Mehsana News: મહેસાણામાં 22 લાખનું શંકાસ્પદ અનાજ પુરવઠા વિભાગની ટીમ દ્વારા ઝડપી પાડવામાં આવ્યું છે. સતલાસણા-વાવમાંથી સરકારી અનાજને જીલ્લા પુરવઠા વિભાગની ટીમે ઝડપી પાડ્યું છે. ત્રણ સ્થળે દરોડા પાડી કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

માહિતી મુજબ દેવીપુજક રામાભાઈ હેમાભાઇના મકાનમાંથી રૂ.1.97 લાખની કિંમતનો 5070 કિલો ચોખા અને ઘઉંનો જથ્થો કબ્જે લેવાયો, પ્રજાપતિ ઈશ્વરભાઈ જીવાભાઇની દુકાનમાંથી રૂ.7.71 લાખનો 421 કટ્ટા ચોખા અને ઘઉંનો શંકાસ્પદ જથ્થો કબ્જે લેવાયો, પંકજભાઈ તુલસીભાઈ ભુતેડિયાની 76 નંબરની દુકાનમાંથી પણ જથ્થો કબ્જે લેવાયો, રૂ.4.82 લાખની કિંમતના 12,370 કિલો ચોખા અને ઘઉંનો જથ્થો અને રૂ.49,800ની કિંમતના 906 કિલોગ્રામ ચણા કબ્જે લેવાયા છે. ત્રણ સ્થળેથી કુલ 22 લાખનો જથ્થો કબ્જે લઈ સેમ્પલ લેબમાં મોકલી અપાયા છે.
પુરવઠા વિભાગની ટીમે રેડ પાડવાનું સ્થળ છેક સુધી ગુપ્ત રાખી ટીમને ફેરવી હતી. ત્રણ સ્થળે દરોડા પાડી સંગ્રહખોરો બીજે જથ્થો લઇ જાય તે પૂર્વે પુરવઠા ટીમ પહોંચી હતી. અધિકારીઓને ચોખા, ઘઉં, ચણા સહિતના અનાજના જથ્થાનું વજન અને ગણતરી કરતાં આખી રાત થઈ ગઈ હતી. ગોડાઉનમાંથી જથ્થો બીજે લઈ જાય તે પૂર્વે જ પુરવઠા ટીમ ત્રાટકી હતી. વિવિધ અનાજના સેમ્પલ લઇ પરીક્ષણ માટે મોકલાયા છે. ત્રણેય સ્થળોથી કુલ 22 લાખનો જથ્થો કબ્જે કરાયો છે.
આ પણ વાંચો:ગુજરાતમાં ચાંદીપુરાનો ખોફ યથાવત, વાયરસ 52 બાળકોને ભરખી ગયો
આ પણ વાંચો:વિકાસની મોટી વાતો! આમોદમાં રૂ. 7 કરોડના ખર્ચે બનેલા રસ્તાનું પહેલા વરસાદમાં ધોવાણ
આ પણ વાંચો:વડોદરાના વૃદ્ધે વર્લ્ડ માસ્ટર ચેમ્પિયનશિપમાં 16 સેકન્ડમાં 100 મીટર દોડમાં બ્રોન્ઝ જીત્યો
