પૂર્વ નાંણામંત્રી પી. ચિદમ્બરમની મુશ્કેલી વધવાનાં એંધાણ જોવામાં આવી રહ્યો છે. કોર્ટ દ્વારા પૂર્વ નાંણામંત્રી પી. ચિદમ્બરમની INX Media કેસમાં કરવામાં આવેલી આગોતરા જામીન અરજી નકારી કાઢવામાં આવી હતી. તો કોર્ટ દ્વારા આગોતરા અરજી નકારવામાં આવતા, પૂર્વ નાંણામંત્રી પી. ચિદમ્બરમ પર ગમે ત્યારે ઘરપકડનો ખતરો મંંડરાવા લાગ્યો હતો.
ખતારાની ઘંટડી વાગે તે પહેલાજ કે તે સાથે સાથે જ ખતરો પણ પહોંચી ગયો હોય તેવી સ્થિતી હાલ પૂર્વ નાંણામંત્રી પી. ચિદમ્બરમની છે. હાલ CBI ની ટીમ પી. ચિદમ્બરમ ઘરે પહોંચી ગઇ છે. જો કે, હાલ તો CBI ટીમ ખાલી હાથે પાછી ફરી ગઇ છે ત્યારે આમ કહી શકાય કે હાતલ તુરંત ઘરપકડનો ખતરો ટળી ગયો છે.
The team of Central Bureau of Investigation (CBI) officers has left from the residence of P Chiadambaram. https://t.co/SnKbDKhElP
— ANI (@ANI) August 20, 2019
આપને જણવી દઇએ કે દિલ્હી હાઇકોર્ટ દ્વારા એન્ટીસીપેટ્રી બેલ નકારવામાં આવતા, સુપ્રિમ કોર્ટનાં સીનીયર વકિલ અને કોંગ્રેસનાં દિગ્ગજ નેતા એવા પૂર્વ નાંણામંત્રી પી. ચિદમ્બરમને મોટો ઝટકો ખમવાનો વારો આવ્યો છે. જો કે, પૂર્વ નાંણામંત્રી પી. ચિદમ્બરમ પાસે દિલ્હી હાઇકોર્ટનાં આ હુકમની સામે સુપ્રિમનું બારણું ખખડાવવાનો માર્ગ ખુલો હતો. તો પૂર્વ નાંણામંત્રીએ આ મામવે સુપ્રિમમાં જવાનું નકકી કર્યું અને SCમાં આગોતરા જામીન માટે અરજી પણ કરી દીધી છે. ત્યારે કોંગ્રેસનાં અન્ય દિગ્ગજ નેતા અને સુપ્રિમ કોર્ટમાં વરિષ્ઠ વકિલ કપિલ સિબ્બલ દ્વારા SCમાં આ બેલ એપ્લીકેશનને અગ્રતા આપવા ટહેલ નાખવામા આવી છે. કપિલ સિબ્બલ પૂર્વ નાંણામંત્રી કોંગ્રેસી સાથે છે અને કાલે કોર્ટમાં આ મામલો આગળ વધારશે.
જુઓ સમગ્ર અહેવાલ મંતવ્ય ન્યૂઝ પર……
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.
