અમદાવાદ,
અમદાવાદમાં કોંગ્રેસ કમિટીની બેઠક યોજાઇ. બેઠકમાં રાહુલ ગાંધી,પ્રિયંકા ગાંધી,સોનિયા ગાંધી,મનમોહન સિંહ સહિતના નેતાઓએ હાજરી આપી હતી.
ઉલ્લેખનીય છે કે અમદાવાદના ગાંધી આશ્રમ ખાતે દાંડી યાત્રાના 89 વર્ષ બાદ ગુજરાતમાં કોંગ્રેસના રાષ્ટ્રીય નેતાઓ ઉમટ્યા હતા. ગાંધી આશ્રમમાં પ્રાર્થનાસભા યોજી ઐતિહાસિક દિનની ઉજવણીમાં હાજરી આપવા માટે રાષ્ટ્રીય અધ્યક્ષ સહિતના નેતાઓ ખાસ બસમાં ગાંધી આશ્રમ પહોંચ્યા હતા. CWCની બેઠક યોજાઇ. જેમા લોકસભાની ચુંટણી 2019ને લઇને ચર્ચા કરાઇ.
પીએમ મોદીજીના ગઢ કહેવાતા ગુજરાત માંથી આજે રાહુલ ગાંધીએ પેટભરીને વાક્યપ્રહારો કર્યા હતા.રાહુલે કહ્યું કે મોદીજી દરેક રાજ્યમાંથી બોલે છે કે હું દેશભક્ત છું.
નરેન્દ્ર મોદી વાયુસેનાની પ્રસંશા કરે છે પરંતુ તેઓ એ નથી જણાવતા કે એજ વાયુસેનાના પાકિટમાંથી મોદીજીએ રાફેલમાંથી 30 હજાર કરોડ ચોરી કરી અંબાણીને આપી દીધા.
.@RahulGandhi નું જનસભાને સંબોદન
આ દેશ મહાત્માં ગાંધીએ બનાવ્યો છે : રાહુલ
આજે બીજી તાકાત દેશને કમજોર બનાવી રહી છે: રાહુલ
આતંકવાદ સૌથી મોટો મુદ્દો: રાહુલ
મોદી સરકારે અમીરોના દેવા માફ કર્યા:રાહુલ
ખેડૂતોનું દેવું મોદી સરકાર માફ નહિ કરે : રાહુલ #Mantavyanews pic.twitter.com/cR4bvomSRT— Mantavya News (@Mantavyanews) March 12, 2019
મોદી વાયુસેનાના પ્રશંસા કરે છે, પણ દેશને એવુ નથી બતાવતા એ જ પાયલોટ અને વાયુસેનાના ખિસ્સામાંથી તેમણે 30 હજાર કરોડ ચોરી કરીને અનિલ અંબાણીના ખિસ્સામાં નાખ્યા છે.
યુપીએમાં એક રાફેલ માટે 526 કરોડ નક્કી કર્યા હતા. અનિલ અંબાણીએ જિંદગીમાં ક્યારેય હવાઈ જહાજ બનાવ્યા નથી. હું ગેરેન્ટીથી કહુ છું કે, અનિલ અંબાણી કાગળનુ પ્લેન પણ નહિ બનાવી શકે.
નરેન્દ્ર મોદી સાથે ડેલિગેશનમાં અનિલ અંબાણી જાય છે. સીબીઆઈ ડિરેક્ટરને તગેડી મૂક્યા. ગુજરાતની જનતાએ નરેન્દ્ર મોદીને પૂછવા જોઈએ કે, તમે એરફોર્સના શહીદોના 30 હજાર કરોડ લઈને અનિલ અંબાણીને કેમ આપ્યા. ડિફેન્સ મીનિસ્ટરે સ્પષ્ટ લખ્યુ છે કે, નેગોસિયેશન કરાયું.
કોંગ્રેસની સરકાર જો સત્તામાં આવી તો દેશભરમાં લધુત્તમ વેતન લાગુ કરવામાં આવશે, આ ઐતિહાસિક નિર્ણય કોંગ્રેસ પાર્ટીએ લીધો છે. ગરીબોના એકાઉન્ટમાં સીધા પૈસા જમા થઇ જશે.
Gujarat: Visuals from the public rally of Congress party in Gandhinagar. pic.twitter.com/rmA6iNh244
— ANI (@ANI) March 12, 2019
અનિલ અંબાણી પર કરોડો રૂપિયાનું દેણું છે. વડાપ્રધાનના કહેવાથી અનિલ અંબાણીને રાફેલ ડીલ મળી. રાફેલ ડીલ પર CBIના ઓફિસર તપાસ કરવા ઇચ્છતા હતા પરંતુ વડાપ્રધાને રાતોરાત તેમને હટાવ્યા.
Congress President Rahul Gandhi in Gandhinagar, Gujarat: After years, CWC meeting has taken place in Gujarat. We conducted the meeting here, because there's fight between two ideologies in the country & in Gujarat you will find both the ideologies. pic.twitter.com/pnAdCDola1
— ANI (@ANI) March 12, 2019
રાહુલ ગાંધીએ સંબોધનની શરૂઆતમાં જ પ્રોગ્રામ એક-દોઢ કલાક મોડો થયો અને લોકો તડકામાં તપ્યા તે માટે માફી માંગી. તેમણે કહ્યું કે, વર્ષો બાદ સીડબલ્યુસીની મીટિંગ ગુજરાતમાં થઈ. આ મીટિંગ ગુજરાતમાં એટલા માટે કરી કે, દેશમાં બે વિચારધારાની લડાઈ છે. આ બંને વિચારધારા ગુજરાતમાં જોવા મળશે.
Congress President Rahul Gandhi in Gandhinagar, Gujarat: First time in history, 4 Supreme Court judges went to press & said they are not allowed to work. Generally, people go to SC for justice but in today’s Hindustan, SC judges are going to public & asking for justice. pic.twitter.com/8sLPUFQJmS
— ANI (@ANI) March 12, 2019
પુલવામા હુમલાના માસ્ટમાઇન્ડ આતંકવાદીને પાકિસ્તાન પરત મોકલનારી સરકાર ભાજપને સવાલ કરો કે કેમ તેમની સરકારે પાકિસ્તાનને હવાલે કર્યો અને આજે એજ આતંકવાદી આપણા 40 જવાનોની શહાદતનું કારણ બન્યો છે. આ આતંકવાદીને કાંધાર સુધી પહોચાવનારા કોઇ નહીં પરંતુ આપણા સુરક્ષા સલાહકાર અજીત ડોભાલ હતા
