Gujarat News/ ગુજરાતમાં ચાંદીપુરાનો ખોફ યથાવત, વાયરસ 52 બાળકોને ભરખી ગયો

રાજકોટમાં 18 વર્ષના યુવાનમાં ચાંદીપુરા વાયરસના લક્ષણ મળી આવ્યા બાદ તે ઓબ્ઝર્વેશન હેઠળ રાખવામાં આવ્યો છે. જોકે, હજુ સુધી શંકાસ્પદ કેસમાં………..

Top Stories Gujarat Rajkot Breaking News

Rajkot News: રાજકોટમાં ચાંદીપુરાનો ખોફ યથાવત છે. 18 વર્ષના યુવાનમાં ચાંદીપુરાના લક્ષણો જોવા મળતાં ઓબ્ઝર્વેશન હેઠળ રાખવામાં આવ્યો છે. 6 શંકાસ્પદ દર્દીઓ સારવાર હેઠળ છે. જેમાં 2નો રિપોર્ટ પોઝિટિવ, 4માં લક્ષણો જોવા મળ્યા છે. દર્દીઓ સિવિલના ખાસ વોર્ડમાં સારવાર હેઠળ છે.

રાજકોટમાં 18 વર્ષના યુવાનમાં ચાંદીપુરા વાયરસના લક્ષણ મળી આવ્યા બાદ તે ઓબ્ઝર્વેશન હેઠળ રાખવામાં આવ્યો છે. જોકે, હજુ સુધી શંકાસ્પદ કેસમાં ગણવામાં આવ્યો છે. યુવાન વાંકાનેરનો રહેવાસી છે જે 20 દિવસ પહેલા દ્વારિકા અને તરણેતર ગયો હતો. ચાંદીપુરાને લઈને હાલ દર્દીઓ સિવિલ હોસ્પિટલના ખાસ વોર્ડમાં સારવાર હેઠળ છે. 4 દર્દીઓમાં શંકાસ્પદ લક્ષણ જોવા મળ્યા છે.

બનાસકાંઠામાં ચાંદીપુરા વાયરસથી ત્રણ બાળકોના મોત થઈ ચૂક્યા છે. પાલનપુરના વોર્ડ નંબર 2 ના વિસ્તારમાં જ્યાં બાળકીનું મૃત્યુ થયું હતું. આરોગ્ય વિભાગની ટીમે સર્વે કર્યો હતો. વાયરસથી શંકાસ્પદ અસરગ્રસ્ત બાળકોના બ્લડ સેમ્પલ, મચ્છરોના પણ સેમ્પલ લીધા હતા.

શંકાસ્પદ ચાંદીપુરાના કુલ 130 કેસ નોંધાયા છે. જેમાં સાબરકાંઠામાં 12, અરવલ્લી, ખેડા, મહેસાણામાં 7, મહિસાગર, છોટા-ઉદેપુર, નર્મદા, વડોદરા કોર્પોરેશન, સુરત કોર્પોરેશનમાં 2, ગાંધીનગર-રાજકોટ, જામનગર, વડોદરામાં 6, સુરેન્દ્રનગર, મોરબી બનાસકાંઠામાં 5, અમદાવાદ કોર્પોરેશનમાં 12, પંચમહાલમાં 15, ગાંધીનગર કોર્પોરેશન, દાહોદ, કચ્છ, ભરૂચમાં 3, ભાવનગર, દેવભૂમિદ્વારકા, અમદાવાદ, જામનગર કોર્પોરેશન, પોરબંદરમાં 1, રાજકોટ કોર્પોરશનમાં 4 કેસનો સમાવેશ થાય છે.

જિલ્લો કેસ
સાબરકાંઠા 06
અરવલ્લી 03
મહિસાગર 01
ખેડા 04
મહેસાણા 04
રાજકોટ 02
સુરેન્દ્રનગર 02
અમદાવાદ કોર્પો 02
ગાંધીનગર 03
પંચમહાલ 01
જામનગર 07
મોરબી 01
દાહોદ 01
વડોદરા 02
નર્મદા 00
બનાસકાંઠા 01
વડોદરા કોર્પો 00
દેવભૂમિ દ્વારકા 01
રાજકોટ કોર્પો 01
કચ્છ 01
સુરત કોર્પો 01
ભરૂચ 01
પોરબંદર 01
જામનગર 01

શું છે આ રોગના મુખ્ય લક્ષણો અને કેવી રીતે થાય છે

જે વેકટર –અસરગ્રસ્ત સેન્ડ ફ્લાયના (રેત માંખ) કરડવાથી થાય છે અને ખાસ કરીને 9 મહિનાથી 14 વર્ષની ઉમરના બાળકોમાં જોવા મળે છે. હાઇગ્રેડ તાવ, ઉલ્ટી ઝાડા, માથાનો દુખાવો અને ખેંચ આવવી એ આ રોગના મુખ્ય લક્ષણો છે. આ પ્રકારના લક્ષણો બાળકોમાં જોવા મળે ત્યારે તાત્કાલિક તબીબી સલાહ લેવી જોઈએ.

શું આ રોગ ચેપી છે?

વધુ વિગતો આપતા ઋષિકેશ પટેલે કહ્યું કે, ચાંદીપુરા રોગ ચેપી નથી પરંતુ અસરગ્રસ્ત વિસ્તારોમાં સઘન સર્વેલન્સની પ્રાથમિક તબક્કે જ સૂચના અપાઇ હતી. જેના પરિણામે અત્યારસુધીમાં કુલ 4487 ઘરોમાં કુલ 18646 વ્યક્તિઓનું સ્ક્રીનીંગ કરાયું છે. સેન્ડ ફ્લાય કંટ્રોલ માટે કુલ 2093 ઘરોમાં જંતુનાશક દવાઓનો છંટકાવ પણ કરાયો છે. રાજ્ય આરોગ્ય વિભાગે અગમચેતીના ભાગરૂપે આ રોગનો ફેલાવો અટકાવવા માટે રાઉન્ડ ધ ક્લોક કામ કરી રહ્યું છે. રાજ્યના નાગરિકોને આ રોગથી ગભરાવવા નહીં પરંતુ સાવચેતી જોઈએ અને પ્રાથમિક લક્ષણો જણાઇ આવે તો નજીકના હોસ્પિટલમાં તપાસ અને સારવાર કરાવવા પણ અનુરોધ કર્યો છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: ગુજરાતમાં ચાંદીપુરા વાઇરસના કેસોમાં ઉછાળો, એક જ દિવસમાં 14 કેસ વધ્યા

આ પણ વાંચો: ગુજરાતના ત્રણ નેતાઓ રાજ્યપાલ બનવાની હોડમાં

આ પણ વાંચો: ચાંદીપુરા વાઇરસને લઈ કેન્દ્રના નિષ્ણાતોની ટીમના ગુજરાતમાં ધામા