Not Set/ ગેંગરેપમાં મદદ કરનાર યામિની નાયરની રાજકોટથી ધરપકડ, ગેંગરેપમાં એક પછી એક નવા વળાંક

અમદાવાદનો બહુચર્ચિત ગેંગરેપમાં એક પછી એક નવા વળાંક લેતો જાય છે.  આ ઘટનામાં કુલ 7 વ્યક્તિ સમગ્ર ઘટનામાં સામેલ છે. ભોગ બનનાર યુવતીનો ફ્રેન્ડ ગૌરવ દાલમિયા અને યામિની નાયરે દુષ્કર્મમાં આ બેએ મોટો ભાગ ભજવ્યો છે. આ સમગ્ર ઘટનાની તપાસ મહિલા ક્રાઈમ બ્રાંચને સોંપવામાં આવી છે. મહિલા એડિશનલ ડીજીપી પન્ના મોમાયાના માર્ગદર્શન હેઠળ બે પીઆઈ […]

Top Stories Ahmedabad Gujarat Trending Videos

અમદાવાદનો બહુચર્ચિત ગેંગરેપમાં એક પછી એક નવા વળાંક લેતો જાય છે.  આ ઘટનામાં કુલ 7 વ્યક્તિ સમગ્ર ઘટનામાં સામેલ છે. ભોગ બનનાર યુવતીનો ફ્રેન્ડ ગૌરવ દાલમિયા અને યામિની નાયરે દુષ્કર્મમાં આ બેએ મોટો ભાગ ભજવ્યો છે. આ સમગ્ર ઘટનાની તપાસ મહિલા ક્રાઈમ બ્રાંચને સોંપવામાં આવી છે.

મહિલા એડિશનલ ડીજીપી પન્ના મોમાયાના માર્ગદર્શન હેઠળ બે પીઆઈ દ્વારા કરવામાં આવી રહી છે. આ કેસ સાથે જોડાયેલ એક મહિલા આરોપી યુવતીની યામિની નાયરની રાજકોટથી ક્રાઈમ બ્રાંચે ધરપકડ કરી લીધી છે. યામિની રાજકોટથી દિલ્લી ભાગી જવાની હતી.

બીજી તરફ આ પીડિત યુવતી પર દુષ્કર્મ કરનાર બે યુવકો વૃષભ મારુ અને ગૌરવ મહાવીર દાલમિયાની તસવીર પણ સામે આવી છે. બીજી તરફ પોલીસે સમગ્ર કેસમાં ઈસનપુર વિસ્તારમાંથી પીડિત યુવતીના અપહરણના ફૂટેજ લીધા હતા. પીડિત યુવતીને મેડિકલ ચેક અપ માટે મોકલાઈ હતી. સેટેલાઈટ પોલીસે બપોરે 1 વાગ્યાથી સાંજના 4 વાગ્યા સુધી ફરિયાદી પીડિત યુવતીની પૂછપરછ કરી તેનું નિવેદન લીધું હતું.

ગેંગરેપ મામલે પોલિસે કેટલાક ચોંકાવનારા મેસેજ કબજે કર્યાં.

આ ચેટનો અભ્યાસ કરતા માલુમ પડે છે કે આ તમામ લોકો વીડિયો ક્લિપિંગ વાયરલ કરી દેવાની ધમકી આપીને ફરિયાદી યુવતી પાસેથી પૈસા પડાવી રહ્યા હતા. વૃષભ મારૂ,સાહીર શેખ અને યામીની નાયર નામની મહિલા ફરિયાદી યુવતીને ધમકી આપી રહી છે.

આરોપી ગૌરવ દાલમિયા સહિતના તમામ નાનપણથી એકબીજાના મિત્રો.

આ કેસની તપાસમાં એક મોટો ચોંકાવનારો ઘટફોસ્ટ સામે આવ્યો છે જેમાં મુખ્ય આરોપી ગૌરવ દાલમિયા સહિતના તમામ એક બીજાના નાનપણના મિત્રો છે. પીડિત યુવતી અને ગૌરવ દાલમિયા વચ્ચે એક વર્ષથી પ્રેમ સંબધ હતાં અને બંને એક બીજા સાથે લગ્ન કરવાના હતાં પરંતુ ગૌરવના પિતા લગ્ન માટે રાજી થયા નહી. જેના લીધે બંને વચ્ચે થોડાક સમય અગાઉ જ ઝઘડો પણ થયો હતો.

પીડિત યુવતીને તાજેતરમાં જ યામીની અને ગૌરવના સબંધની જાણ થઇ.

ઈસનપુર આકાંક્ષા ફલેટમાં રહેતી યામીની નાયર, ગૌરવ અને વૃષભ નાનપણના મિત્રો હતા. આ ત્રણેય એક જ સ્કુલમાં એક જ કલાસમાં ભણતા હતા. જો કે સમય જતા ગૌરવ અને યામીની વચ્ચે પણ પ્રેમ સબંધ બંધાતા બંનેએ એકબીજાની બહુ જ નજીક આવ્યા હતા. પીડિત યુવતીને તાજેતરમાં જ યામીની અને ગૌરવના સબંધની જાણ થઇ હતી. જેથી બંને વચ્ચે ઝઘડો પણ થયો હતો. પીડિત યુવતીએ નોંધાવેલી પોલીસ ફરિયાદમાં પણ એવો ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે, યામિનીની સંમતિથી ગૌરવ અને યામિની વચ્ચે સંબંધો હતા અને આ બાબતની જાણ મને ખુદ ગૌરવે કરી હતી. આ કેસમાં પહેલી ધરપકડ પોલીસે યામિનીની કરી છે.

7 ડીસીપી આર.જે. પારઘીના જણાવ્યા મુજબ.

ઝોન-7 ડીસીપી આર.જે. પારઘીએ કહ્યું કે, વૃષભ મારુ, યામિની નાયર, ગૌરવ મહાવિર દાલમિયા, રાહુલ સહિત બે યુવતીઓ સામે ગુનો નોંધાયો છે. હાલ પોલીસે જ્યાં યુવતીનું અપહરણ થયું હતું ત્યાં ઝાંસીની રાણીના પૂતળા પાસે અને જ્યાં તેને લઇ જવાઈ ઇસનપુર અને મણીનગર તે સ્થળોના સીસીટીવીની તપાસ શરુ કરાઈ છે. યુવતી પર કરવામાં આવેલાં ગેંગરેપ મામલે પોલિસે કેટલાક ચોંકાવનારા મેસેજ કબજે કર્યાં છે.આ મેસેજ પરથી જાણવા મળે છે કે પીડીત યુવતીને આરોપી યુવકોએ કેટલી હદે માનસિક રીતે ટોર્ચર કરી હશે.

કોમ્પ્યુટર ક્લાસમાં મિત્રા ફેરવાઈ પ્રેમમાં.

અમદાવાદના મણીનગરમાં આવેલ ઘોડાસર સ્મૃતિમંદિર ઉપર આવેલી નિગમ સોસાયટીમાં રહેતા ગૌરવ અને પીડિત યુવતી એક વર્ષ પહેલા એક જ કોમ્પ્યુટર કલાસીસમાં જતા હતા. ત્યાં બંને વચ્ચે મુલાકાત થઇ હતી. થોડા સમય બાદ બંને વચ્ચેની ગાઢ મિત્રતા પ્રેમમાં પરિણમી હતી. ગૌરવ એક ખાનગી કંપનીમાં નોકરી કરે છે. ગૌરવ યામિની સાથે પણ તેના સંબધ હોવાની જાણ પીડિત યુવતીને થઇ જતા બંને વચ્ચે ઝઘડો થયો હતો.

મણિનગરના ઇસનપુર જયમાલા આકાંક્ષા ફ્લેટમાં રહેતો વૃષભ મારુ એક ખાનગી કંપનીમાં કામ કરે છે. ગૌરવ, વૃષભ અને યામિની નાનપણના મિત્રો હતાં અને સાથે જ અભ્યાસ કરતા હતાં. ભણવાનું પૂરું થઇ જતા બધા અલગ થઇ ગયા હતાં. એક વર્ષ પહેલા યામિની તેની મિત્ર સાથે બહાર ફરવા ગઈ હતી ત્યાં  વૃષભ મળ્યો હતો. પીડિત યુવતીનું કહેવું છે કે પૈસા પડાવવામાં વૃષભનો મહત્વનો રોલ છે.

વૃષભે કહ્યું, પૈસા આપ અથવા મારી સાથે એક રાત રોકાવા આવ .

યુવતી પર આવેલાં આ મેસેજનો સ્ક્રીન શોટમાં જેમાં વૃષભ મારૂ લખે  છે કે

સેક્સી ગર્લ હેડ સો ફન કમ અગેઇન ટુમોરો

કિસીકો બતાને કા નતીજા ક્યા હોગા..યામીની ઓલ રેડી ટોલ્ડ યુ..

કમ ટુમોરો વીથ મી..આઇ વીલ બ્રીંગ યુ ટુ હોટલ ફોર સમ રીયલ ફન..

નો પ્રોબ્લેમ આઇ વીલ કીલ યુ મિ…(ગાળ) દાલમિયા એન્ડ લીક યોર વીડીયો

વૃષભ મારૂની આ ધમકીની સામે પીડીત યુવતીના કરગરતા મેસેજ જોવા  મળે છે..જેમાં તે લખે છે કે

મારી પાસે પૈસા નથી..આઇ ડોન્ટ હેવ..

પૈસે દે દુંગી ..કબ ઓર કહાં..

જેની સામે વૃષભ મારૂ ધમકી આપે છે કે તેણે 50 હજાર ચૂકવી આપવાં અથવા એક રાત્રિ ગાળવી અને આમ કરવામાં નહીં આવે તો તે ગૌરવ દાલમિયાને મારી નાંખશે. પીડીત યુવતીને રૂષભ મારૂ સિવાય યામીની નાયર નામની યુવતી પણ ધમકીઓ આપી રહી છે.જેમાં યામીની પીડીત યુવતીને મેસેજમાં કહે છે કે જો તેના મિત્રોની મદદ લેવાનું બંધ નહીં કરે તો તે તેના વીડીયો લીક કરી દેશે.

પીડિત યુવતીને મિડીયાની નજરથી બચાવીને સેટેલાઈટ પોલીસ સ્ટેશનની બહાર લઇ જવા માટે પોલીસ ઈન્સ્પેક્ટરની ચેમ્બરમાં ખાનગી ડ્રેસમાં 2 મહિલા પોલીસ કર્મચારીને બોલાવવામાં આવી હતી. પીડિત યુવતી અને બંને મહિલા પોલીસને મોઢા ઉપર દુપટ્ટા બાંધીને પોલીસ સ્ટેશનના પાછલા દરવાજેથી લઇ જવાયા હતા.