Gujarat News : ગુજરાતમાં કાયદો અને વ્યવસ્થા મજબુત થાય ઉપરાંત લોકોમાં સુરક્ષા અને સલામતી અનુભવાય તે માટે અસામાજિક તત્વો વિરૂધ્ધ 100 કલાકમાં કડક કાર્યવાહી કરવા સુચના આપવામાં આવી છે. જેને આધારે સ્ટેટ મોનીટરીંગ સેલ (SMC)ના વડા નિર્લિપ્ત રોય તથા DYSP કે.ટી.કામરીયાના માર્ગદર્શન હેઠળ રાજ્યમાં ચાલતા દારૂ જુગાર, ખનીજ કેમિકલની ચોરીની અસામાજિક પ્રવૃતિ સાથે સંકળાયેલા 24 શખ્સોનું લિસ્ટ તૈયાર કરવામાં આવ્યું હતું. તેમના ગેરકાયદે બાંધકામ, દબાણ વગેરે સંબંધે કાર્.વાહી કરવા SMCની અલગ અલગ 15 ટીમોને કામ સોંપવામાં આવ્યું હતું.
જેમાં 15 અસામાજિક તત્વો દ્વારા કરાયેલ કુલ 19 ગેરકાયદે મિલકતો અને દબાણ મળી આવ્યા હતા.જેમાં અમદાવાદના જુગારી ગિરીશ ઉર્ફે ટોમી પી.પટેલની સિંધુભવન રોડ પર ગ્રીન ફિલ્ડ સોસાયટીમાં ગેરકાયદે બાંધકામ તથા ઉંઝામાં રાધે કૃષ્ણ ચોકડી ખાતે ગેરકાયદે બાંધકામ કર્યું હોવાનું જણાયું હતું. ભરૂચના બુટલેગર નયન ઉર્ફે બોબડી કે.કાયસ્થનું ભરૂચમાં રવીપુજન બંગ્લોઝમાં મંજુરી વગર ગેરકાયદે બાંધકામ બહાર આવ્યું છે. અમદાવાદના બુટલેગર લક્ષ્મણસિંહ ઉર્ફે ક્રિશ્ના જી.રાઠોડ સરખેજ અમદાવાદમાં શંકરપુરા ઓવરબ્રિજ પાસે સરકારી જમીનમાં પાકુ મકાન ગેરકાયદે બાંધ્યું હોવાનું જમાયું હતું.
અમદાવાદના બુટલેગર રાજુ ઉર્ફે ગેન્ડી આર.ક્રિશ્નાની સરદારનગરમાં સિંધી કોલોની તથા પાણીની ટાંકી પાસે બે ગેરકાયદે મકાન સહિત 3 મકાન હોવાનું જણાયું હતું. અમદાવાદના જુગારી ગોવિંદ ઉર્ફે ગામો ખોડીદાસ પટેલ દરિયાપુરના મનપસંદ જીમખાના મિલકતના ગ્રાઉન્ડ ફ્લોરમાં દેરકાયદે બાંધકામ ધરાવતો હોવાનું જણાયું હતું. કચ્છના બુટલેગર અશોકસિંગ ઉર્ફે મામા બાલુભા જાડેજા ઉચાઉમાં દરબારગઢ ખાતે સરકારી જમીન પર દબાણ કરેલું હોવાનું બહાર આવ્યું છે. કટ્છના જ બુટલેગર પુના બી.ભરવાડે રાપરમાં બે માળના બંગલામાં ફેરફાર કરીને સરકારી જમીન પર દબાણ કરેલું છે. સુરેન્દ્નગરના કેમિકલ ચોરી કરતા રવિરાજ બી.પટગીરે નેશનલ હાઈવે પર પતરાના શેડનો ગેરકાયદે ઢાંચો ઉભો કર્યો હોવાનું બહાર આવ્યું છે.
રાજકોટના બુટલેગર અલ્તાફ ઉર્ફે છઆંગળી હનીફભાઈ થઈમે થોરાળા રોડ ભાવનગર રોડ રાજકોટમાં મકાનમાં ગેરકાયદે બાંધકામ કર્યું હોવાનું જણાયું છે. સુરતના રામવરણ ઉર્ફે મુન્નો લંગડો લક્ષ્મીનારાયણે સુરતમાં બીયુ પરમિશન વગર ગેરકાયદે બાંધકામ કરેલું છે. સુરતના મહંમદ સલીમ ઉર્ફે ફુૂટવાલાએ સુરતના ગોપીપુરામાં મકાનમાં ગેરકાયદે બાંધકામ કરેલું છે. સુરતના જ બુટલેગર મહંમદ ફિરોઝ ઉર્ફે ફ્રુટવાલાએ સુરતના ગોપીપુરામાં ગેરકાયદે બાંધકામ કરેલું છે. જ્યારે જુનાદઢના બુટલેગર ધિરેન એ.કારીયાએ ખામધ્રોળ ગામમાં ગેરકાયદે કારખાનાનો શેડ બનાવ્યો હોવાનું બહાર આવ્યું છે.
આમ આ તમામ શખ્સોના ગેરકાયદે બાંધકામ કે દબાણ દુર કરવા જે તે મ્યુનિસિપલ કમિશનરોને આધાર પુરાવા સાથેની દરખાસ્ત કરવામાં આવી છે.
આ પણ વાંચો:હવે પેસેન્જર ટ્રેનો પણ બની સુપરફાસ્ટ, દેશભરમાં દોડશે 3 હજાર વંદે ભારત મેટ્રો, ગુજરાતથી થશે પ્રારંભ
આ પણ વાંચો:ગુજરાતમાં દોડશે દેશની પહેલી વંદે ભારત મેટ્રો, પહેલી ટ્રેન પહોંચી સાબરમતી, જાણો શું છે તૈયારીઓ
આ પણ વાંચો:મેટ્રોના વિસ્તરણ માટે ગુજરાત સરકારે કેન્દ્રને 25,000 કરોડથી વધુ રકમનો મોકલ્યો પ્લાન
