Ahmedabad News/ અપ્રમાણસર મિલકત કેસમાં વોન્ટેડ કેતકી વ્યાસ ઝડપાઈ, ક્રાઇમ બ્રાન્ચે ACBને સોંપી

Ahmedabad News : અપ્રમાણસર મિલકતના કેસમાં વોન્ટેડ કેતકી વ્યાસ (Ketki Vyas)ને અમદાવાદ શહેર ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડી છે. શેલા વિસ્તારમાં તેની બહેનના ઘરે રહેતી હોવાની માહિતીના આધારે ક્રાઇમ બ્રાન્ચે કાર્યવાહી કરી કેતકી વ્યાસને ઝડપી લીધી હતી. ACBના કેસમાં વોન્ટેડ હતી કેતકી વ્યાસ અપ્રમાણસર મિલકતના કેસમાં કેતકી વ્યાસ વોન્ટેડ હોવાનું સામે આવ્યું હતું. લાંબા સમયથી તપાસ […]

Gujarat Ahmedabad Breaking News
અપ્રમાણસર મિલકતના કેસમાં વોન્ટેડ કેતકી વ્યાસ (Ketki Vyas)ને અમદાવાદ શહેર ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડી છે

Ahmedabad News : અપ્રમાણસર મિલકતના કેસમાં વોન્ટેડ કેતકી વ્યાસ (Ketki Vyas)ને અમદાવાદ શહેર ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડી છે. શેલા વિસ્તારમાં તેની બહેનના ઘરે રહેતી હોવાની માહિતીના આધારે ક્રાઇમ બ્રાન્ચે કાર્યવાહી કરી કેતકી વ્યાસને ઝડપી લીધી હતી.

ACBના કેસમાં વોન્ટેડ હતી કેતકી વ્યાસ

અપ્રમાણસર મિલકતના કેસમાં કેતકી વ્યાસ વોન્ટેડ હોવાનું સામે આવ્યું હતું. લાંબા સમયથી તપાસ એજન્સીની નજરથી દૂર રહેલી કેતકી વ્યાસ શેલા ખાતે તેની બહેનના ઘરે રહેતી હોવાની માહિતી ક્રાઇમ બ્રાન્ચને મળી હતી.

શેલામાંથી ક્રાઇમ બ્રાન્ચે ઝડપી

મળેલી માહિતીના આધારે અમદાવાદ શહેર ક્રાઇમ બ્રાન્ચની ટીમે શેલા વિસ્તારમાં કાર્યવાહી કરી હતી. તપાસ દરમિયાન કેતકી વ્યાસ મળી આવતા તેને કસ્ટડીમાં લેવામાં આવી હતી. ત્યારબાદ તેને વધુ કાર્યવાહી માટે એન્ટી કરપ્શન બ્યુરો (ACB)ને સોંપવામાં આવી છે.

ACB કચેરીએ લવાઈ

ક્રાઇમ બ્રાન્ચ દ્વારા પકડ્યા બાદ કેતકી વ્યાસને હાલ ACB કચેરી ખાતે લાવવામાં આવી છે. અહીં કેસને લગતી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે.

સત્તાવાર ધરપકડની કાર્યવાહી

ACB દ્વારા કેતકી વ્યાસની સત્તાવાર ધરપકડ સહિતની આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. અપ્રમાણસર મિલકતના કેસમાં તેની ભૂમિકા અને કેસ સંબંધિત અન્ય વિગતો અંગે પણ તપાસ આગળ વધારવામાં આવશે.


આ પણ વાંચો :  સુરત મનપાના આસિસ્ટન્ટ એન્જિનિયર સામે ACBનો કસાયો સકંજો: 69 લાખની અપ્રમાણસર મિલકતનો પર્દાફાશ

આ પણ વાંચો :  જૂનાગઢ મહાનગરપાલિકાના મેલેરિયા અધિકારી સામે અપ્રમાણસર મિલકતનો ગુનો નોંધાયો

આ પણ વાંચો :  તાપી વ્યારાના નિવૃત મદદનીશ નિયામક સામે અપ્રમાણસર મિલકતનો ગુનો દાખલ કરી ધરપકડ કરાઈ