Tvisha Sharma Case: અભિનેત્રી ટ્વિશા શર્મા (Tvisha Sharma) ના રહસ્યમય મોતનો મામલો હવે મધ્ય પ્રદેશ હાઈકોર્ટમાં પહોંચી ગયો છે, જ્યાં સુનાવણી દરમિયાન બે અત્યંત મહત્વપૂર્ણ અને મોટા ઘટનાક્રમ સામે આવ્યા છે. હાઈકોર્ટે પીડિત પરિવારની અરજીને માન્ય રાખીને ટ્વિશાના શવનું બીજી વાર પોસ્ટમોર્ટમ (Second Post-Mortem) કરાવવા પર પોતાની સંમતિ આપી દીધી છે. બીજી તરફ, કેસના મુખ્ય આરોપી અને ટ્વિશાના ફરાર પતિ સમર્થ સિંહે (Samarth Singh) હાઈકોર્ટમાંથી પોતાની અગાઉની આગોતરા જામીન અરજી પાછી ખેંચીને નીચલી અદાલત સમક્ષ આત્મસમર્પણ (Surrender) કરવાની તૈયારી દર્શાવી છે.
હાઈકોર્ટમાં બીજા પોસ્ટમોર્ટમ પર થઈ તીખી બહેસ
સુનાવણી દરમિયાન ટ્વિશાની સાસુ અને પૂર્વ જજ ગિરિબાલા સિંહના વકીલે બીજી વાર પોસ્ટમોર્ટમ કરાવવાની માંગનો સખત વિરોધ કર્યો હતો. તેમણે દલીલ કરી હતી કે ભોપાલ એઇમ્સ (AIIMS) ના ડોક્ટરોની પેનલ દ્વારા વીડિયોગ્રાફી સાથે પહેલું પોસ્ટમોર્ટમ યોગ્ય રીતે કરવામાં આવ્યું છે, તેથી ફરીથી તપાસની કોઈ જરૂર નથી. આ માંગ ડોક્ટરોની ક્ષમતા પર અવિશ્વાસ જતાવવા સમાન છે.
જોકે, આ બહેસ વચ્ચે સોલિસિટર જનરલ તુષાર મેહતાએ ડોક્ટરોની નિષ્પક્ષતાનો બચાવ કરવાની સાથે જ જણાવ્યું કે, જો પીડિત પરિવારને લાગતું હોય કે પહેલી તપાસમાં કોઈ મહત્વની બાબત છૂટી ગઈ છે, તો સેકન્ડ ઓપિનિયન (બીજી વાર તપાસ) લેવામાં કોઈ વાંધો હોવો જોઈએ નહીં. સમયની ગંભીરતાને ધ્યાનમાં રાખીને હાઈકોર્ટે અંતે બીજા પોસ્ટમોર્ટમની મંજૂરી આપી દીધી છે.
સાસુ ગિરિબાલા સિંહના કોલ ડિટેલ્સથી નવો વિવાદ
આ કેસમાં ટ્વિશાના પરિવાર તરફથી તેની સાસુ ગિરિબાલા સિંહ પર પુરાવાઓ સાથે છેડછાડ કરવાનો અને તપાસને ગેરમાર્ગે દોરવાનો ગંભીર આરોપ લગાવવામાં આવ્યો છે. પરિવારના જણાવ્યા અનુસાર, 12 મેની રાત્રે ટ્વિશાના મોત બાદ અને તેના બીજા દિવસે 13 મે દરમિયાન, ગિરિબાલા સિંહે ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ (CJM), લોકાયુક્ત, ન્યાયતંત્ર અને એઇમ્સ હોસ્પિટલ સાથે જોડાયેલા આશરે 46 શક્તિશાળી અને વગદાર લોકોને ફોન કર્યા હતા.
રસપ્રદ વાત એ છે કે, આ કોલ ડિટેલ્સનો રેકોર્ડ ખુદ ગિરિબાલા સિંહના વકીલે જ કોર્ટમાં જામીન અરજી દરમિયાન રજૂ કર્યો હતો, જેથી તેઓ સાબિત કરી શકે કે તેમણે ટ્વિશાના પરિવારને ફોન કર્યા હતા. પરંતુ તે જ રેકોર્ડની ચકાસણી કરતાં પરિવારે આ ચોંકાવનારો ખુલાસો કર્યો છે અને આ મામલે કડક તપાસની માંગ કરી છે.
બહુચર્ચિત ઓડિયો વાયરલ અને સાસુની વલણ
આ વિવાદ વચ્ચે સોશિયલ મીડિયા પર એક કથિત ઓડિયો વાયરલ થઈ રહ્યો છે, જે આ વર્ષના એપ્રિલ મહિનાનો હોવાનું કહેવાય છે. ટ્વિશાના(Tvisha Sharma) પિતાના જણાવ્યા મુજબ, આ વાતચીત ટ્વિશાની સાસુ ગિરિબાલા સિંહ અને ટ્વિશાના ભાઈ હર્ષિત વચ્ચે થઈ હતી, જ્યારે હર્ષિત પોતાની બહેનના બગડતા સંબંધોને સુધારવા ભોપાલ આવ્યો હતો. આ ઓડિયોમાં પૂર્વ જજ રહી ચૂકેલા સાસુ પોતાની વહુ વિશે અત્યંત અશોભનીય વાતો કરતા સંભળાય છે, જે સાંભળીને પરિવાર આઘાતમાં છે.
બીજી તરફ, જે 12 મેની રાત્રે ઘરની છત પર ટ્વિશાનું મોત થયું હતું, તે ગુનાવાળી જગ્યા (Crime Scene) હોવાથી ભોપાલ પોલીસે પુરાવા સુરક્ષિત રાખવા માટે ત્યાં તાળું મારી દીધું છે. પરંતુ પૂર્વ જજ સાસુને વહુના મોતના દુઃખ કરતાં પણ પોતાની છત પર રાખેલા મોંઘા છોડ (પ્લાન્ટ્સ) સુકાઈ ન જાય તેની ચિંતા વધુ સતાવી રહી છે, જેની સોશિયલ મીડિયા પર ભારે ટીકા થઈ રહી છે.
છેલ્લા 10 દિવસથી મોર્ગમાં રાખવામાં આવ્યો છે મૃતદેહ
ન્યાય ન મળે ત્યાં સુધી ટ્વિશાના(Tvisha Sharma ) પરિવારે તેનો મૃતદેહ સ્વીકારવાનો કે અંતિમ સંસ્કાર કરવાનો ઇનકાર કરી દીધો છે. જેના કારણે છેલ્લા 10 દિવસથી ટ્વિશાનો મૃતદેહ ભોપાલ એઇમ્સના શવગૃહ (મોર્ગ) માં રાખવામાં આવ્યો છે. ભારે ગરમીના કારણે એઇમ્સ પ્રશાસને શવ ખરાબ થવાની આશંકા વ્યક્ત કરી ભોપાલ પોલીસ કમિશનરને ચિંતા પણ અગાઉ જણાવી હતી. જોકે, ટ્વિશાના પિતા નવનિધિ શર્માના જણાવ્યા મુજબ, -4 ડિગ્રી તાપમાનમાં પણ મૃતદેહને સુરક્ષિત રાખી શકાય તેમ છે અને જ્યાં સુધી બીજું પોસ્ટમોર્ટમ નહીં થાય ત્યાં સુધી તેઓ લડત ચાલુ રાખશે.
Tvisha Sharma ના પતિ પર ઈનામની રકમ વધારાઈ હતી
ટ્વિશાના(Tvisha Sharma ) મોત બાદથી જ તેનો પતિ સમર્થ સિંહ સતત ફરાર હતો, જેના કારણે ભોપાલ પોલીસે તેની ધરપકડ પર ઈનામની રકમ 10 હજારથી વધારીને 30 હજાર રૂપિયા કરી દીધી હતી. હાઈકોર્ટમાં પકડાઈ જવાની અને આગોતરા જામીન ન મળવાની પ્રબળ શક્યતા જોતાં, હવે તેના વકીલે કોર્ટને જણાવ્યું છે કે સમર્થ સિંહ(Tvisha Sharma ) ટૂંક સમયમાં જ કોર્ટ સમક્ષ સરેન્ડર કરી દેશે. ઉલ્લેખનીય છે કે આ હાઈપ્રોફાઈલ કેસની ગંભીરતાને જોતાં મધ્ય પ્રદેશની મોહન યાદવ સરકારે આ મામલે સીબીઆઈ (CBI) તપાસની ભલામણ પણ કેન્દ્ર સરકારને મોકલી દીધી છે.
