Not Set/ ચોટીલામાં ગુરુપૂર્ણિમા દિવસ નિમિત્તે માના ચરણે શીશ નમાવવા ભક્તજનોનું ઘોડાપુર ઉમટ્યું

ગૃરૂપૂર્ણિમાનો આજનો પવિત્ર દિવસ ગણવામાં આવતો હોવાથી સૌરાષ્ટ્ર સહિત ગુજરાતભરના સુપ્રસિદ્ધ એવા ચોટીલામાં બીરાજતા ચામુંડા માતાજીના ચરણોમાં શીશ ઝુકાવી પવિત્ર થવા માટે ભક્ત જનોનું ઘોડાપુર ઉમટી પડ્યું હતું

Gujarat Others

સચિન પીઠવા@ સુરેન્દ્રનગર

અષાઢ સુદ પૂનમ એટલે ગુજરાતીઓ આજે આ પૂનમને ગૃરૂપૂર્ણિમા તરીકે તેની ઉજવણી કરતા હોય છે ત્યારે ચોટીલામાં બિરાજતા ચામુંડા માતાજીના દર્શન કરવા ભક્તજનોનું ઘોડાપુર ઉમટી પડ્યું હતું.

ગૃરૂપૂર્ણિમાનો આજનો પવિત્ર દિવસ ગણવામાં આવતો હોવાથી સૌરાષ્ટ્ર સહિત ગુજરાતભરના સુપ્રસિદ્ધ એવા ચોટીલામાં બીરાજતા ચામુંડા માતાજીના ચરણોમાં શીશ ઝુકાવી પવિત્ર થવા માટે ભક્ત જનોનું ઘોડાપુર ઉમટી પડ્યું હતું. ચામુંડા માતાજી ડુંગર ટ્રસ્ટ તરફથી સેનેટાઇઝ,માસ્ક સહિત સરકારી ગાઈડલાઈનનું પાલન કરવા માટે વારંવાર માઇક દ્વારા સૂચનાઓ આપવામાં આવે છે છતાં ભક્ત જનો આ સૂચનાઓ ઘોળીને પી જઈને કોરોનાની ત્રીજી લહેરને આમંત્રણ આપી રહ્યા હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા હતા.