Ahmedabad News: સુરતના એક 67 વર્ષીય ડોક્ટરને ગુજરાત હાઈકોર્ટ (Gujarat High Court)માંથી મોટો ઝટકો લાગ્યો છે. ગેરકાયદેસર ગર્ભપાત અને પુરાવાનો નાશ કરવાના આરોપસર છેલ્લા છ મહિનાથી જેલમાં રહેલા ડો. જીતેન્દ્રસિંહ રાણાની નિયમિત જામીન અરજી (Surat Doctor Bail Rejected) હાઈકોર્ટે ફગાવી દીધી છે.
આ કેસમાં સુરત ગ્રામ્યના કોસંબા પોલીસ સ્ટેશનમાં ભારતીય ન્યાય સંહિતા (BNS)ની વિવિધ કલમો તેમજ POCSO એક્ટ હેઠળ ગુનો નોંધાયો છે. હાઈકોર્ટે કેસની ગંભીરતા, કથિત પુરાવા સાથે ચેડાં અને આરોપીના અગાઉના કેસોને ધ્યાનમાં રાખીને જામીન (Surat Doctor Bail Rejected) આપવાનો ઇનકાર કર્યો છે.
21 અઠવાડિયા અને 5 દિવસના ગર્ભનો ગેરકાયદેસર ગર્ભપાત કરવાનો આરોપ
કોર્ટ સમક્ષ રજૂ થયેલી વિગતો મુજબ, પીડિતાના 21 અઠવાડિયા અને 5 દિવસના ગર્ભનો ગર્ભપાત કરવામાં આવ્યો હતો. ફરિયાદ પક્ષનો આરોપ છે કે આ ગર્ભપાત કાયદાકીય મર્યાદા કરતાં વધુ સમયગાળે કરવામાં આવ્યો હતો.
કોર્ટમાં એવી પણ રજૂઆત કરવામાં આવી હતી કે આ સમગ્ર મામલો મેડિકો-લીગલ કેસ હોવા છતાં પોલીસને જાણ કરવામાં આવી નહોતી. વધુમાં, આરોપી ડોક્ટર દ્વારા મૃત જન્મેલા ભ્રૂણનો નિકાલ કિમ નદીમાં કરાવવામાં આવ્યો હોવાનો અને હોસ્પિટલના કેટલાક મેડિકલ રેકોર્ડ તથા દસ્તાવેજો નષ્ટ કરવામાં આવ્યા હોવાનો આરોપ છે.ફરિયાદ પક્ષે દલીલ કરી હતી કે આ કાર્યવાહીથી કેસમાં મહત્વના પુરાવા, ખાસ કરીને DNA સંબંધિત પુરાવા, ઉપલબ્ધ ન રહે તેવી સ્થિતિ ઊભી થઈ હતી.
ડોક્ટર તરફથી જામીન માટે શું દલીલ કરવામાં આવી?
ડોક્ટર તરફથી હાઈકોર્ટમાં દલીલ કરવામાં આવી હતી કે તેઓ માત્ર તબીબી સેવા આપી રહ્યા હતા અને તેમની ભૂમિકા વ્યાવસાયિક સેવા પૂરતી હતી. ચાર્જશીટ પણ દાખલ થઈ ચૂકી હોવાથી હવે તેમની પાસેથી કોઈ રિકવરી બાકી નથી, તેવી રજૂઆત કરવામાં આવી હતી.બચાવ પક્ષે વધુમાં દલીલ કરી હતી કે ઘટનાના સમયે પીડિતા પુખ્ત વયની હતી અને તેના કથિત શોષણમાં ડોક્ટરની કોઈ સીધી ભૂમિકા નહોતી.
Surat Doctor Bail Rejected: સરકારનો વિરોધ: ‘પુરાવાનો નાશ કરવામાં સક્રિય ભૂમિકા’
સરકારી પક્ષે જામીન અરજી (Surat Doctor Bail Rejected)નો વિરોધ કરતાં દલીલ કરી હતી કે ડોક્ટરે સમગ્ર ગુનામાં સક્રિય ભૂમિકા ભજવી હોવાના આક્ષેપ છે. ખાસ કરીને પુરાવાનો નાશ કરવામાં મદદ કરવાના આરોપને ગંભીર ગણાવવામાં આવ્યો હતો.સરકારી વકીલે કોર્ટને એ પણ જણાવ્યું હતું કે ડોક્ટર સામે ભૂતકાળમાં મેડિકલ નેગ્લિજન્સ સંબંધિત બે કેસ નોંધાયેલા છે. જામીન (Surat Doctor Bail Rejected) મળ્યા બાદ તેઓ પુરાવા સાથે ચેડાં કરી શકે તેવી શક્યતા હોવાનું પણ દલીલ કરવામાં આવ્યું હતું.
‘માત્ર ચાર્જશીટ દાખલ થવાથી જામીનનો હક મળતો નથી’
હાઈકોર્ટે (Gujarat High Court) કેસમાં ગર્ભપાત માટે વપરાયેલી દવાઓ અને ઇન્જેક્શન સહિતની સામગ્રીને ધ્યાનમાં લીધી હતી. કોર્ટના અવલોકન મુજબ, પુરાવા અને મેડિકલ રેકોર્ડ્સના કથિત નાશને ગંભીરતાથી જોવાની જરૂર છે.
કોર્ટે નોંધ્યું કે આરોપી સામે ગુનો છુપાવવા માટે સક્રિય મદદ કરવાનો આક્ષેપ છે. માત્ર ચાર્જશીટ દાખલ થઈ ગઈ હોવાના આધારે જામીન આપવાનો હક ઊભો થતો નથી.આરોપીના ભૂતકાળના કેસો અને સમગ્ર કેસની ગંભીરતાને ધ્યાનમાં રાખીને સમાજના હિત તેમજ ન્યાયપ્રણાલી પ્રત્યે લોકોનો વિશ્વાસ જળવાઈ રહે તે દૃષ્ટિએ હાઈકોર્ટે નિયમિત જામીન (Surat Doctor Bail Rejected) આપવાનું યોગ્ય માન્યું નહોતું.
સગીરા ગુમ થયા બાદ હેબિયસ કોર્પસ અરજીથી મામલો સામે આવ્યો
આ કેસની શરૂઆત એક સગીરા ગુમ થવાના મામલાથી થઈ હતી. સગીરા ગુમ થયા બાદ તેના પિતાએ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. જોકે, સગીરા મળી ન આવતા તેના પિતા દ્વારા ગુજરાત હાઈકોર્ટમાં હેબિયસ કોર્પસ અરજી કરવામાં આવી હતી.કોર્ટના આદેશ બાદ પોલીસે સગીરાને શોધી કાઢી હતી અને તેને કોર્ટ સમક્ષ રજૂ કરી હતી. ત્યારબાદ કોર્ટ સમક્ષ પીડિતાએ પોતાની સાથે બનેલી ઘટનાની વિગતો આપી હતી.
મકાનમાલિક સામે વારંવાર શોષણનો આરોપ
કોર્ટ સમક્ષ પીડિતાએ આપેલા નિવેદન મુજબ, તેના 52 વર્ષીય મકાનમાલિક અમજદ શેખ દ્વારા તેનું વારંવાર શારીરિક શોષણ કરવામાં આવ્યું હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો હતો. આના પરિણામે તે ગર્ભવતી બની હોવાનું પીડિતાએ જણાવ્યું હતું.આ કેસમાં તેના માતા-પિતાએ મકાનમાલિક પાસેથી રૂપિયા 5 લાખ લઈને મામલો પતાવી દીધો હોવાની પણ કોર્ટ સમક્ષ રજૂઆત કરવામાં આવી હતી.
ગર્ભપાત માટે દબાણ કર્યાનો આરોપ
ફરિયાદ પક્ષની વિગતો મુજબ, પીડિતાને ગર્ભપાત કરાવવા માટે આરોપીઓ દ્વારા દબાણ કરવામાં આવ્યું હતું. ત્યારબાદ ગેરકાયદેસર ગર્ભપાત ડો. જીતેન્દ્રસિંહ રાણાના ક્લિનિકમાં કરવામાં આવ્યો હોવાનો આરોપ છે.પોલીસ તપાસ દરમિયાન સમગ્ર મામલો સામે આવ્યા બાદ અલગથી ફરિયાદ નોંધવામાં આવી હતી. તે સમયે પીડિતાને નારીગૃહમાં રાખવામાં આવી હતી.
હાલ ગુજરાત હાઈકોર્ટે ડો. જીતેન્દ્રસિંહ રાણાની નિયમિત જામીન અરજી (Surat Doctor Bail Rejected) ફગાવી દીધી છે. કેસમાં અન્ય આરોપીઓની ભૂમિકા અને સમગ્ર ઘટનાક્રમ અંગે કાયદેસરની તપાસ તથા કાર્યવાહી આગળ વધી રહી છે.
આ પણ વાંચો:દુષ્કર્મ પીડિત સગીરાને હાઇકોર્ટની મોટી રાહત! 22 અઠવાડિયાના ગર્ભપાતને મંજૂરી
આ પણ વાંચો:સગા ભાઈના દુષ્કર્મથી ગર્ભવતી બનેલી સગીરાના કેસમાં હાઈકોર્ટનો મોટો ચુકાદો
