ભારત અને વેસ્ટ ઇન્ડીઝ વચ્ચે શ્રેણી 6 ડિસેમ્બરથી શરૂ થવા જઈ રહી છે, તે પહેલાં ભારતીય ટીમને મોટો ઝટકો લાગ્યો છે. જાણવા મળ્યું છે કે ભારતીય ઓપનર શિખર ધવનને વેસ્ટ ઇન્ડીઝ સામેની શ્રેણીમાંથી બહાર કરવામાં આવ્યો છે. શિખર ધવનને ઘૂંટણની ઈજા થઈ હોવાનું સામે આવ્યુ છે, જે તેને સૈયદ મુસ્તાક અલી ટ્રોફીની મેચ દરમિયાન પહોચી હતી. શિખર ધવનને ઇજા પહોચી હોવાના કારણે તેની જગ્યા સંજૂ સેમસન લઇ શકે છે.
We Fall, We Break, but then…. We Rise. We heal and we overcome, and the only thing you have control over is how you respond to any situation. Here's to being positive and happy in every situation that life throws at you. Will be back in action in 4-5 days 😎 pic.twitter.com/0XDHRXMSeP
— Shikhar Dhawan (@SDhawan25) November 21, 2019
આપને જણાવી દઇએ કે, શિખર ધવને પોતાની ઇજાનો ફોટો ટ્વિટર પર શેર કર્યો છે. તે સમયે એવું માનવામાં આવ્યુ હતું કે શિખર ધવન આ સિરીઝ સુધી ઠીક થઈ જશે, પરંતુ હવે એવું બનતું જણાતું નથી. આવી સ્થિતિમાં શિખર ધવનની જગ્યાએ સંજૂ સેમસનને ટીમમાં સામેલ કરવામાં આવે તેવી સંભાવનાઓ છે. આ શ્રેણી માટે 21 નવેમ્બરનાં રોજ જ્યારે ટીમની ઘોષણા કરવામાં આવી હતી, ત્યારે સંજૂ સેમસનને ટીમમાં સામેલ કરવામાં આવ્યો ન હતો, હવે સંભાવના છે કે તે ટીમ સાથે જોવા મળશે.

ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે ત્રણ મેચની ટી-20 શ્રેણીની પહેલી મેચ 6 ડિસેમ્બરે હૈદરાબાદમાં રમાશે. જ્યારે બીજી મેચ 8 ડિસેમ્બરે તિરુવનંતપુરમ અને ત્રીજી મેચ 11 ડિસેમ્બરે મુંબઇમાં યોજાશે. ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે રમાનારી આ ટી-20 શ્રેણીની તમામ મેચ સાંજે સાત વાગ્યે શરૂ થશે. ટી-20 સીરીઝ બાદ ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચેની વનડે સિરીઝ 15 ડિસેમ્બરથી શરૂ થશે. પ્રથમ મેચ 15 ડિસેમ્બરે ચેન્નઇમાં, જ્યારે બીજી મેચ 18 ડિસેમ્બરે વિશાખાપટ્ટનમ અને ત્રીજી મેચ 22 ડિસેમ્બરે કટકમાં રમાશે. બંને ટીમો વચ્ચે વનડે સિરીઝ ભારતીય સમય મુજબ બપોરે 2 વાગ્યાથી રમાશે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.
