World News: દક્ષિણ એશિયાની રાજનીતિમાં ફરી એકવાર હલચલ મચી છે. અમેરિકા દ્વારા જાહેર કરાયેલા એક અધિકૃત નકશાએ પાકિસ્તાનમાં કૂટ નૈતિક રાજકીય અને વર્તુળોમાં ચિંતા ફેલાવી દીધી છે. આ નકશામાં પાકિસ્તાન કબ્જાવાળો કાશ્મીર (POK) ભારત નો અવિભાજ્ય ભાગ (POK part of India) તરીકે દર્શાવવામાં આવ્યો હોવાનું સામે આવ્યું છે. આ ઘટનાને ભારત માટે કૂટ નૈતિક જીત તરીકે જોવામાં આવી રહી છે, જ્યારે પાકિસ્તાન માટે આ એક મોટો આંચકો સાબિત થયો છે.
US ટ્રેડ રિપ્રેઝેન્ટેટિવના દસ્તાવેજમાં વિવાદાસ્પદ (POK part of India) નકશો
આ નકશો અમેરિકાના US Trade Representative (USTR) દ્વારા જાહેર કરાયેલા દસ્તાવેજોમાં જોવા મળ્યો હોવાનું જણાવાઈ રહ્યું છે. દસ્તાવેજમાં ભારતનો નકશો દર્શાવતી વખતે જમ્મુ-કાશ્મીર અને લદ્દાખ સહિત સમગ્ર વિસ્તારને ભારતના ભાગરૂપે (POK part of India) રજૂ કરવામાં આવ્યો છે, જેમાં POKને પણ ભારતની સીમામાં સમાવિષ્ટ બતાવવામાં આવ્યો છે. આ કારણે પાકિસ્તાનમાં રાજકીય બયાનો અને મીડિયા ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે.
ભારત માટે કૂટ નૈતિક સંદેશ
ભારતીય કૂટનૈતિક વર્તુળોમાં આ ઘટનાને મહત્વપૂર્ણ સંકેત તરીકે જોવામાં આવી રહી છે. વર્ષોથી ભારત એ દાવો કરતું આવ્યું (POK part of India) છે કે POK ભારતનો અવિભાજ્ય ભાગ છે અને તેને ગેરકાયદેસર રીતે પાકિસ્તાન દ્વારા કબ્જામાં લેવામાં આવ્યો છે. અમેરિકાના નક્શામાં આ રીતે POK દર્શાવવાથી ભારતના આ દાવાને આંતરરાષ્ટ્રીય સ્તરે નૈતિક બળ મળતું હોવાનું માનવામાં આવે છે.

આ નકશો સામે આવ્યા બાદ પાકિસ્તાનના મીડિયા અને રાજકીય નેતાઓમાં અસંતોષ જોવા મળ્યો છે. કેટલાક પાકિસ્તાની વિશ્લેષકોનું માનવું છે કે અમેરિકા તરફથી આવો નકશો “અનિચ્છનીય સંદેશ” આપે છે. પાકિસ્તાનના વિદેશ મંત્રાલય તરફથી હજુ સુધી કોઈ સત્તાવાર કડક નિવેદન આવ્યું નથી, પરંતુ આંતરિક સ્તરે આ મુદ્દે ચર્ચા તેજ બની છે.
ટ્રમ્પ યુગની નીતિઓની છાયા?
રાજકીય નિષ્ણાતો આ ઘટનાને ભૂતપૂર્વ અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના સમયગાળાની દક્ષિણ એશિયા નીતિ સાથે પણ જોડીને જોઈ રહ્યા છે. ટ્રમ્પના કાર્યકાળ દરમિયાન ભારત-અમેરિકા સંબંધોમાં નોંધપાત્ર મજબૂતી આવી હતી, જ્યારે પાકિસ્તાન સાથેના સંબંધોમાં તણાવ જોવા મળ્યો હતો. જો કે, આ નકશો હાલના સમયનો હોવાનું માનવામાં આવે છે, પરંતુ તે અમેરિકાની ભારત પ્રત્યેની વ્યૂહાત્મક (POK part of India) નજીકતાનું પ્રતિબિંબ હોવાનું કહેવામાં આવે છે.
અખંડ ભારતની આંતરરાષ્ટ્રીય છબી?
આ ઘટનાથી “અખંડ ભારત”ની ચર્ચા ફરી તેજ બની છે. આંતરરાષ્ટ્રીય સ્તરે નકશાઓ અને દસ્તાવેજોમાં સીમાઓ કેવી રીતે દર્શાવવામાં આવે છે તે ખૂબ જ સંવેદનશીલ મુદ્દો હોય છે. કોઈપણ મોટા દેશ દ્વારા POKને ભારતનો ભાગ બતાવવો એ માત્ર નકશાની ભૂલ નથી, પરંતુ કૂટ નૈતિક સંદેશ પણ હોઈ શકે છે.
કાયદાકીય અને રાજનૈતિક સંવેદનશીલતા
જમ્મુ-કાશ્મીર મુદ્દો સંયુક્ત રાષ્ટ્ર સહિત અનેક આંતરરાષ્ટ્રીય મંચો પર ચર્ચાસ્પદ રહ્યો છે. તેથી, અમેરિકી નકશામાં (POK part of India) ને ભારતનો ભાગ બતાવવું પાકિસ્તાન માટે ચિંતાજનક છે. પાકિસ્તાન હંમેશા આ મુદ્દે આંતરરાષ્ટ્રીય સમર્થન મેળવવાનો પ્રયાસ કરતું આવ્યું છે, પરંતુ આવી ઘટનાઓ તેના પ્રયાસોને નબળા પાડે છે.
શું આગળ કૂટનૈતિક વિવાદ વધશે
હાલ માટે, અમેરિકા તરફથી આ નકશા અંગે કોઈ સત્તાવાર સ્પષ્ટતા આપવામાં આવી નથી. જો પાકિસ્તાન આ મુદ્દે ઔપચારિક વિરોધ નોંધાવે તો મામલો વધુ ગરમાઈ શકે છે. બીજી તરફ, ભારત માટે આ એક મોટી તક છે કે તે આંતરરાષ્ટ્રીય મંચો પર પોતાના દાવાને વધુ મજબૂતીથી રજૂ કરી શકે.
આ પણ વાંચો:ઇસ્લામાબાદની શિયા મસ્જિદમાં વિસ્ફોટથી 50 લોકોનાં મોત
આ પણ વાંચો:ભારત-અમેરિકા ટ્રેડ ડીલ: એક્સ્ટ્રા ટેરિફનો અંત, ચીન પાછળ, ભારત આગળ
આ પણ વાંચો:“ભાગીદારી દ્વારા સમૃદ્ધિ”…ઇન્ટરનેશનલ ડેવલપમેન્ટ વીક 2026નું લક્ષ્ય…જાણો સ્થાપના, ઇતિહાસ અને મહત્તા…
