Ahmedabad News/ સાણંદ-વિરમગામ હાઇવે પર ત્રિપલ અકસ્માતમાં બેનાં મોત

અમદાવાદ જિલ્લાના સાણંદ-વિરમગામ હાઇવે પર ડમ્પર, ટેન્કર અને કાર વચ્ચેના ત્રિપલ અકસ્માતમાં બે જણના મોત થયા હતા. કારમાં બેઠેલા બે જણા અકસ્માત પછી લાગેલી આગના કારણે કારમાંથી નીકળી ન શકતા ભડથું થઈ ગયા હતા.

Top Stories Ahmedabad Gujarat Breaking News
Accidentમાં બેના મોત, સાણંદ-વિરમગામ હાઇવે પર દુર્ઘટના

Ahmedabad News: ગુજરાતમાં અકસ્માતોની વણથંભી પરંપરા ચાલી રહી છે. દિવસ પડે કે રાત પડે જ્યાં સુધી અકસ્માત  (Accident) ન થાય ત્યાં સુધી ગુજરાતીઓનો દિવસ પૂરો થતો લાગતો નથી. અમદાવાદ નજીક સાણંદ-વિરમગામ હાઇવે પર રાત્રે ત્રિપલ અકસ્માત સર્જાયો હતો. ડમ્પર, ટેન્કર અને કાર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાયો હતો. અકસ્માતની આ ઘટના વિરોચન નગર પાટિયા પાસે બની હતી.

વિરોચનનગર પાસે થયો અકસ્માત (Accident)

વિરોચનનગર પાટિયા પાસે ડમ્પર(Dumper), ટેન્કર (Tanker) અને કાર (Car) વચ્ચે સર્જાયેલા ગંભીર ત્રિપલ અકસ્માતમાં કારમાં સવાર બે લોકોના ઘટનાસ્થળે જ કરુણ મોત નીપજ્યા છે. અકસ્માત એટલો ભીષણ હતો કે ટક્કર બાદ તુરંત જ કારમાં વિકરાળ આગ ફાટી નીકળી હતી, જેના કારણે અંદર સવાર મુસાફરોને બહાર નીકળવાની તક પણ મળી નહોતી.

દુર્ઘટનાની વિગત

આ અંગે મળતી માહિતી મુજબ વિરોચનગર પાટિયા પાસેથી પસાર થઈ રહેલી એક કારને ડમ્પર અને ટેન્કર સાથે જોરદાર ટક્કર વાગી હતી. આ ત્રિપલ (Triple) અકસ્માત (Accident) બાદ કારમાં શોર્ટ સર્કિટ અથવા ઈંધણ લીકેજને કારણે અચાનક આગ લાગી ગઈ હતી. જોતજોતામાં આગે આખી કારને લપેટમાં લઈ લીધી હતી. કારમાં સવાર બે વ્યક્તિઓ આગની જ્વાળાઓમાં ઘેરાઈ ગયા હતા અને તેઓનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું.

કારમાં બેઠેલા જીવતા ભૂંજાયા

અકસ્માત બાદ કારમાં આગ લાગતા બે લોકોના મોત થયા હતા. ફાયરબ્રિગેડની બે ટીમોએ પાણીનો મારો ચલાવ્યો ત્યારે આગ કાબૂમાં આવી હતી, પરંતુ કારમાં બેઠેલા બે જણા જીવતા ભૂંજાઈ ગયા હતા. પોલીસે ઘટનાસ્થળે પહોંચીને પંચનામુ કર્યુ હતુ. અકસ્માતગ્રસ્ત વાહનોને હટાવીને ટ્રાફિક ક્લિયર કર્યો હતો. અકસ્માતના લીધે વાહનો એકબીજાની અંદર એવી ઘૂસી ગયા હતા કે પોલીસે ક્રેનની મદદથી તેમને કાઢીને રસ્તા પરથી દૂર કરવા પડ્યા હતા. તેની સાથે ઇજાગ્રસ્તોને સિવિલ હોસ્પિટલ ખસેડ્યા હતા. અકસ્માતના પગલે સાણંદ-વિરમગામ ટ્રાફિક જાણે જામ થઈ ગયો હતો.


આ પણ વાંચો: અમદાવાદમાં હિટ એન્ડ રનની ઘટના , એક કાર ચાલકે બે પરીક્ષાર્થીઓને લીધા અડફેટે

આ પણ વાંચો: ગુજરાતમાં રવિવાર બન્યો ગોઝારો, 3 માર્ગ અકસ્માત, 6 મોત

આ પણ વાંચો: અમદાવાદમાં ઠેર-ઠેર ‘તથ્ય પટેલ’: 24 કલાકમાં ત્રણ અકસ્માતમાં પાંચના મોત, પાંચ કુટુંબ નોંધારા