Ahmedabad News/ અમદાવાદના સાણંદમાં થયેલા અકસ્માતમાં યુવા તબીબ દંપતીનું મોત

ગુજરાતમાં અકસ્માત વગરનો દિવસ જાણે કોઈ જતો નથી, અકસ્માત (Accident)મોત જાણે ગુજરાતમાં મૃત્યુની એક નવી જ પરંપરા બની ગયા છે. અમદાવાદમાં 17 મે,  2026ના રોજ, સાણંદ તાલુકાના રેથલ ગામ નજીક સાણંદ-નળસરોવર રોડ પર અકસ્માત થયો હતો.

Top Stories Ahmedabad Gujarat Breaking News
અમદાવાદના સાણંદમાં થયેલા Accidentમાં દંપતીનું મોત
અમદાવાદના સાણંદમાં થયેલા Accidentમાં દંપતીનું મોત

Ahmedabad News: ગુજરાતમાં અકસ્માત વગરનો દિવસ જાણે કોઈ જતો નથી, અકસ્માત (Accident)મોત જાણે ગુજરાતમાં મૃત્યુની એક નવી જ પરંપરા બની ગયા છે. અમદાવાદમાં 17 મે,  2026ના રોજ, સાણંદ તાલુકાના રેથલ ગામ નજીક સાણંદ-નલસરોવર રોડ પર અકસ્માત થયો હતો. આ અકસ્માતમાં વિરમગામના શાહપુર ગામમાં મેડિકલ ઓફિસર તરીકે કામ કરતા એક ડોક્ટર અને તેમની પત્નીનું મોટરસાઇકલ ગટરની દિવાલ સાથે અથડાતાં ઘટનાસ્થળે જ મૃત્યુ થયું.

અમદાવાદના સાણંદમાં થયેલા Accidentમાં દંપતીનું મોત
અમદાવાદના સાણંદમાં થયેલા Accidentમાં દંપતીનું મોત

Accidentમાં દંપતી ખતમ

મૃતકોની ઓળખ 25 વર્ષીય મિતેશકુમાર મુંગાભાઈ મકવાણા અને તેમની પત્ની હેતલબેન મકવાણા તરીકે થઈ છે. મિતેશકુમાર મૂળ બનાસકાંઠાના ધાનેરા તાલુકાના એટા ગામના વતની હતા અને હાલમાં અમદાવાદના શાહપુરમાં રહેતા હતા. તેઓ વિરમગામના શાહપુર ગામમાં શિવમ ડે કેર ક્લિનિકમાં મેડિકલ ઓફિસર તરીકે કામ કરતા હતા.

અમદાવાદના સાણંદમાં થયેલા Accidentમાં દંપતીનું મોત
અમદાવાદના સાણંદમાં થયેલા Accidentમાં દંપતીનું મોત

બાઇક પર કાબૂ ગુમાવતા થયો Accident

આ ઘટના રવિવાર, 17 મે 2026ના રોજ સાંજે પાંચ વાગ્યે બની હતી. ડૉ. મિતેશકુમાર અને હેતલબેન મકવાણા તેમની મોટરસાઇકલ પર રેથલથી નળસરોવર રોડ થઈને શાહપુર જઈ રહ્યા હતા. સાણંદ-નલસરોવર રોડ પર રેથલ ગામની સીમમાં ગ્રીનવુડ સરોવર વિલેજ રિસોર્ટ નજીકથી પસાર થતી વખતે, મિતેશે પોતાની મોટરસાઇકલ પરનો કાબુ ગુમાવ્યો. ખૂબ જ ઝડપે આવતી બાઇક ગટરની દીવાલ સાથે અથડાઈ. આ દુ:ખદ અકસ્માતમાં પતિ-પત્ની બંનેને માથા અને શરીર પર ગંભીર ઇજાઓ થઈ અને તેમનું ઘટનાસ્થળે જ મૃત્યુ થયું. સાણંદ GIDC પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.


આ પણ વાંચો: અમદાવાદના શાહપુરમાં મોડી રાતે અકસ્માત બાદ તોડફોડ, વીડિયો વાયરલ

આ પણ વાંચો: કાળજું કંપાવતો અકસ્માત! અમદાવાદમાં રોંગ સાઈડમાં જતી એક્ટિવાને AMTS બસે લીધી અડફેટે

આ પણ વાંચો: અમદાવાદના કૃષ્ણનગરમાં AMTS બસનો અકસ્માત: બેદરકારી સામે ફરી ઉઠ્યા પ્રશ્નો