Mehsana News : મહેસાણાના નાગલપુર વિસ્તારમાં પકવાન હોટલ સામે વહેલી સવારે ફાયરિંગ (Mehsana Firing)ની ઘટના બનતા ચકચાર મચી ગઈ હતી.. પ્રાથમિક માહિતી મુજબ સ્કોર્પિયો સવાર ઈસમોએ હોટલ બહાર ઉભેલી કારને ટક્કર મારી હતી અને ત્યારબાદ ફાયરિંગ કર્યું હતું.
મળતી માહિતી પ્રમાણે, નાગલપુર (Nagalpur) સ્થિત પકવાન હોટલ (Pakwan Hotel)ની બહાર એક કાર ઊભી હતી. આ દરમિયાન સ્કોર્પિયો કારમાં આવેલા કેટલાક ઈસમોએ આ કારને ટક્કર મારી હતી. ટક્કર બાદ મામલો ઉગ્ર બન્યો અને અજાણ્યા ઈસમોએ ફાયરિંગ કર્યું હોવાની માહિતી સામે આવી છે.
કારને ટક્કર બાદ અચાનક ફાયરિંગ
ઘટનામાં ભાવેશ ઝીલિયા નામના વ્યક્તિને નિશાન બનાવીને ફાયરિંગ કરવામાં આવ્યું હોવાની પ્રાથમિક માહિતી મળી રહી છે. જોકે ફાયરિંગ પાછળનું ચોક્કસ કારણ શું હતું અને ઘટનામાં કોઈ વ્યક્તિને ઈજા થઈ છે કે કેમ તે અંગે પોલીસ તપાસ બાદ જ સ્પષ્ટતા થશે.
ફાયરિંગની ઘટના બાદ વિસ્તારમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો. ઘટનાની જાણ થતાં પોલીસનો કાફલો (Police Team) તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચ્યો હતો.
ભાવેશ ઝીલિયા પર ફાયરિંગની પ્રાથમિક માહિતી
પ્રાથમિક વિગતો મુજબ ફાયરિંગ (Firing Incident)ની ઘટનામાં ભાવેશ ઝીલિયા પર હુમલો કરવામાં આવ્યો હોવાની શક્યતા છે. જોકે પોલીસે હજુ સુધી ઘટનાને લઈને સત્તાવાર રીતે તમામ વિગતો જાહેર કરી નથી.

પોલીસે ઘટનાસ્થળની તપાસ શરૂ કરી છે અને આસપાસના CCTV કેમેરાના ફૂટેજ પણ તપાસવામાં આવી રહ્યા હોવાની શક્યતા છે. ફાયરિંગમાં વપરાયેલા હથિયાર અને હુમલાખોરોની ઓળખ મેળવવા માટે તપાસ આગળ વધારવામાં આવી રહી છે.
એસપી સહિત પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો

ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને મહેસાણા પોલીસ (Mehsana Police)ના ઉચ્ચ અધિકારીઓ પણ સ્થળ પર પહોંચ્યા હતા. એસપી અને ડીવાયએસપી સહિતના અધિકારીઓએ ઘટનાની માહિતી મેળવી તપાસ શરૂ કરી છે.
હાલમાં પોલીસ દ્વારા આરોપીઓૃની ઓળખ અને ઘટનાનું ચોક્કસ કારણ જાણવા માટે તપાસ (Police Investigation)હાથ ધરવામાં આવી છે. સ્કોર્પિયો સવાર ઈસમો કોણ હતા, તેઓ ક્યાંથી આવ્યા હતા અને ફાયરિંગ બાદ ક્યાં ફરાર થયા તે સહિતના મુદ્દે તપાસ ચાલી રહી છે.
પોલીસ તપાસ પૂર્ણ થયા બાદ જ ફાયરિંગની ઘટનાની સંપૂર્ણ હકીકત અને આરોપીઓ અંગે વધુ માહિતી સામે આવશે.
