નવી દિલ્હી,
આજે દિલ્લીમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી નવા રિંગ રોડ વેસ્ટર્ન પેરિફેરલ એક્સપ્રેસવેનું ઉદ્દઘાટન કરશે. જે કુંડલી- માનેસર- પલવલ (KMP) એક્સપ્રેસવે તરીકે પણ ઓળખાય છે. આ સિવાય આજે મોદી બલ્લભગઢ મેટ્રોનું પણ ઉદ્દઘાટન કરવાનાં છે.
આ નવા રીંગ રોડથી દિલ્લીમાં ટ્રાફિકની સમસ્યામાં થોડો ઘટાડો થશે. ઉત્તર ભારતથી દેશનાં પશ્ચિમી અને દક્ષિણી ભાગ તરફ જઈ રહેલાં વાહનો દિલ્લીમાં એન્ટર થયાં વગર જઈ શકશે.
જાણો કુંડલી- માનેસર- પલવલ (KMP) એક્સપ્રેસવે વિશેની ખાસ વાતો :
આ એક્સપ્રેસવેનાં પ્રોજેક્ટનો ખર્ચ 6400 કરોડ રૂપિયા છે.
આ એક્સપ્રેસવે સોનીપત, ઝજ્જર, ગુરુગ્રામ, મેવાટ અને પલવલ એમ પાંચ જીલ્લાઓને કવર કરશે.
આ એક્સપ્રેસવે પર 8 નાના અને 6 મોટા બ્રીજ, 4 રેલ્વે ઓવરબ્રીજ, 34 અન્ડરપાસ અને 64 રાહદારી ક્રોસિંગ છે.

આ એક્સપ્રેસવે 6 લેનનો છે.
આ એક્સપ્રેસવે પર લાઈટ વાહનો માટે 120 અને ભારે વાહનો માટે 100 કિલોમીટર પ્રતિ કલાકની સ્પીડ ડીઝાઇન કરવામાં આવી છે.
આ એક્સપ્રેસવે 135.6 કિલોમીટર લાંબો છે.
