Gir Somnath News/ ઉનામાં માછીમાર પાંચ દિવસથી લાપતા, શોધખોળ છતાં કોઈ પત્તો નહીં

દરિયામાં લાપતા થયેલા માછીમાર (Fisherman Missing)ની શોધ માટે જરૂરી કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે

Gujarat Others
ગીર સોમનાથ (Gir Somnath)જિલ્લાના ઉના પંથકમાં કાજરડી ગામના 35 વર્ષીય માછીમાર દેવશી મકવાણા પાંચ દિવસથી (Fisherman Missing)લાપતા છે

Gir Somnath News : ગીર સોમનાથ (Gir Somnath)જિલ્લાના ઉના પંથકમાં કાજરડી ગામના 35 વર્ષીય માછીમાર દેવશી મકવાણા પાંચ દિવસથી (Fisherman Missing)લાપતા છે. માછીમારી માટે દરિયામાં ગયેલા દેવશી વણાકબારાથી આશરે 11 નોટિકલ માઈલ દૂરથી ગુમ થયા હોવાની માહિતી છે. તેઓ બોટમાંથી દરિયામાં પડી ગયા હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે.

માછીમાર લાપતા (Missing Fisherman) થતાં પરિવારની ચિંતા વધી

મળતી માહિતી મુજબ કાજરડી ગામના દેવશી મકવાણા માછીમારી માટે દરિયામાં ગયા હતા. દરમિયાન વણાકબારાથી લગભગ 11 નોટિકલ માઈલ દૂર તેઓ બોટમાં (Fishing Boat)થી ગુમ થયા હોવાનું સામે આવ્યું છે. ઘટનાને પાંચ દિવસ વીતી જવા છતાં હજુ સુધી તેમનો કોઈ પત્તો મળ્યો નથી.

દેવશી દરિયામાં પડ્યા હોવાની આશંકા વચ્ચે સાથી માછીમારો દ્વારા સતત ત્રણ દિવસ સુધી શોધખોળ કરવામાં આવી હતી. જોકે, ભારે શોધખોળ છતાં લાપતા માછીમાર અંગે કોઈ સુરાગ મળ્યો નથી.

પોલીસ અને ફિશરીઝ વિભાગને જાણ

ઘટનાની જાણ પોલીસ તેમજ ફિશરીઝ વિભાગને કરવામાં આવી છે. દરિયામાં લાપતા થયેલા માછીમાર (Fisherman Missing)ની શોધ માટે જરૂરી કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. પરિવારજનો દ્વારા દેવશી મકવાણાને વહેલી તકે શોધી કાઢવા માટે તંત્ર સમક્ષ માંગ કરવામાં આવી છે.

પાંચ દિવસથી પરિવારજનોની ચિંતા યથાવત

દેવશી મકવાણા પાંચ દિવસથી ઘરે પરત ન ફરતા પરિવારજનોમાં ભારે ચિંતા જોવા મળી રહી છે. માછીમાર ગુમ થવાની ઘટના (Fisherman Missing Case)ને પગલે પરિવાર પર આભ તૂટી પડ્યું છે. પરિવારજનો તંત્ર દ્વારા દરિયામાં વધુ સઘન શોધખોળ કરવામાં આવે તેવી માંગ કરી રહ્યા છે.

ઘટનાને લઈને સ્થાનિક સ્તરે પણ ચિંતા ફેલાઈ છે. હવે તંત્ર દ્વારા લાપતા માછીમારની શોધખોળ (Search Operation)માં વધુ ઝડપ લાવવામાં આવે તેવી પરિવાર અને સ્થાનિકોની અપેક્ષા છે.

લાપતા માછીમારની શોધ ચાલુ

દેવશી મકવાણા કઈ પરિસ્થિતિમાં ગુમ થયા અને તેઓ દરિયામાં પડ્યા હતા કે અન્ય કોઈ કારણસર લાપતા થયા તે અંગેની ચોક્કસ માહિતી હજુ સામે આવી નથી. હાલ પોલીસ અને સંબંધિત વિભાગ દ્વારા ઘટનાની તપાસ સાથે માછીમારને શોધવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.

પરિવારજનોની મુખ્ય માંગ છે કે દેવશી મકવાણાને શોધવા (Search Operation)માટે દરિયામાં વ્યાપક સર્ચ કરવામાં આવે અને તેમને વહેલી તકે શોધી કાઢવામાં આવે.


આ પણ વાંચો : નવસારીના ધોલાઈ બંદર નજીક મધદરિયે ફિશિંગ બોટ ફસાઈ: 9 માછીમારોના જીવ જોખમમાં, હેલિકોપ્ટરથી રેસ્ક્યૂ ઓપરેશન

આ પણ વાંચો : હવામાન વિભાગનું એલર્ટ: ગુજરાતના આ જિલ્લાઓમાં પડશે વરસાદ, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના

આ પણ વાંચો : ગુજરાતના માછીમારોના હિતમાં મુખ્યમંત્રીનો મહત્વપૂર્ણ નિર્ણય