ગુજરાત વિધાનસભાની ચુંટણી 20 ડિસેમ્બરે સંપન્ન થઈ ગઈ છે પણ હજી સુંધી ચુંટણીના હિસાબો આપ્યા નથી. અનેક ઉમેદવારોએ પોતાના ચુંટણીના હિસાબો રજુ કર્યા નથી, જોવાની વાત એ રહી કે ગુજરાતના સીએમ વિજયભાઈ રુપાણીએ પણ પોતાના ચુંટણીના હિસાબો હજુ સુંધી આપ્યાં નથી. રાજકોટના કલેકટરે વિજયભાઈને નોટીસ આપી છે.
રાજકોટ જિલ્લા કલેક્ટર કચેરીમાં સોમવારે ચૂંટણી શાખાની બેઠક યોજાઇ હતી. જેમાં ચૂંટણીના હિસાબો રજૂ કરનારા ઉમેદવારોના હિસાબોની ચકાસણી કરવામાં આવી હતી અને હિસાબો રજૂ ન કરનારા 40 ટકા જેટલા ઉમેદવારોને 18 જાન્યુઆરી સુધીમાં હિસાબો રજૂ કરવા જાણ કરવા આવી છે.
18 જાન્યુઆરી સુધીમાં જે ઉમેદવારો ખર્ચના હિસાબો રજૂ નહીં કરે તેને નોટિસ આપવામાં આવશે પછી ઇસીઆઇ(ઈલેકશન કમીશન ઓફ ઇન્ડિયા) ને રિપોર્ટ કરાશે.
રાજકોટ જિલ્લા નાયબ ચૂંટણી અધિકારીએ જણાવ્યું હતું કે, અરવિંદભાઇ રૈયાણી, મિતુલ દોંગા, વિજયભાઇ રૂપાણી, ઇન્દ્રનીલ રાજ્યગુરુ, ગોવિંદભાઇ પટેલ સહિત લગભગ 40 ટકા ઉમેદવારોના હિસાબો રજૂ કરવાના બાકી છે. તેમની પાસે હિસાબો રજુ કરવા 18 જાન્યુઆરી સુધીનો સમય છે. ત્યારબાદ જે ઉમેદવારોએ હિસાબો રજૂ નહીં કર્યા હોય તેમને આખરી નોટિસ અપાશે.
