Gujarat Weather/ અંબાલાલ પટેલે બે દિવસ અતિભારે વરસાદનું કર્યુ અનુમાન

બંગાળની ખાડીમાં વોલમાર્ક લો પ્રેશર સિસ્ટમ સર્જાઇ છે. પરિણામે પશ્ચિમ બંગાળ અને ઓડિશા પાસે સિસ્ટમ સક્રિય થશે. બંગાળની ખાડીમાં આ ભાગોમાં સર્જાયેલી……….

Top Stories Gujarat Breaking News

Gujarat Weather News: હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ દ્વારા આગાહી કરવામાં આવી છે. આગામી બે દિવસ  29 અને 30 જુલાઈના રોજ ઉત્તર અને મધ્ય ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતાઓ છે. ત્યાર બાદ બે દિવસના વિરામ પછી ફરી એક વખત 3થી 10 ઓગસ્ટ દરમિયાન સમગ્ર ગુજરાતના વિવિધ ભાગોમાં વરસાદી માહોલ જામશે. હવામાન વિભાગના આંકડા મુજબ છેલ્લા 24 કલાકમાં 116 તાલુકમાં વરસાદ પડ્યો છે.

અંબાલાલ પટેલે જણાવ્યું કે, બંગાળની ખાડીમાં વોલમાર્ક લો પ્રેશર સિસ્ટમ સર્જાઇ છે. પરિણામે પશ્ચિમ બંગાળ અને ઓડિશા પાસે સિસ્ટમ સક્રિય થશે. બંગાળની ખાડીમાં આ ભાગોમાં સર્જાયેલી સિસ્ટમ મધ્યપ્રદેશ થઈને ગુજરાતમાં પહોંચશે. જેને કારણે સમગ્ર ગુજરાત રાજ્યમાં સાર્વત્રિક વરસાદની શક્યતાઓ છે. પરંતુ કેટલાક ભાગોમાં ભારે વરસાદ વરસશે તો કેટલાક ભાગોમાં હળવાથી મધ્યમ વરસાદ થઈ શકે છે.

ગુજરાતમાં સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, પંચમહાલ, દાહોદના ભાગોમાં ભારે વરસાદની શક્યતા છે. આ ઉપરાંત ઉત્તર ગુજરાતમાં મહેસાણા, પાટણ, બનાસકાંઠાના, ડીસામાં પણ ભારે વરસાદની શક્યતા છે. તથા મધ્ય ગુજરાતમાં અમદાવાદ, ગાંધીનગર, ખેડા, નડિયાદ, આણંદ તથા ભરૂચમાં ભારે વરસાદ તો નવસારી, વલસાડ, ડાંગ, તાપીમાં અતિભારે વરસાદની શક્યતાઓ છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:અમદાવાદમાં બફારા બાદ વરસાદનું આગમન

આ પણ વાંચો:મહેસાણામાં રૂ. 22 લાખનો શંકાસ્પદ અનાજનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો

આ પણ વાંચો:ગુજરાતમાં ચાંદીપુરાનો ખોફ યથાવત, વાયરસ 52 બાળકોને ભરખી ગયો