Gujarat News: અમેરિકામાં (USA) માર્ચ મહિનામાં 23 વર્ષની યુવતીએ પેન્સિલવેનિયા ઈન્ટરસ્ટેટ 95 પર બેફામ સ્પીડ્ ગાડી દોડાવતા અકસ્માત (Accident) સર્જ્યો હતો, જેમાં બે લોકોના મોત નિપજ્યા હતા. ત્યારે હવે આ કેસમાં ટ્રાયલ શરૂ થઈ છે.
માહિતી મુજબ અમેરિકાના ફિલાડેલ્ફિયાના ઈન્ટરસ્ટેટ 95 પર રાતે અકસ્માતની ઘટના બની હતી. તેની સામે 28 ઓગસ્ટના રોજ ડ્રિંક એન્ડ ડ્રાઈવનો કેસ નોંધવામાં આવ્યો હતો. ગંભીર ચાર્જ લાગ્યા બાદ ડિમ્પલ પટેલે 03 સપ્ટેમ્બરે પોલીસ સમક્ષ સરેન્ડર કર્યું હતું. ડિમ્પલ પટેલ પ્રી-મેડિકલની સ્ટૂડન્ટ હોવાનું પણ જાણવા મળ્યું છે. તેને 2 લાખના બોન્ડ ભરી છોડી દેવામાં આવી હતી.
ડિમ્પલે જે જગ્યાએ અકસ્માત કર્યો હતો તે સ્પીડ લિમિટ 45 માઈલ પ્રતિ કલાકની હતી પરંતુ ડિમ્પલ 72 માઈલ પ્રતિ કલાકની સ્પીડે કાર ચલાવી રહી હતી. આ અકસ્માતને નજરે જોનારાએ કહ્યું હતું કે, અકસ્માત થયો તેની બે સેકન્ડ પહેલા ડિમ્પલ ચાલુ ગાડીએ સ્ટિયરિંગ સંભાળવાને બદલે ફોન જોઈ રહી હતી અને તેના હાથ સ્ટિયરિંગ પર હતા જ નહીં તેમજ અકસ્માત થયા બાદ તેણે બ્રેક પણ નહોતી મારી. અકસ્માત વખતે ડિમ્પલ પટેલ આલ્કોહોલ અને મારિજુઆનાના નશામાં હતી તેમ પોલીસ તરફથી જાણવા મળ્યું છે.

ભયંકર અકસ્માતમાં તેને બે લોકોને અડફેટે લીધા હતા. આ અકસ્માતમાં કુલ ચાર ગાડીઓની એકબીજા સાથે ટક્કર થઈ હતી, જેમાં બ્રિજ પર એક બગડેલી કાર સાઈડમાં ઉભી હતી અને તે કારનો ડ્રાઈવર અને તેને મદદ કરવા પોતાની કાર સાઈડ પર કરીને નીચે ઉતરેલો બીજો એક વ્યક્તિ ડિમ્પલની કારની ટક્કરથી મોતને ભેટ્યા હતા.
આ પણ વાંચો:અમદાવાદ-સુરતમાં ત્રણ માર્ગ અકસ્માતમાં ત્રણના મોત
આ પણ વાંચો:સલાયા હાઇવે પર અકસ્માતમાં એકનું મોત અને એક ઇજાગ્રસ્ત
આ પણ વાંચો:ડ્રાઈવરની બેદરકારી, રીલ બનાવવાના ચક્કરમાં સર્જાયો અકસ્માત, 6ના મોત, 35થી વધુ ઘાયલ
