World News/ ભારત-અમેરિકા ટ્રેડ ડીલ: એક્સ્ટ્રા ટેરિફનો અંત, ચીન પાછળ, ભારત આગળ

ભારત (India) પર અમેરિકા (America) દ્વારા લાગુ કરાયેલ એક્સ્ટ્રા ટેરિફ (Tariff) આજથી સત્તાવાર રીતે સમાપ્ત કરવામાં આવ્યો છે.

Top Stories World
અમેરિકા

World News: ચીન જોતા જ રહી ગયું અને ભારતે (India) વૈશ્વિક વેપારમાં મોટી બાજી મારી લીધી છે. ભારત (India) પર અમેરિકા (America) દ્વારા લાગુ કરાયેલ એક્સ્ટ્રા ટેરિફ (Tariff) આજથી સત્તાવાર રીતે સમાપ્ત કરવામાં આવ્યા છે. આ સાથે ભારત અને અમેરિકા વચ્ચેની ટ્રેડ ડીલનું ફ્રેમવર્ક પણ જાહેર કરવામાં આવ્યું છે, જેના કારણે બંને દેશો વચ્ચેના વેપાર સંબંધો વધુ મજબૂત બનવાના સંકેત મળ્યા છે.

ચીન સામે ભારત (India) ને બજારમાં બમણી મજબૂતી

વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ વચ્ચેની સીધી વાતચીત બાદ ભારત અને અમેરિકા (America) વચ્ચે $30 ટ્રિલિયન (આશરે ₹2500 લાખ કરોડ)ના માર્કેટનું દ્વાર ખોલતો ઐતિહાસિક ટ્રેડ કરાર ફાઈનલ થઈ ગયો છે. આ સમજૂતી હેઠળ અમેરિકાએ ભારતીય સામાન પરના ટેરિફ (Tariff) (આયાત ડ્યુટી) ને 50% થી ઘટાડીને સીધો 18% કરી નાખ્યો છે, જે ચીન સામે ભારત (India) ને બજારમાં બમણી મજબૂતી આપશે.

આ ટ્રેડ ડીલના કારણે ભારતીય ઉત્પાદનોને હવે અમેરિકન બજારમાં વધુ સરળ પ્રવેશ મળશે. ખાસ કરીને મેન્યુફેક્ચરિંગ, ફાર્માસ્યુટિકલ્સ, ટેક્સટાઇલ, IT અને એગ્રીકલ્ચર જેવા ક્ષેત્રોને મોટો ફાયદો થવાની શક્યતા છે. નિષ્ણાતોનુ કહેવું છે કે આ નિર્ણયથી ભારતીય નિકાસમાં નોંધપાત્ર વધારો થશે અને દેશની અર્થવ્યવસ્થાને નવી ગતિ મળશે.

આ ડીલના પરિણામે અંદાજે ₹2500 લાખ કરોડના વિશાળ વૈશ્વિક માર્કેટમાં ભારતનો પ્રભાવ વધશે. ચીન  માટે આ એક મોટો ઝટકો માનવામાં આવી રહ્યો છે, કારણ કે છેલ્લા કેટલાક વર્ષોમાં અમેરિકા (America) સાથેના તેના વેપાર સંબંધોમાં તણાવ રહ્યો છે. ભારત માટે આ કરાર માત્ર વેપારી સફળતા નથી, પરંતુ વૈશ્વિક સ્તરે ભારત (India) ની વધતી શક્તિ અને વિશ્વાસનું પ્રતિક પણ છે.

શુક્રવારે ભારત અને અમેરિકા (America) વચ્ચે વચગાળાના વેપાર કરાર (ITA) માટેનું માળખું જાહેર કરવામાં આવ્યું હતું. આ કરાર હેઠળ અમેરિકા એ ભારતીય ઉત્પાદનો પર લાગતો ટેક્સ 50 ટકાથી ઘટાડીને 18 ટકા કર્યો છે. સાથે જ, રશિયા પાસેથી તેલની ખરીદીના કારણે ભારત (India) પર લગાવવામાં આવેલો વધારાનો 25 ટકા ટેક્સ પણ હવે હટાવી લેવામાં આવ્યો છે.

બંને દેશોએ જણાવ્યું છે કે આ કરારનું માળખું ટૂંક સમયમાં અમલમાં મૂકવામાં આવશે અને તેની સાથે વ્યાપક દ્વિપક્ષીય વેપાર કરાર (BTA) માટેની વાટાઘાટોને વધુ આગળ વધારવામાં આવશે. ભારત-અમેરિકા (America)  ના સંયુક્ત નિવેદન અનુસાર, આ માળખું 13 ફેબ્રુઆરી 2025થી શરૂ થયેલી BTA ચર્ચાઓને નવી ગતિ આપશે.

આ કરારમાં આગળ જઈને બજાર સુધી પહોંચ વધારવા, સપ્લાય ચેઇન મજબૂત બનાવવા અને વેપાર સંબંધિત અડચણો ઘટાડવા જેવી જોગવાઈઓ સામેલ કરવામાં આવશે. આ અંતર્ગત ભારત અમેરિકા (America) ની ઔદ્યોગિક વસ્તુઓ પર લાગતા અનેક ટેરિફ્સ (Tariff) ઘટાડશે અથવા સંપૂર્ણ રીતે દૂર કરશે.

ભારતીય નિકાસકારોને આશરે 30 ટ્રિલિયન ડોલરના અમેરિકન બજારમાં પ્રવેશ

વાણિજ્ય મંત્રી પીયૂષ ગોયલે જણાવ્યું કે આ કરારથી ભારતીય નિકાસકારોને આશરે 30 ટ્રિલિયન ડોલરના વિશાળ અમેરિકન બજાર સુધી પહોંચ મળશે. તેમના મતે, MSME, ખેડૂતો અને માછીમારો સૌથી મોટા લાભાર્થી હશે અને તેનાથી મહિલાઓ અને યુવાનો માટે લાખો નવી નોકરીઓ ઊભી થવાની અપેક્ષા છે. આ ઉપરાંત, ભારતે આગામી પાંચ વર્ષમાં અમેરિકા (America)  પાસેથી 500 અબજ ડોલરના ઉત્પાદનો ખરીદવા સંમતિ દર્શાવી છે.

પ્રધાનમંત્રી મોદીએ કહ્યું- થેન્ક્સ રાષ્ટ્રપતિ ટ્રમ્પ

વડાપ્રધાન મોદીએ આગામી ભારત-અમેરિકા વેપાર કરાર પર એક X-પોસ્ટમાં કહ્યું, “અમે અમારા બે મહાન રાષ્ટ્રો વચ્ચે વચગાળાના વેપાર કરાર માટેના માળખા પર સંમત થયા છીએ.

મોદીએ રાષ્ટ્રપતિ ટ્રમ્પનો આભાર વ્યક્ત કર્યો, અને કહ્યું કે,“આ ટ્રેડ ડીલ આપણા દેશો વચ્ચેના મજબૂત સંબંધો અને વિશ્વાસને પ્રતિબિંબિત કરે છે. તે ‘મેક ઇન ઇન્ડિયા’ને મજબૂત બનાવશે અને ખેડૂતો, ઉદ્યોગસાહસિકો, સ્ટાર્ટઅપ્સ, માછીમારો અને નાના તથા મધ્યમ ઉદ્યોગોને નવી તકો આપશે. મહિલાઓ અને યુવાનો માટે રોજગારના મહત્વના મોખરે અવસર ઉભા થશે.”

તેઓએ આગળ કહ્યું કે, “ભારત અને અમેરિકા (America)  નવીનતાને પ્રોત્સાહન આપવા માટે પ્રતિબદ્ધ છે. આ માળખું રોકાણ, ટેકનોલોજી ભાગીદારી અને વિશ્વસનીય પુરવઠા શૃંખલાઓને વધુ મજબૂત બનાવશે અને વૈશ્વિક વિકાસમાં યોગદાન આપશે. અમે ભવિષ્યલક્ષી, લોકોનું સશક્તિકરણ અને સહિયારી સમૃદ્ધિ પર આધારિત વૈશ્વિક ભાગીદારી માટે પ્રતિબદ્ધ છીએ.”

ભારત-અમેરિકા (America)  ભાગીદારીની મજબૂત રચના દેશના વિકાસને ઝડપી બનાવશે, લોકો માટે નવી તકો સર્જશે અને ભવિષ્ય માટે સશક્ત અને સહિયારી વૈશ્વિક સંબંધોનો નિર્માણ કરશે.


આ પણ વાંચો:ટ્રેડ વોરમાં ભારતને રાહત: અમેરિકા 25% ટેરિફ હટાવવાની તૈયારીમાં, જાણો શું છે નાણામંત્રીનો ઈશારો

આ પણ વાંચો:અમેરિકામાં ટેકઓફ સાથે જ વિમાન આગની લપેટોમાં, 8 મુસાફરોના મોતની આશંકા

આ પણ વાંચો:અમેરિકાના રાષ્ટ્રપતિ ટ્રમ્પે રશિયા-યુક્રેન વચ્ચે એક અઠવાડિયા માટે યુદ્ધવિરામની જાહેરાત કરી