પન્ન થાય છે, સાથે જ સેન્દ્રીય ખાતર (Organic Fertilizer) પણ મળે છે. જે રાસાયણિક ખાતરનો ખર્ચ ઘટાડે છે, જમીનની ફળદ્રુપતા વધારે છે. આગામી વર્ષે ગુજરાતમાં વધુ 60 પ્લાન્ટ સ્થાપવા માટેનું આયોજન છે.
આ પણ વાંચો: બજેટમાં CNG અને બાયોગેસને વધુ સસ્તા બનાવવા અંગે મહત્વપૂર્ણ જાહેરાત
આ પણ વાંચો: ગોબરધન યોજના હેઠળ ગુજરાતે 12 હજારથી વધુ બાયોગેસ પ્લાન્ટ સ્થાપ્યા,સ્વચ્છ ઊર્જામાં પ્રગતિ
આ પણ વાંચો: ગ્રીન એનર્જીમાં ગુજરાત બન્યું નંબર 1, વિદ્યાર્થીઓ માટે ઇ-વ્હીકલ સબસીડી જાહેર
