Lifestyle/ સવારના નાસ્તામાં બનાવો કાળા ચણા અને બીટરુટના ટેસ્ટી ચીલા…બપોર સુધી ભૂખ નહિં લાગે..!

કાળા ચણા અને બીટરુટના ટેસ્ટી ચીલા (Kala Chana Beetroot Chilla) ની વિશેષતા એ છે કે, એનો બ્રેકફાસ્ટ કર્યા પછી તમારું પેટ લાંબા સમય સુધી ભરેલું રહેશે…

Trending Food Health & Fitness Lifestyle
Kala Chana Beetroot Chilla, પ્રોટીન, દહીં, ફાઇબર, ચીલા રેસિપી

Lifestyle: બ્રેકફાસ્ટમાં હૅલ્ધી આહાર ખાવાના શોખીન લોકો માટે એક ઉત્તમ વિકલ્પ લઇને આવ્યા છીએ અને એ છે કાળા ચણા અને બીટરુટના ટેસ્ટી ચીલા (Kala Chana Beetroot Chilla)…આ ખાવામાં જેટલા ટેસ્ટી હોય છે એટલા જ બનાવવાનું પણ આસાન છે!

બીટરુટના કારણે ચીલાનો ગુલાબી રંગ આવે છે અને એ જોવામાં અત્યંત મનમોહક લાગે છે. ચણા અને બીટરુટના આ ચીલા પ્રોટીન, ફાઇબર અને પોષણ (Protein, Fiber & Nutrition)થી ભરપૂર છે.

આ ચીલાની વિશેષતા એ છે કે, એનો બ્રેકફાસ્ટ (Breakfast) કર્યા પછી તમારું પેટ લાંબા સમય સુધી ભરેલું રહેશે અને તમને બપોર સુધી પણ ભૂખ નહિં લાગે! જો એકવાર આ વાનગી બનાવશો તો પછી એનો સ્વાદ દાઢે વળગશે! આ ઉપરાંત, વજન ઘટાડવા માટે પણ આ ચીલાને ખાઇ શકાય છે તો ફટાફટ એની રેસિપી નોંધી લો…

Kala Chana Beetroot Chilla, પ્રોટીન, દહીં, ફાઇબર, ચીલા રેસિપી

શી રીતે બનાવશો કાળા ચણા અને બીટરુટના ચીલા? (Kala Chana Beetroot Chilla Recipe)

કાળા ચણા અને બીટરુટના ચીલા બનાવવા માટે તમને આટલી સામગ્રી (Ingredients)ની આવશ્યકતા રહેશે.

Kala Chana Beetroot Chilla, પ્રોટીન, દહીં, ફાઇબર, ચીલા રેસિપી

સામગ્રી

1 કપ કાળા ચણા

1/2 બીટરુટ

1-2 લીલા મરચાં

2 ચમચી સોજી

1 ચમચી દહીં

1 ઈંચ આદુનો ટુકડો

1 નાની ચમચી જીરું

આવશ્યકતા અનુસાર મીઠું

જરુર મુજબ પાણી

1 પાઉચ ઈનો પાવડર

શેકવા માટે તેલ, ઘી કે બટર

Kala Chana Beetroot Chilla, પ્રોટીન, દહીં, ફાઇબર, ચીલા રેસિપી

બનાવવાની વિધિ

1. સૌપ્રથમ 1 કપ કાળા ચણા (Black Chickpeas) લો અને એને સારી રીતે ધોઇ લો. આખી રાત એને પાણીમાં પલાળી રાખો.

2. સવારે એને પાણીમાંથી કાઢીને એક બાઉલમાં લઇ લો. એમાં લગભગ 2 ચમચી સોજી અને 1 મોટી ચમચી દહીં (Curd) ઉમેરો.

3. એમાં અડધા બીટરુટ (Beetroot) ને છોલીને એના ટુકડા કરીને એમાં ઉમેરી દો.

4. એમાં એક લીલું મરચું અથવા તમને જેટલી તીખાશ જોઇએ એ મુજબ મરચાં અને એક ટુકડો આદુ ઉમેરો.

5. હવે એમાં જીરું, મીઠું અને થોડું પાણી ઉમેરીને મિક્સરમાં વાટીને એની એક પેસ્ટ બનાવી લો.

6. આ તૈયાર બેટરને બાઉલમાં કાઢીને થોડી વાર ફેંટી લેવું અને ત્યાર બાદ, 10 મિનિટ સુધી ઢાંકીને મૂકી દેવું.

7. 10 મિનિટ બાદ, મિશ્રણમાં અડધી નાની ચમચી ભરીને ઈનો પાઉડર (Eno) મિક્સ કરો અને બેટરને એક વાર ફરીથી સારી રીતે મિક્સ કરી લો.

8. હવે તવી અથવા નૉન સ્ટિક ગરમ કરીને એના ઉપર થોડું ઓઇલ લગાવી દો.

9. આ ગ્રીસ કરેલા તવા પર કડછી ભરીને બેટર મૂકીને પુડલાની જેમ ફેલાવી દો. હવે ચારે તરફ ઘી, તેલ કે ઘી ઉમેરીને ચીલાને સારી રીતે શેકી લો.

તો તૈયાર છે કાળા ચણા અને બીટરુટના ચીલા…જેને તમે લીલી કોથમીર-ફુદીનાની ચટણી અથવા તો મગફળીની ચટણી (Peanut Chutney) સાથે સર્વ કરી શકો છો. એને ખાવાથી લાંબા સમય સુધી પેટ ભરેલું હોવાનું મહેસૂસ થશે અને વારંવાર ભૂખ પણ નહિં લાગે! તમારા બાળકો (Kids)ને તો આ લાલ રંગના ચીલાનો સ્વાદ અત્યંત પસંદ આવશે જ અને એ ખાવા એમનું મન વારંવાર લલચાશે!


આ પણ વાંચો: સવારના નાસ્તામાં બનાવો હૅલ્ધી પાલખ ચીલા, આ રહી ફટાફટ બ્રેકફાસ્ટ રેસિપી…!

આ પણ વાંચો: બ્રેકફાસ્ટમાં હૅલ્ધી દહીં સોજીના ચીલા બનાવો…2-3 ખાઇને પેટ તૃપ્ત થશે પણ મન નહિં…ફટાફટ ટેસ્ટી રેસિપી…