Twisha Sharma Death Case 2026: મધ્ય પ્રદેશ હાઇકોર્ટમાં મોડેલ અને અભિનેત્રી ટ્વિશા શર્માના રહસ્યમય મોત મામલે એક બહુ મોટો વળાંક આવ્યો છે. આ હાઈ-પ્રોફાઈલ કેસની તપાસ કરી રહેલી સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન (CBI) ની ધારદાર રજૂઆતો બાદ, હાઇકોર્ટે પૂર્વ જજ ગિરીબાલા સિંહના આગોતરા જામીન સદંતર રદ કરી દીધા છે. હાઇકોર્ટના વેકેશન જજ દેવનરાયણ મિશ્રાએ ભોપાલની સેશન્સ કોર્ટ દ્વારા ગત 15 May ના રોજ પૂર્વ જજને આપવામાં આવેલા આગોતરા જામીનનો ચુકાદો ફગાવી દીધો છે. CBI એ કોર્ટમાં સખત વિરોધ કરતા આક્ષેપ કર્યો હતો કે, પૂર્વ જજે 33 વર્ષની ટ્વિશાની(Twisha Sharma) છબી ખરડાવવામાં કોઈ કસર બાકી રાખી નથી, તેથી સત્ય બહાર લાવવા તેમની કસ્ટડીમાં પૂછપરછ ખૂબ જરૂરી છે.
પોસ્ટમોર્ટમ રિપોર્ટ અને ઈજાના નિશાનો પર સાસરીયાઓ મૌન
CBI એ હાઇકોર્ટ સમક્ષ ટ્વિશાનો(Twisha Sharma) પોસ્ટમોર્ટમ રિપોર્ટ રજૂ કરીને સાસરીયાઓના દાવાઓની પોલ ખોલી દીધી છે. મેડિકલ રિપોર્ટ અનુસાર, ટ્વિશાના કાંડા અને કોણી પર ઈજાના ગંભીર નિશાનો મળી આવ્યા હતા. એજન્સીએ સ્પષ્ટ કર્યું કે, ફાંસો ખાધા બાદ મૃતદેહને નીચે ઉતારતી વખતે આવી ઈજાઓ થવી અશક્ય છે. આ ઈજાઓ આખરે કેવી રીતે થઈ, તેનો ટ્વિશાના સાસરીયાઓ પાસે કોઈ જવાબ નથી. આ સાથે જ તપાસ એજન્સીએ પૂર્વ જજ પર દહેજ ઉત્પીડન, કેસના પુરાવાઓ સાથે છેડછાડ અને ટ્વિશાનો બળજબરીથી ગર્ભપાત કરાવવાના ગંભીર આરોપો લગાવ્યા છે. ટ્વિશાના પરિવારના વકીલે જણાવ્યું કે ગિરીબાલા સિંહે ન્યાયતંત્રમાં 36 વર્ષ સેવા આપી છે, તેથી તેમણે ગરિમાપૂર્વક સરેન્ડર કરવું જોઈએ.
વોટ્સએપ ચેટ્સથી ખુલાસો: ફેક નેરેટિવ સેટ કરવાનો પ્રયાસ
તપાસ દરમિયાન રિકવર કરવામાં આવેલી વોટ્સએપ ચેટ્સ પરથી અત્યંત ચોંકાવનારો ખુલાસો થયો છે. ટ્વિશા(Twisha Sharma) જ્યારે ગર્ભવતી બની ત્યારે તેના પતિ સમર્થ સિંહ અને સાસુ ગિરીબાલા સિંહે તેના ચારિત્ર્ય પર શંકા કરી હતી. બાળક અન્ય વ્યક્તિનું હોવાના ગંભીર આક્ષેપો કરીને તેને બળજબરીથી અબોર્શન કરાવવાની ફરજ પડાઈ હતી. સાક્ષીઓના મતે, લગ્નમાં(Twisha Sharma) અપાયેલું દહેજ તેમના ‘સ્ટાન્ડર્ડ’ મુજબનું ન હોવાનું કહી વધુ દહેજ મંગાતું હતું. એટલું જ નહીં, પૂર્વ જજે સોશિયલ મીડિયા પર એક અધૂરી અને સિલેક્ટિવ વીડિયો ક્લિપ વાઇરલ કરીને કેસ અંગે ખોટો નેરેટિવ ઊભો કરવાનો અને પુરાવા છુપાવવાનો પ્રયાસ પણ કર્યો હતો.
પતિ સમર્થ સિંહ CBI કસ્ટડીમાં
ભોપાલની સ્થાનિક કોર્ટે ટ્વિશાના પતિ સમર્થ સિંહને CBI કસ્ટડીમાં મોકલી આપ્યો છે. કસ્ટડી મળતા જ એજન્સીની સ્પેશિયલ ટીમ સમર્થને લઈને કટારા હિલ્સ સ્થિત તેમના નિવાસસ્થાને તપાસ માટે પહોંચી હતી. ઉલ્લેખનીય છે કે, પૂર્વ મોડેલ ટ્વિશા શર્મા(Twisha Sharma) ગત 12 May ના રોજ ભોપાલમાં સાસરીના ઘરમાં શંકાસ્પદ હાલતમાં ફાંસો ખાધેલી મળી આવી હતી. મધ્ય પ્રદેશ પોલીસ પાસેથી કેસ લીધા બાદ CBI એ નવી FIR નોંધીને તપાસ તેજ કરી છે.

