વડોદરાના SOG પોલીસ ઇન્સ્પેકટરની પત્ની સ્વીટી પટેલ ગુમ થયાના ચકચારી કેસમાં મોટો ખુલાસો સામે આવ્યો છે. અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચને આ કેસમાં મોટી સફળતા મળી છે. ક્રાઇમ બ્રાન્ચે સ્વીટી પટેલના ગુમ થવાનો ભેદ ઉકેલ્યો છે.
ચકચારી સ્વીટી પટેલ કેસ હવે ઉકેલાઈ ગયો છે. અત્યારસુધી પોલીસને આ કેસની તપાસમાં દહેજ નજીકના અટાલી ગામમાં આવેલી એક અવાવરું બિલ્ડિંગમાંથી ૩૫-૪૦ વર્ષની વય ધરાવતી કોઈ વ્યક્તિના હાડકાં મળ્યા હતા. ત્યારબાદ હવે સ્વીટી પટેલ જે ઘરમાં પોતાના પતિ પોલીસ ઈન્સ્પેક્ટર અજય દેસાઈ સાથે રહેતાં હતાં ત્યાંના બાથરુમમાં કથિત લોહીના ડાઘ મળી આવ્યા હતા. જેના આધારે તપાસ શરુ કરવામાં આવી હતી.
આ તપાસમાં PI અજય દેસાઈ પહેલે થી જ શંકાના ઘેરામાં હતા. અને તેમના તરફની શંકાની સોય દિવસે ને દિવસે વધુ ઘેરી બનતી જઈ રહી હતી. અમદાવાદ ક્રાઈમ બ્રાંચે જેવી તપાસ પોતાના હાથમાં લીધી કે તે જ સમયે દેસાઈએ પોતે શારીરિક અને માનસિક રીતે નાર્કો ટેસ્ટ કરાવવા માટે તૈયાર નથી તેવું કારણ આપી ટેસ્ટ કરાવવાનો ઈનકાર કરી દીધો હતો.
જો કે હવે આખી ઘટના દીવા જેવી સ્પષ્ટ બની છે. અને PI પતિ જ આ કેસમાં આરોપી છે. પીઆઇ અજય દેસાઈ હત્યા કરી હોવાનો ખુલાસો અમદાવાદ ક્રાઈમ બ્રાંચ દ્વારા કરવામાં આવ્યો છે. આ કેસમાં ક્રાઇમ બ્રાન્ચે ફરિયાદ નોધી છે. અને પીઆઇ અજય દેસાઈની ધરપકડ કરવામાં આવશે. તો સ્વીટી પટેલના મૃતદેહની શોધખોળ પણ હાથ ધરવામાં આવી છે.
આ રીતે કરી હતી હત્યા ….
જૂનનાં રોજ રાતનાં સમયે સ્વીટી પટેલ ઘરમાં તેનાં બાળક સાથે સુઈ રહી હતી તે સમયે અજય દેસાઈએ સમય જોઈને સુઈ રહેલી સ્વીટી પટેલનુ ગળુ દબાવીને તેની હત્યાને અંજામ આપ્યો હતો..અને એટલે ન અટકતા અજય દેસાઈએ સ્વીટીની લાશને આખી રાત ઘરમાં રાખી બીજા દિવસે સવારે લાશને ગાડીની ડેકીમાં મુકી સ્વીટી પટેલનાં ભાઈ જયદીપ પટેલને સ્વીટી ગુમ થઈ હોવાની જાણ કરી હતી જે બાદ સાંજનાં સમયે 50 કિલોમીટર દૂર કરજણ આમોદ વાગરાથી દહેજ હાઈવે પર આવેલા અટાલી ગામમાં અજય દેસાઈએ પોતાનાં મીત્ર કીરીંટસીંહ જાડેજાની બંધ હોટલની પાછળ આવેલી અવાવરૂ ખુલ્લી જગ્યામાં તેની લાશને સળગાવી હત્યાને છુપાવવા પ્રયાસ કર્યો હતો..
કોણ છે કિરીટસિંહ જાડેજા
કિરીટ સિંહ જાડેજા ગત વિધાનસભાની પેટા ચૂંટણીમાં કોંગ્રેસના ઉમેદવાર હતા અને ભાજપના અક્ષય પટેલ સામે ચૂંટણી હાર્યા હતા. અને કરજણ ઓનેસ્ટ હોટેલના માલિક છે. અને હોટેલ વ્યવસાય સાથે સંકળાયેલા છે. અજય દેસાઈ સાથે તેમની પણ સ્વીટી પટેલ મર્ડર કેસમાં અટકાયત કરવામાં આવી છે.
અ કારણોસર કરી હતી હત્યા …
વર્ષ 2015માં એક સામાજીક પ્રસંગમાં સ્વીટી પટેલ સાથે મુલાકાત થતા બન્ને વચ્ચે પ્રેમસંબંધ બંધાયો હતો અને વર્ષ 2016માં તેઓએ મંદિરમાં ફુલહાર કર્યો હતો જે બાદથી તેઓ વડોદરામાં લીવ ઈન રીલેશનશીપમાં રહેતા હતા. સ્વીટી પટેલને પણ અગાઉ લગ્ન થયા હતા જે બાદ તેણે પતિ સાથે છુટાછેડા લીધા હતા.. પરંતુ અજય દેસાઈ સ્વીટી પટેલ સાથે લીવઈનમાં રહેતો હોવા છતા અન્ય યુવતી સાથે વર્ષ 2017માં લગ્ન કરી લીધા હતા.જે અંગેની જાણ સ્વીટી પટેલને થતા પીઆઈ અજય દેસાઈ અને સ્વીટી પટેલ વચ્ચે ઝધડો થતા અજય દેસાઈએ તેની હત્યાને અંજામ આપવાનું નક્કી કર્યુ હતુ.
