Ahmedabad News: અમદાવાદના જમાલપુર વિસ્તારમાંથી એક ચોંકાવનારી અને ગંભીર ઘટના સામે આવી છે. અહીં એક 8 વર્ષના માસૂમ બાળક સાથે યુવકે તકનો લાભ લઈને સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કર્યું હોવાનો કેસ નોંધાયો છે. બનાવ અંગે બાળકે પોતાના વાલીને જાણ કરતા ગાયકવાડ હવેલી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ હતી, જેના આધારે પોલીસે આરોપીની ધરપકડ કરી છે.
નમાજના બહાને મસ્જિદમાં આવ્યો યુવક
પ્રાપ્ત માહિતી અનુસાર, જમાલપુર વિસ્તારમાં આવેલી એક મસ્જિદમાં નૌમાન શેખ નામનો યુવક નમાજ અર્થે આવ્યો હતો. આ દરમિયાન કેટલાક બાળકો પણ મસ્જિદમાં હાજર હતા. આરોપીએ આ દરમિયાન એક 8 વર્ષના બાળક સાથે વાતચીત કરી અને લાલચ આપીને તેને મસ્જિદના ધાબે લઈ ગયો હતો.
મસ્જિદના ધાબે લઈ જઈ બાળક સાથે અઘોર કૃત્ય
પોલીસ ફરિયાદ મુજબ, આરોપીએ મસ્જિદના ધાબે લઈ જઈ બાળક સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કર્યું હતું. ઘટના બાદ આરોપીએ બાળકને ત્યાંથી રવાના કરી દીધો હતો. બાળક નીચે આવ્યો ત્યાર બાદ થોડા સમય પછી આરોપી પણ મસ્જિદના ધાબેથી નીચે આવ્યો હતો.

બાળકએ વાલીને જણાવ્યું, પોલીસ ફરિયાદ નોંધાઈ
ઘટનાથી ભયભીત બાળકએ સમગ્ર બનાવ અંગે તેના વાલીને જાણ કરી હતી. વાલીએ તાત્કાલિક ગાયકવાડ હવેલી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો દાખલ કરીને તપાસ શરૂ કરી હતી.
CCTV ફૂટેજમાં આરોપી દેખાયો
પોલીસ તપાસ દરમિયાન મસ્જિદમાં લાગેલા CCTV કેમેરાના ફૂટેજ મળ્યા છે, જેમાં આરોપી બાળકને સાથે લઈ જતો અને બાદમાં પરત આવતો દેખાઈ રહ્યો છે. CCTV ફૂટેજ અને બાળકના મેડિકલ રિપોર્ટના આધારે પોલીસે આરોપી નૌમાન શેખની ધરપકડ કરી છે.
પોલીસે વધુ તપાસ શરૂ કરી
પોલીસ દ્વારા આરોપી સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી રહી છે. સાથે જ સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. ઘટનાને લઈને વિસ્તારમાં ભારે રોષની લાગણી જોવા મળી રહી છે.
આ પણ વાંચો:સુરતમાં રીક્ષાચાલક સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કરનારના ત્રણની ધરપકડ
આ પણ વાંચો:પંચમહાલ: સૃષ્ટિ વિરુદ્ધના કૃત્ય બાદ વિદ્યાર્થીની હત્યા, છેલ્લા 24 કલાકમાં 3 લોકોની હત્યા
આ પણ વાંચો:સુરતના મોટા વરાછા વિસ્તારમાં શ્વાન સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય, આરોપીની કરી ધરપકડ
