Gujarat News/ સગા ભાઈના દુષ્કર્મથી ગર્ભવતી બનેલી સગીરાના કેસમાં હાઈકોર્ટનો મોટો ચુકાદો

ગુજરાત હાઈકોર્ટે 34 અઠવાડિયાના ગર્ભવાળી દુષ્કર્મ પીડિત સગીરા (Minor Pregnancy Case)ની ગર્ભપાત અરજી નામંજૂર કરી. મેડિકલ બોર્ડના અભિપ્રાય બાદ કોર્ટે રાજ્ય સરકારને પ્રસૂતિ, સારવાર, બાળકની સંભાળ અને દત્તક પ્રક્રિયા અંગે મહત્વના નિર્દેશ આપ્યા.

Gujarat Top Stories Others Breaking News
Minor Pregnancy Case: 34 અઠવાડિયાના ગર્ભ પર હાઈકોર્ટનો મોટો નિર્ણય

Gujarat News: ગુજરાત હાઈકોર્ટે નવસારી જિલ્લાના એક અત્યંત સંવેદનશીલ કેસમાં મહત્વપૂર્ણ નિર્ણય આપ્યો છે. 17 વર્ષની એક દુષ્કર્મ પીડિત સગીરા (Minor Pregnancy Case)એ 34 અઠવાડિયાના ગર્ભનો ગર્ભપાત કરવાની મંજૂરી માગતી અરજી કરી હતી, પરંતુ તબીબી નિષ્ણાતોના અભિપ્રાયને આધારે કોર્ટે અરજી નામંજૂર કરી છે. કોર્ટે જણાવ્યું કે આ તબક્કે ગર્ભપાત કરાવવાથી સગીરાના જીવ અને સ્વાસ્થ્યને ગંભીર જોખમ થઈ શકે છે.

આંગણવાડીમાં સ્વાસ્થ્ય તપાસ દરમિયાન સામે આવી ઘટના

આ સમગ્ર ઘટના ત્યારે સામે આવી જ્યારે સગીરા (Minor Pregnancy Case) પોતાની મોટી બહેન સાથે તેના બાળકને પોલિયોના ટીપાં પીવડાવવા આંગણવાડી કેન્દ્ર પર ગઈ હતી. ત્યાં ફરજ પર રહેલા સ્વાસ્થ્ય કર્મચારીને સગીરાની શારીરિક સ્થિતિ અંગે શંકા જતાં પ્રેગ્નન્સી ટેસ્ટ કરાવવામાં આવ્યો હતો, જેમાં ગર્ભાવસ્થા હોવાની પુષ્ટિ થઈ હતી. ત્યારબાદ તબીબી તપાસ અને સોનોગ્રાફી દરમિયાન જાણવા મળ્યું કે સગીરા (Minor Pregnancy Case) સાત મહિનાથી વધુની ગર્ભવતી હતી. આ અંગે ડૉક્ટરે કાયદેસરની કાર્યવાહી માટે પોલીસને જાણ કરી હતી.

Minor Pregnancy Case: પોલીસ તપાસમાં દુષ્કર્મનો કેસ નોંધાયો

પોલીસ તપાસ દરમિયાન પીડિતાના નિવેદનના આધારે જાણવા મળ્યું કે તેના જ સગા મોટા ભાઈએ તેની સાથે દુષ્કર્મ આચર્યું હતું. આ મામલે બીલીમોરા પોલીસ મથકે ભારતીય ન્યાય સંહિતા (BNS) તથા પોક્સો (POCSO) કાયદા હેઠળ ગુનો નોંધાયો હતો. પોલીસે આરોપીની ધરપકડ કરીને આગળની કાર્યવાહી શરૂ કરી છે.

મેડિકલ બોર્ડે ગર્ભપાતને જોખમી ગણાવ્યો

સગીરા (Minor Pregnancy Case)ની તરફથી હાઈકોર્ટમાં ગર્ભપાતની મંજૂરી માટે અરજી કરવામાં આવી હતી. કોર્ટના આદેશ બાદ સુરત સિવિલ હોસ્પિટલના મેડિકલ બોર્ડે પીડિતાની તપાસ કરી હતી.

મેડિકલ રિપોર્ટ મુજબ:

ગર્ભની અવધિ લગભગ 34 અઠવાડિયા હતી. ભ્રૂણ સંપૂર્ણ જીવંત હતું. ભ્રૂણનું વજન અંદાજે 2 કિલોથી વધુ હતું. આ તબક્કે ગર્ભપાત કરવાથી માતાના જીવ અને ભવિષ્યની પ્રજનન ક્ષમતા પર ગંભીર અસર પડી શકે તેવી શક્યતા હોવાનું તબીબોએ જણાવ્યું હતું. આ અભિપ્રાયને ધ્યાનમાં રાખીને હાઈકોર્ટે ગર્ભપાતની મંજૂરી આપી નહોતી.

કોર્ટે સરકારને અનેક મહત્વના નિર્દેશ આપ્યા

હાઈકોર્ટે રાજ્ય સરકાર અને સંબંધિત તંત્રને નીચે મુજબના નિર્દેશ આપ્યા છે:

પીડિતાની પ્રસૂતિ સુધી સુરત સિવિલ હોસ્પિટલમાં સંપૂર્ણ સારવાર અને દેખરેખ રાખવી.

માતા અને નવજાત બાળકને જરૂરી તમામ તબીબી સારવાર અને પોષણ ઉપલબ્ધ કરાવવું.

પ્રસૂતિ બાદ બાળકના આરોગ્યની યોગ્ય સંભાળ રાખવી.

બાળ કલ્યાણ સમિતિની દેખરેખ હેઠળ, પીડિતાની સંમતિ અને કાનૂની પ્રક્રિયા બાદ બાળકને માન્યતા પ્રાપ્ત દત્તક સંસ્થાને સોંપવાની કાર્યવાહી કરવી.

પ્રસૂતિ તેમજ ત્યારબાદના છ મહિના સુધીનો તમામ ખર્ચ રાજ્ય સરકાર દ્વારા ઉઠાવવો.

પીડિતાને પીડિત વળતર યોજના હેઠળ વહેલી તકે વચગાળાનું વળતર ચૂકવવું.

જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ સમગ્ર પ્રક્રિયાની દેખરેખ રાખશે.

સંવેદનશીલ કેસમાં ગોપનીયતાનું મહત્વ

આ કેસમાં પીડિતાની ઓળખ જાહેર કરવી કાયદેસર ગુનો છે. તેથી કોર્ટની કાર્યવાહીમાં પણ પીડિતાની ગોપનીયતા જાળવવા પર ભાર મૂકવામાં આવ્યો છે.


આ પણ વાંચો:આંકલાવમાં શારીરિક અસક્ષમ યુવતી સાથે પરિણીત યુવકે આચર્યું દુષ્કર્મ, ગર્ભવતી બનતા ફૂટ્યો ભાંડો

આ પણ વાંચો:વલસાડમાં દિવ્યાંગ યુવતી સાથે પડોશીએ આચર્યું દુષ્કર્મ, ગર્ભવતી થતાં ખુલ્યો કાંડ

આ પણ વાંચો:રાજકોટમાં સગીરા સાથે દુષ્કર્મ કરી ગર્ભવતી બનાવી