Morbi News/ મોરબીના જેતપરમાં 90 દિવસથી ખેડૂતોનો સત્યાગ્રહ, મહારાષ્ટ્રના નેતાઓ જોડાયા

મોરબીના જેતપરમાં ખાનગી વીજ કંપનીના વીજ પોલ માટે યોગ્ય વળતરની માગ સાથે ખેડૂતોનો સત્યાગ્રહ 90માં દિવસે પણ યથાવત છે. મહારાષ્ટ્રના ખેડૂત નેતાઓ જોડાતા આંદોલન (Jetpar Farmers Protest)ને રાષ્ટ્રીય સ્તરે લઈ જવાની ચીમકી આપવામાં આવી છે.

Top Stories Gujarat Others Breaking News
Jetpar Farmers Protest: ‘જમીન અમારી તો કિંમત પણ અમે નક્કી કરીશું’, જેતપરના ખેડૂતોની સરકારને ચીમકી

Morbi News: મોરબી જિલ્લાના જેતપર ગામ (Jetpar Farmers Protest) માં ખાનગી વીજ કંપનીના વીજ પોલ માટે જમીનના યોગ્ય વળતરની માગ સાથે ખેડૂતો દ્વારા શરૂ કરવામાં આવેલો સત્યાગ્રહ 90માં દિવસે પણ યથાવત છે. સરકાર સાથે અનેક તબક્કે ચર્ચા થયા બાદ કેટલીક માંગણીઓ સ્વીકારવામાં આવી હોવા છતાં મુખ્ય મુદ્દાનો ઉકેલ ન આવ્યો હોવાનો ખેડૂતોનો દાવો છે.

આંદોલન (Jetpar Farmers Protest)ને હવે ગુજરાતની બહારથી પણ સમર્થન મળવાનું શરૂ થયું છે. મહારાષ્ટ્રના ખેડૂત નેતાઓ જેતપરની સત્યાગ્રહ છાવણીમાં પહોંચ્યા હતા અને ખેડૂતોની માગણીઓને સમર્થન જાહેર કર્યું હતું. જેના કારણે સ્થાનિક સ્તરે ચાલી રહેલું આંદોલન હવે વધુ વ્યાપક બનવાની શક્યતા જોવા મળી રહી છે.

Jetpar Farmers Protes: 90 દિવસથી ખેડૂતોનો સત્યાગ્રહ

જેતપરના ખેડૂતો ખાનગી વીજ કંપનીના વીજ પોલ માટે ખેતરોમાં જમીનના ઉપયોગ સામે યોગ્ય અને પૂરતા વળતરની માગ કરી રહ્યા છે. ખેડૂતોનું કહેવું છે કે તેમની જમીનનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે ત્યારે તેમને યોગ્ય વળતર મળવું જોઈએ.આ મુદ્દે ખેડૂતો અને સરકાર વચ્ચે અગાઉ પણ ચર્ચાઓ થઈ છે. ખેડૂતોના જણાવ્યા મુજબ, કેટલીક માગણીઓ અંગે સરકાર તરફથી હકારાત્મક નિર્ણય લેવામાં આવ્યો છે, પરંતુ વીજ પોલ માટે જમીનના વળતરનો મુખ્ય પ્રશ્ન હજુ ઉકેલાયો નથી.

‘જમીન ખેડૂતોની તો કિંમત પણ ખેડૂતો નક્કી કરશે’

જેતપરના આંદોલન (Jetpar Farmers Protest)ને સમર્થન આપવા મહારાષ્ટ્ર ખેડૂત સંગઠનના અધ્યક્ષ રઘુનાથ પાટીલ સત્યાગ્રહ છાવણીમાં પહોંચ્યા હતા. તેમણે ખેડૂતો સાથે મુલાકાત કરી તેમની રજૂઆતો સાંભળી હતી. રઘુનાથ પાટીલે સરકાર સામે આક્રમક વલણ અપનાવતા જણાવ્યું હતું કે જમીન ખેડૂતોની છે અને તેની કિંમત નક્કી કરવાનો અધિકાર પણ ખેડૂતોને મળવો જોઈએ. યોગ્ય વળતર ન મળે ત્યાં સુધી ખેતરોમાં વીજ પોલ નાખવાની કામગીરી સામે વિરોધ ચાલુ રાખવાની વાત તેમણે કરી હતી.તેમણે વધુમાં ચીમકી આપી હતી કે જો ખેડૂતોની માગણીઓનું નિરાકરણ નહીં આવે તો આંદોલન (Jetpar Farmers Protest) ને રાષ્ટ્રીય સ્તરે લઈ જવામાં આવશે. દેશના અન્ય વિસ્તારોમાં પણ ખેડૂતો વિવિધ પ્રશ્નોને લઈને સંઘર્ષ કરી રહ્યા હોવાનો તેમણે ઉલ્લેખ કર્યો હતો.

‘માગણીઓ નહીં સ્વીકારાય તો આંદોલન ઉગ્ર બનશે’

જેતપર ખેડૂત આંદોલન સમિતિના આગેવાન નેહુલ અમૃતિયાએ પણ સરકારને ચેતવણી આપી છે. તેમના જણાવ્યા મુજબ, ખેડૂતોની માગણીઓનો યોગ્ય ઉકેલ નહીં આવે તો આગામી દિવસોમાં આંદોલન (Jetpar Farmers Protest)ને વધુ ઉગ્ર બનાવવામાં આવશે.આંદોલન (Jetpar Farmers Protest)ને યુવા વર્ગ સાથે જોડવાની દિશામાં પણ તૈયારી ચાલી રહી હોવાનો તેમણે દાવો કર્યો છે. તેમના જણાવ્યા મુજબ, ‘ફાર્મર જન-ઝી’ પ્રકારના આંદોલનને આગળ વધારવાની તૈયારી કરવામાં આવી રહી છે.

મહારાષ્ટ્રના નેતાઓ જોડાતા આંદોલનને નવો વેગ

જેતપરના ખેડૂતોના આંદોલન (Jetpar Farmers Protest)માં મહારાષ્ટ્રના ખેડૂત નેતાઓની હાજરીને મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે. અત્યાર સુધી સ્થાનિક સ્તરે ચાલતો સત્યાગ્રહ હવે અન્ય રાજ્યના ખેડૂત સંગઠનોનું સમર્થન મેળવવા લાગ્યો છે.ખેડૂતોનો દાવો છે કે જ્યાં સુધી વીજ પોલ માટે જમીનના યોગ્ય વળતરનો પ્રશ્ન ઉકેલાતો નથી ત્યાં સુધી તેમનો વિરોધ ચાલુ રહેશે.

હવે સરકારની આગામી કાર્યવાહી પર નજર

90 દિવસથી ચાલી રહેલા સત્યાગ્રહ, ખેડૂતોની અડગ માગણીઓ અને અન્ય રાજ્યોમાંથી મળતા સમર્થનને કારણે જેતપરનું આંદોલન હવે માત્ર સ્થાનિક મુદ્દો રહ્યું નથી. આગામી દિવસોમાં સરકાર ખેડૂતો સાથે વધુ ચર્ચા કરે છે કે આંદોલન (Jetpar Farmers Protest)ને વધુ વ્યાપક બનતા રોકવા માટે કોઈ નવો નિર્ણય લે છે, તેના પર સૌની નજર રહેશે.


આ પણ વાંચો:જેતપર ખેડૂત આંદોલન પાર્ટ-3 શરૂ: 12 જિલ્લાના ખેડૂતો એક મંચ પર, 2027ની ચૂંટણીને લઈને સરકારને ચીમકી

આ પણ વાંચો:Jetpar Farmers Protes : સરકારના વળતર પરિપત્રની કોપી સોશિયલ મીડિયામાં પહોંચી, સંપૂર્ણ અભ્યાસ બાદ લેવાશે અંતિમ નિર્ણય

આ પણ વાંચો:જJetpar Farmers Protesને ટંકારાના ધારાસભ્ય દુર્લભજી દેથરિયાનું સમર્થન: ખેડૂતોના વળતર મુદ્દે CM સહિત ચાર મંત્રીઓને લખ્યો પત્ર