Not Set/ કેપટાઉન ટેસ્ટ : ભારતીય ટીમની ૭૨ રને શરમજનક હાર, આફ્રિકાએ સિરીઝમાં મેળવી ૧-૦ લીડ

કેપટાઉનમાં રમાયેલી ભારત અને દક્ષિણ આફિકા વચ્ચેની પ્રથમ ટેસ્ટ મેચમાં ભારતીય ટીમનો ૭૨ રને શરમજનક પરાજય થયો છે. દક્ષિણ આફ્રિકાના પેસ અટેક સામે ભારતનો કોઈ બેટ્સમેન ટકી શક્યો ન હતો અને પુરી ટીમ ફક્ત ૧૩૫ રનમાં સમેટાઈ ગઈ હતી. દક્ષિણ આફ્રિકા તરફથી ઝડપી બોલર બનેલા વર્નોન ફિલાન્ડરે કારકિર્દીનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કરતા ૪૨ રનમાં ૬ વિકેટ ઝડપી હતી. […]

Sports

કેપટાઉનમાં રમાયેલી ભારત અને દક્ષિણ આફિકા વચ્ચેની પ્રથમ ટેસ્ટ મેચમાં ભારતીય ટીમનો ૭૨ રને શરમજનક પરાજય થયો છે. દક્ષિણ આફ્રિકાના પેસ અટેક સામે ભારતનો કોઈ બેટ્સમેન ટકી શક્યો ન હતો અને પુરી ટીમ ફક્ત ૧૩૫ રનમાં સમેટાઈ ગઈ હતી. દક્ષિણ આફ્રિકા તરફથી ઝડપી બોલર બનેલા વર્નોન ફિલાન્ડરે કારકિર્દીનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કરતા ૪૨ રનમાં ૬ વિકેટ ઝડપી હતી. જયારે મોર્ની મોર્કલ અને કસિગો રબાડાએ ૨-૨ વિકેટ ઝડપી હતી. આ સાથે દક્ષિણ આફ્રિકાએ ૩ ટેસ્ટ મેચની શ્રેણીમાં ૧-૦ ન લીડ મેળવી લીધી છે.

આ પહેલા ચોથા દિવસે દક્ષિણ આફ્રિકન ટીમે બે વિકેટના નુકશાને ૬૫ રનથી રમત આગળ ધપાવ્યા બાદ માત્ર ૧૩૦ રનમાં જ સમેટાઈ ગઈ હતી. અને ભારતીય ટીમને ૨૦૮ રનનો લક્ષ્યાંક મળ્યો હતો. બીજી ઇનિગ્સમાં ભારત તરફથી પહેલી ટેસ્ટ મેચ રમેલા ઝડપી બોલર જસપ્રીત બુમરાહ અને મોહમ્મદ શમીએ અનુક્રમે ૩-૩ વિકેટ જયારે ભુવનેશ્વર કુમાર અને હાર્દિક પંડયાએ ૨-૨ વિકેટ ઝડપી હતી. મહત્વનું છે કે, દક્ષિણ આફ્રિકાએ પ્રથમ દાવમાં ૨૮૬ રન બનાવ્યા હતા. જયારે ટીમ ઇન્ડિયાએ પ્રથમ ઇનિંગ્સમાં ૨૦૯ રન કરી શકી હતી.જેમાં સૌથી વધુ રન હાર્દિક પંડયાએ (૯૩) ફટકાર્યા હતા.