Gujarat Weather Update/ હવામાન વિભાગનું એલર્ટ: ગુજરાતના આ જિલ્લાઓમાં પડશે વરસાદ, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના

Gujarat Weather: 8-9 ઓગસ્ટે ઉત્તર ગુજરાતમાં વરસાદનું જોર વધશે, અનેક જિલ્લામાં આગાહી

Top Stories Gujarat
Gujarat Weather Update

Gujarat Weather Update: હવામાન વિભાગની નવી આગાહી મુજબ રાજ્યમાં આગામી દિવસોમાં વરસાદી માહોલ યથાવત રહેવાની શક્યતા છે. મોન્સૂન ટ્રફ અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થતા ગુજરાતના વિવિધ વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદી ઝાપટાં પડી શકે છે. જોકે હાલ રાજ્યમાં ભારે વરસાદની શક્યતા ઓછી હોવાનું હવામાન વિભાગે જણાવ્યું છે.

દક્ષિણ ગુજરાતના સુરત, નવસારી, વલસાડ અને ડાંગ ઉપરાંત મધ્ય ગુજરાત, ઉત્તર ગુજરાત તેમજ સૌરાષ્ટ્ર-કચ્છના કેટલાક વિસ્તારોમાં વરસાદ થવાની સંભાવના છે. અમદાવાદ અને આસપાસના વિસ્તારોમાં પણ હળવો વરસાદ પડી શકે છે.

હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે રાજ્યમાં દક્ષિણ-પશ્ચિમ પવનો સક્રિય થયા છે, જેના કારણે વાતાવરણમાં ભેજનું પ્રમાણ વધશે. આથી લોકોને દિવસ દરમિયાન ભારે બફારો અને ઉકળાટનો અનુભવ થઈ શકે છે. સાથે જ કેટલાક વિસ્તારોમાં 30 થી 50 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની શક્યતા હોવાથી માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે.

ઉત્તર ગુજરાતમાં વરસાદનું જોર વધવાની શક્યતા

હવામાન વિભાગની આગાહી અનુસાર 8 અને 9 ઓગસ્ટ દરમિયાન ઉત્તર ગુજરાતમાં વરસાદનું પ્રમાણ વધી શકે છે. શનિવારે સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લામાં કેટલાક સ્થળોએ ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.

આ ઉપરાંત બનાસકાંઠા, વાવ-થરાદ, પાટણ, મહેસાણા, ગાંધીનગર, અમદાવાદ, ખેડા, આણંદ, પંચમહાલ, દાહોદ અને મહીસાગર સહિતના વિસ્તારોમાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે. દક્ષિણ ગુજરાતના વડોદરા, સુરત, નવસારી, વલસાડ તેમજ સૌરાષ્ટ્ર અને કચ્છના વિવિધ જિલ્લાઓમાં પણ વરસાદી ઝાપટાં પડી શકે છે.

રવિવારે બનાસકાંઠા, વાવ-થરાદ, સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લામાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. રાજ્યના અન્ય વિસ્તારોમાં સામાન્ય વરસાદી સ્થિતિ રહેવાની શક્યતા હવામાન વિભાગે વ્યક્ત કરી છે.


આ પણ વાંચો: ખારાઘોડામાં 21 ઇંચ વરસાદે ધોઈ નાખ્યું 20% મીઠું, વેપારીઓને મોટું નુકસાન

આ પણ વાંચો: પાટણ નગરપાલિકાની બેદરકારીનો ખુલાસો: બંધ STP પ્લાન્ટના નામે કરોડોના બિલ ચૂકવાયા, GPCB તપાસમાં પોલ ખુલ્લી

આ પણ વાંચો: ગુજરાતમાં ફરી વરસાદી માહોલ: 8 અને 9 ઓગસ્ટે ભારે વરસાદની આગાહી, અનેક જિલ્લામાં યલો એલર્ટ