અમદાવાદ,
અમદાવાદના નવરંગપુરા સરદાર પટેલ સ્ટેડિયમ ખાતે રાષ્ટ્રીય 45મુ જવાહરલાલ નહેરુ રાષ્ટ્રીય ગણિત વિજ્ઞાન પર્યાવરણ પ્રદર્શન 2018નું આયોજન કરવામાં આવ્યુ હતું. ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી દ્વારા શુભારંભ કરાવ્યુ.
આ પ્રદર્શનમાં ભુપેન્દ્રસિંહ ચુડાસમા, વિભાવરીબેન દવે, ડો. કિરીટભાઈ સોલંકી, મેયર બીજલબેન પટેલ, કોર્પોરેશન કમીશનર વીજય નહેરા સહીતના મહાનુભાવો હાજર રહ્યા હતા.
સી.એમ વિજય રુપાણી દ્વારા ગણિત તથા વિજ્ઞાન મેળાને ખુલ્લુ મુકાયુ હતુ. વિજય રુપાણીએ ગણીત વિજ્ઞાન મેળાનુ નીરિક્ષણ કર્યુ. 22 રાજ્યોમાંથી સ્કુલના વિદ્યાર્થીઓ મોટી સંખ્યામા આવ્યા. ભૂપેન્દ્રસિંહ ચૂડાસમાએ સંબોધન કર્યુ. ત્યારે સીએમએ કોંગ્રેસ પર પ્રહારો કર્યા હતા.
