New Delhi News : પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ વચ્ચે તાજેતરમાં લગભગ 40 મિનિટ લાંબી ફોન પર ચર્ચા થઈ હતી. ઈરાન યુદ્ધવિરામ પછી બંને નેતાઓ વચ્ચે આ પ્રથમ વાતચીત હતી.
આ વાતચીત એવા સમયે થઈ હતી જ્યારે ટ્રમ્પે હોર્મુઝ સ્ટ્રેટને સંપૂર્ણ રીતે બંધ કરવાની જાહેરાત કરી હતી. ચર્ચા દરમિયાન બંને નેતાઓએ પશ્ચિમ એશિયાની હાલની પરિસ્થિતિ અને ખાસ કરીને હોર્મુઝ સ્ટ્રેટને ખુલ્લું અને સુરક્ષિત રાખવાની જરૂરિયાત પર ભાર મૂક્યો.

પ્રધાનમંત્રી મોદીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર જણાવ્યું કે આ વાતચીત દરમિયાન ભારત અને અમેરિકા વચ્ચેના દ્વિપક્ષીય સંબંધોમાં થયેલી નોંધપાત્ર પ્રગતિની સમીક્ષા કરવામાં આવી. તેમણે વધુમાં કહ્યું કે બંને દેશો તેમની વ્યાપક વૈશ્વિક વ્યૂહાત્મક ભાગીદારીને વધુ મજબૂત બનાવવામાં પ્રતિબદ્ધ છે.
ભારતમાં અમેરિકાના રાજદૂતે પણ જણાવ્યું કે ટ્રમ્પે આ વાતચીત દરમિયાન ભારત પ્રત્યે અમેરિકાના સકારાત્મક ભાવ વ્યક્ત કર્યા.
ઈરાન(Iran) યુદ્ધવિરામ પછી પાકિસ્તાનની આગેવાની હેઠળ થયેલી શાંતિ વાટાઘાટો નિષ્ફળ રહી હતી
આ ઉપરાંત, ઈરાન યુદ્ધવિરામ પછી પાકિસ્તાનની આગેવાની હેઠળ થયેલી શાંતિ વાટાઘાટો સફળ રહી નહોતી. ઈસ્લામાબાદમાં અમેરિકા, ઈરાન અને પાકિસ્તાનના પ્રતિનિધિઓ વચ્ચે લાંબી ચર્ચા છતાં કોઈ ચોક્કસ પરિણામ સામે આવ્યું નહોતું.
ઉલ્લેખનીય છે કે આ પહેલાં પણ 24 માર્ચે મોદી અને ટ્રમ્પ વચ્ચે વાતચીત થઈ હતી, જેમાં હોર્મુઝ સ્ટ્રેટ અંગે ચર્ચા કરવામાં આવી હતી. ત્યારબાદ 14 એપ્રિલે ફરીથી બંને નેતાઓ વચ્ચે મહત્વપૂર્ણ ચર્ચા થઈ
આ પણ વાંચો : ઈરાન યુદ્ધ ટૂંક સમયમાં સમાપ્ત થશે, જો તેઓ કંઈ કરશે…” ટ્રમ્પે મધ્ય પૂર્વના ઉથલપાથલ વચ્ચે તેહરાનને નવી ધમકી આપી
આ પણ વાંચો : ઇરાન, ઇઝરાયલ અને યુનાઇટેડ સ્ટેટ્સ વચ્ચે યુદ્ધનો દસમો દિવસ, દોહામાં વિસ્ફોટો અને વિવાદિત હુમલાઓ
આ પણ વાંચો : અખાતમાંથી અમેરિકાનું અસ્તિત્વ ખતમ કરીને ઝંપીશુઃ ઇરાન
