Bhruch News: વિકાસનો ભ્રષ્ટાચાર હવે આંખે ઉડીને વળગે તેવો દેખાય છે. ચૂંટણી પ્રચારમાં મસમોટી વાતો કરનાર નેતાઓ જ્યારે પ્રજાની સુખાકારીની વાત આવે ત્યારે એકાએક ગાયબ થઈ જતા હોય છે તેવું હાલ વરસાદની સિઝનમાં ખાસ ચર્ચાઈ રહ્યું છે. ભરૂચના જંબુસરમાં ધારસભ્યએ દાવો કર્યો હતો કે 25 વર્ષ સુધી રસ્તાને કંઈ નહીં થાય. પરંતુ તેમની આ વાયદામાં જરાય તથ્ય દેખાયું નથી. રૂપિયા 7 કરોડના ખર્ચે બનેલા રસ્તાનું પહેલા વરસાદમાં ધોવાણ થઈ જતાં ધારસભ્યને તેમને કરેલો વાયદો યાદ અપાવવો જરૂરી બની ગયો છે.

ભ્રષ્ટાચારથી સડબડતી સિસ્ટમે રસ્તાને જર્જરિત કરી દીધા છે. આમોદમાં બત્રીસી નાળાથી મુલ્લા તળાવ સુધીના રસ્તાનું રૂપિયા 7.33 કરોડની માતબર રકમથી નિર્માણ કરવામાં આવ્યું હતું. મહત્વનું છે કે લોકાર્પણનાં ત્રણ મહિના પહેલાં જ જંબુસરના ધારાસભ્ય ડી.કે.સ્વામીના હસ્તે કરવામાં આવ્યું હતું. સૂત્રો મુજબ, રસ્તાની મજબૂતાઈના દાવા કરનારાની ત્રણ મહિનામાં જ પોલ ખુલી ગઈ છે. ત્રણ મહિના અગાઉ જ્યારે 7 કરોડ રૂપિયાના ખર્ચે બનેલા નવનિર્મિત રોડનું જંબુસરના ધારાસભ્ય ડી.કે.સ્વામીના હસ્તે ઉદ્ઘાટન કરવામાં આવ્યું ત્યારે ડી.કે.સ્વામીએ કહ્યું હતું કે, ‘આ રસ્તાની મજબૂતી એવી બની છે કે, આવનારાં 25 વર્ષ સુધી રસ્તાને કંઈ નહીં થાય’.
ભરૂચની પ્રજાને દિવસે સપનાં દેખાડતી સરકારનો આ દાવો વરસાદે જ ખુલ્લો પાડી દીધો છે. કોન્ટ્રાક્ટર, એન્જીનિયરની નબળી કામગીરી પણ દેખાવા લાગી છે. સ્થાનિકોનું કહેવું છે કે 25 વર્ષ તો દૂર 25 મહિના પણ થયા નથી ને રસ્તો તૂટવા લાગ્યો છે.
આ પણ વાંચો:ગુજરાતમાં ચાંદીપુરાનો ખોફ યથાવત, વાયરસ 52 બાળકોને ભરખી ગયો
આ પણ વાંચો:ગુજરાતમાં પડશે ભારે વરસાદ, ક્યાં અપાયું છે એલર્ટ…
આ પણ વાંચો:વડોદરાના વૃદ્ધે વર્લ્ડ માસ્ટર ચેમ્પિયનશિપમાં 16 સેકન્ડમાં 100 મીટર દોડમાં બ્રોન્ઝ જીત્યો
આ પણ વાંચો:બનાસકાંઠામાં બાળકોએ ઈન્દ્ર દેવ પાસે માંગ્યો વરસાદ
