National News/ ટ્વિશા શર્મા મોત મામલે મોટો વણાંક, MP સરકારે કેન્દ્ર પાસે કરી CBI તપાસની માંગ

મધ્ય પ્રદેશની મોહન યાદવ સરકારે ટ્વિશા શર્માના(Tvisha Sharma ) રહસ્યમય મોતની તપાસ સીબીઆઈ (CBI) ને સોંપવાની ભલામણ કેન્દ્ર સરકારને મોકલી આપી છે. પીડિત પરિવારની માંગ પર લેવાયેલા આ મોટા નિર્ણય વિશે વાંચો.

NATIONAL Top Stories India
Tvisha Sharma

Tvisha Sharma Case: મધ્ય પ્રદેશના બહુચર્ચિત ટ્વિશા શર્મા (Tvisha Sharma) મોત મામલે એક બહુ મોટા સમાચાર સામે આવ્યા છે. પીડિત પરિવારની લાંબા સમયથી ચાલી રહેલી માંગણીનો સ્વીકાર કરીને મધ્ય પ્રદેશની મોહન યાદવ સરકારે આ કેસની તપાસ સીબીઆઈ (CBI) ને સોંપવાનો નિર્ણય કર્યો છે. રાજ્ય સરકારના ગૃહ વિભાગ દ્વારા આ અંગેનો સત્તાવાર પ્રસ્તાવ કેન્દ્રની મોદી સરકારને મોકલી દેવામાં આવ્યો છે.

મુખ્યમંત્રીએ આપ્યું હતું આશ્વાસન

આ ભલામણ પૂર્વે ટ્વિશા શર્માના પિતા નવનિધિ શર્માએ નિવૃત્ત સૈનિકો (રિટાયર્ડ આર્મી ઓફિસર્સ) ના એક પ્રતિનિધિમંડળ સાથે મધ્ય પ્રદેશના મુખ્યમંત્રી મોહન યાદવ સાથે મુલાકાત કરી હતી. આ મુલાકાત દરમિયાન પરિવારે દીકરીના મોત મામલે સ્થાનિક પોલીસ તપાસ સામે અસંતોષ વ્યક્ત કર્યો હતો અને ન્યાય માટે કેસ સીબીઆઈને સોંપવાની ગુહારી લગાવી હતી. મુખ્યમંત્રીએ તે સમયે પરિવારને યોગ્ય તપાસ અને ન્યાય અપાવવાનું સંપૂર્ણ આશ્વાસન આપ્યું હતું, જે અંતર્ગત સરકારે આજે આ મહત્વપૂર્ણ ભલામણ કેન્દ્ર સરકારને મોકલી આપી છે.

Tvisha Sharma

Tvisha Sharma કેસમાં હવે કેન્દ્ર સરકાર લેશે નિર્ણય

મધ્ય પ્રદેશ સરકાર તરફથી પ્રસ્તાવ મળ્યા બાદ હવે કેન્દ્રીય કર્મચારી અને તાલીમ વિભાગ (DoPT) દ્વારા આ અંગે નોટિફિકેશન બહાર પાડવામાં આવશે, ત્યારબાદ સીબીઆઈ(CBI) સત્તાવાર રીતે આ કેસ પોતાના હાથમાં લઈને નવા સિરેથી તપાસ શરૂ કરશે. ટ્વિશા શર્માના રહસ્યમય મોતને લઈને સોશિયલ મીડિયા પર પણ ન્યાય માટે સતત ઝુંબેશ ચલાવવામાં આવી રહી હતી, ત્યારે રાજ્ય સરકારના આ નિર્ણયથી પીડિત પરિવારને ન્યાય મળવાની આશા વધુ મજબૂત થઈ છે.


આ પણ વાંચો : PM નરેન્દ્ર મોદીએ વિમાન અકસ્માતમાં મુસાફરોના મોત પર શોક વ્યક્ત કર્યો

આ પણ વાંચો : છેલ્લા 5 વર્ષમાં 23 વિમાન ક્રેશ, કેન્દ્ર સરકારે સંસદમાં રજૂ કર્યો અકસ્માતોનો ચોંકાવનારો રિપોર્ટ

આ પણ વાંચો : વિમાન દુર્ઘટનામાં અજિત પવારનું મોત, બારામતી અકસ્માતમાં 5 લોકોના મોત