Ahmedabad News: શહેરના પૂર્વ વિસ્તારમાં આવેલા Krishnanagar વિસ્તારમાં વધુ એકવાર જાહેર પરિવહનની સુરક્ષા મુદ્દે ગંભીર સવાલો ઊભા થયા છે. પૂરપાટ ઝડપે દોડતી AMTS બસના અકસ્માતે (AMTS bus accident) સ્થાનિકોમાં ભય અને રોષ બંને ફેલાવ્યો છે.
AMTS bus accident: બળદગાડાને ટક્કર, વૃદ્ધ અને પશુ બંને ઘાયલ
ઘટના સરદાર ચોકથી વિજય પાર્ક તરફ જતાં માર્ગ પર બની હતી. પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા મુજબ બસ ખૂબ જ ઝડપી ગતિમાં હતી અને ચાલકે સ્ટેરિંગ પરનો કાબૂ ગુમાવ્યો હતો. ટક્કર એટલી જોરદાર હતી કે,બળદગાડું ચલાવતા વૃદ્ધને ગંભીર ઈજાઓ પહોંચી,ગાડા સાથે જોડાયેલા બળદને પણ ઈજા થઈ.બંનેને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા.આ ઘટનાએ માનવીય સુરક્ષા સાથે સાથે અબોલ પશુઓની સુરક્ષા મુદ્દે પણ ચર્ચા જગાવી છે.
લોકોનો રોષ ફાટી નીકળ્યો, બસમાં તોડફોડ
અકસ્માત (AMTS bus accident) બાદ ઘટનાસ્થળે લોકોનું મોટું ટોળું ભેગું થયું હતું. છેલ્લા કેટલાક સમયથી વધતા અકસ્માતોને લઈને સ્થાનિકોમાં ભારે અસંતોષ હતો. લોકો દ્વારા AMTS બસમાં તોડફોડ કરવામાં આવી.પરિસ્થિતિ બેકાબૂ બનતા બસ ચાલક સ્થળ પરથી ફરાર થયો હતો.Krishnanagar Police તાત્કાલિક પહોંચી સ્થિતિ કાબૂમાં લીધી. પોલીસે ટોળાને શાંત પાડી મામલો થાળે પાડવાનો પ્રયાસ કર્યો.

CCTVમાં કેદ આખી ઘટના
પોલીસ તપાસ દરમિયાન સામે આવ્યું છે કે સમગ્ર અકસ્માત (AMTS bus accident) નજીકના CCTV કેમેરામાં કેદ થયો છે.ફૂટેજમાં બસની બેદરકારી સ્પષ્ટ દેખાય છે,પોલીસે ફૂટેજ કબજે કરીને તપાસ શરૂ કરી છે.બસ ચાલક સામે ગુનો નોંધવાની પ્રક્રિયા ચાલુ સાથે સાથે તોડફોડ કરનાર તત્વો સામે પણ કાર્યવાહી શક્ય.
સુરક્ષા વ્યવસ્થાને લઈને ફરી સવાલ
આ ઘટના માત્ર એક અકસ્માત નથી, પરંતુ શહેરમાં જાહેર પરિવહન વ્યવસ્થાની સલામતી અંગે ગંભીર ચિંતા વ્યક્ત કરે છે. સ્થાનિકોનો આરોપ છે કે બેદરકારીપૂર્વક વાહન હાંકવાના બનાવો વારંવાર બની રહ્યા છે, છતાં પૂરતી કાર્યવાહી થતી નથી.
આ પણ વાંચો:ખેડા-અમદાવાદ હાઈવે પર કરૂણ અકસ્માત, એક જ પરિવારના 3 સભ્યોનાં મોત
આ પણ વાંચો:અમદાવાદ સીટીએમ નજીક BRTS ટ્રેકમાં ગંભીર અકસ્માત, મોપેડ ચાલક 60 ફૂટ ઢસડાયો
આ પણ વાંચો:અમદાવાદ-મુંબઈ નેશનલ હાઈવે પર અકસ્માત: ટ્રકે બાઈકને કચડતાં 2ના મોત
