Crime/ “તમે આવી રીતે જાહેરમાં મટન લઈને ફરી ન શકો..” નકલી પોલીસે દંપતીને લુંટ્યા.

“હું પોલીસ વાળો છુ…તમે આવી રીતે જાહેરમાં મટન લઈને ફરી ન શકો….ગુનો બને ….1000-1000નો દંડ અને છ માસની સજા પણ થઇ શકે છે.” નકલી પોલીસે પતિ પત્નીને ડરાવીને પાંચ હજાર રૂપિયાની લૂંટ ચલાવીને ફરાર થઇ ગયો હતો.બાપુ નગર પોલીસે મોટર સાઇકલ ઉપર આવેલા એક ઈસમની સામે લૂંટની ફરિયાદ નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. બાપુનગરમાં […]

Ahmedabad Gujarat

“હું પોલીસ વાળો છુ…તમે આવી રીતે જાહેરમાં મટન લઈને ફરી ન શકો….ગુનો બને ….1000-1000નો દંડ અને છ માસની સજા પણ થઇ શકે છે.” નકલી પોલીસે પતિ પત્નીને ડરાવીને પાંચ હજાર રૂપિયાની લૂંટ ચલાવીને ફરાર થઇ ગયો હતો.બાપુ નગર પોલીસે મોટર સાઇકલ ઉપર આવેલા એક ઈસમની સામે લૂંટની ફરિયાદ નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

બાપુનગરમાં રહેતા અને છૂટક મજૂરી કામ કરતા પ્રવીણ ભાઈ વાઘેલાને ગઈ કાલે પોતાના ઘરે મટન બનાવીને ખાવાની ઈચ્છા થઇ ગઈ હતી. જેથી પ્રવીણ ભાઈ તેમની પત્ની સાથે બાપુનગરના ગરીબ નગર ખાતેની મટનની દુકાને પહોંચ્યા હતા. દુકાનદાર પાસેથી મટન લઈને પોતાના જયારે ઘરે પરત ફરી રહ્યા હતા ત્યારે એક અજાણ્યો બાઈક ચાલક તેમની પાસે આવ્યો હતો. અને બ્લેક કલરની થેલીમાં શું છે તે અંગે પ્રવીણ ભાઈને સવાલ કર્યો હતો. થેલીમાં મટન છે અને તમે કોણ છો ? તેવું પ્રવીણભાઈએ પૂછતાં સામેના શખ્સએ પોતાની ઓળખ પોલીસની આપીને પ્રવીણભાઈને ડરાવતા જણાવ્યું હતું કે આવી રીતે તમે જાહેરમાં મટન લઈને ન ફરી શકો છો, ગુનો બની શકે છે અને 1000-1000નો દંડ અને 6 માંસની સજા પણ થઇ શકે છે. જેથી ગભરાઈ ગયેલા પ્રવીણભાઈની હાલત જોઈને નકલી પોલીસે તેનો લાભ ઉઠાવીને પાંચ હજાર રૂપિયાની માગણી કરી હતી.

કાયદાનો અભાવ હોવાને કારણે પ્રવીણ ભાઈને ખ્યાલ જ નહતું કે આવો પણ ગુનો બની શકે છે. જેથી નકલી પોલીસની વાતોમાં આવી જઈને પ્રવીણભાઈએ પાંચ હજાર રૂપિયા આપી દીધા હતા.આરોપી ત્યાંથી પોતાની બાઈક લઈને નાસી છૂટ્યો હતો જેથી પ્રવીણ ભાઈએ પોતાના સગા સબંધીઓને સમગ્ર બનાવથી વાકેફ કરતા તેમને ખ્યાલ આવ્યું હતું કે તેમની સાથે લૂંટની ઘટના બની છે. બાપુ નગર પોલીસ મથકમાં નકલી પોલીસ સામે 5 હજારની લૂંટની ફરિયાદ દાખલ કરવામાં આવી છે. પોલીસે સમગ્ર વિસ્તારમાં આરોપીને પકડવા માટે સઘન ચેકીંગ હાથ ધરી છે.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…