શિયાળાની ઋતુ શરૂ થઇ ગઇ છે ત્યારે તમારે તમારા નાના બાળકોની કાળજી રાખવી ખુબ જરૂરી બની જાય છે. કારણ કે સમાન્ય ઠંડી લાગવાથી તેમની તબિયત ખરાબ થઇ જાય છે. જો થોડી પણ ચૂક થાય તો તુરંત જ તેમને શરદી અને ઉધરસ થઇ જાય છે. તેમજ મોટાઓની તુલનામાં બાળકોની સ્કિન ખુબ જ સોફ્ટ હોય છે. જો તેના ઉપર ધ્યાન ન આપો તો તેમની સ્કિન ડ્રાય થઇ જાય છે અને બીજી અનેક સમસ્યાઓ ઉત્પન્ન થાય છે.
બાળકોની ત્વચા ખુબ જ નાજુક અને સંવેદનશીલ હોય છે. તેમજ વયસ્કોની સરખામણીએ પાંચ ગણી તે નમી ગુમાવે છે. માટે શિયાળામાં બાળકોની ત્વચાને ડ્રાયનેસથી બચાવવા માટે ખુબ જ ધ્યાન રાખવાની જરૂરિયાત હોય છે. બાળ ચિકિત્સકો શિયાળાનાં સમયે બાળકોની સ્કિન કેર કઈ રીતે કરી શકાય તે માટેનાં સૂચનો આપતા હોય છે. શિયાળામાં બાળકોને મર્યાદિત સ્નાન કરાવવું જોઈએ. સ્નાનનાં કારણે બાળકોની ત્વચામાંથી ધૂળ, ગંદકીની સાથે પ્રાકૃતિક નમી પણ દુર થઇ જાય છે. જો કે અમુક સાવધાની રાખવાથી આવી સમસ્યાઓ નહીં થાય. બાળકોને વધુ સમય સુધી સ્નાન કરાવવાને બદલે જલ્દી સ્નાન કરાવવું જોઈએ. ખાસ પ્રસંગે બબલ બાથ પણ આપી શકો છો. શિયાળામાં બાળકોને ગરમ પાણીથી સ્નાન કરાવવું જોઈએ.
પી.એચ. બેલેન્સથી ભરપુર સૌમ્ય સાબુથી જ બાળકોને સ્નાન કરાવવું જોઈએ. જેથી કરીને બાળકોની ત્વચામાં મોશ્ચર જળવાઈ રહે, જો તમે ખારા પાણીવાળા વિસ્તારમાં રહેતા હો તો સાદા પાણીથી પણ સ્નાન કરાવવાથી બાળકની ત્વચા રૂક્ષ થઇ શકે છે. શિયાળામાં બાળકોની ત્વચા ઉપર લાલ ચકામા, ખંજવાળ જેવી સમસ્યાઓ થઇ શકે છે. હિટરનાં ઉપયોગથી પણ બાળકોની ત્વચા રૂક્ષ થઇ શકે છે. માટે જ બાળકોને સૌમ્ય બેબી લોશન લગાડો.
ઉનની ટોપી તેમજ અન્ય ઉનના વસ્ત્રો બાળકોને ન પહેરવો કારણ કે તેનાથી બાળકોને ગુંચવણ, ખંજવાળ, ફોડલીઓ, અનાર અને એકીજમા જેવી સમસ્યા થવાની સંભાવના રહે છે. ઉનની ટોપી પહેરાવવાથી તે ચહેરાની ત્વચા સાથે ઘસાઈને રૂક્ષ બની જાય છે. માટે જેટલું શક્ય હોય તો સિન્થેકટ ની બદલે નેચરલ ફેબ્રિકસનો જ ઉપયોગ કરો. જેનાથી બાળકોની ત્વચા ખુલીને શ્વાસ લેશે અને પરસેવો પણ નહીં થાય.
તમારા બાળકની ત્વચામાં મોશ્ચર જળવાઈ રહે તે માટે, થોડા પ્રમાણમાં નવશેકું પાણી પીવડાવો. જે ત્વચાને પોષણ પૂરું પાડશે. મિત્રો, જો તમને આ પોસ્ટ ગમે છે, તો કૃપા કરીને નીચે આપેલ બટન લાઇક, શેર અને ફોલો બટનને દબાવો અને તમારા મિત્રો, પરિવાર તથા તમારી સાથે કામ કરતાં સહકર્મચારીઓ સાથે આ પોસ્ટ શેર કરો અને વધુ આરોગ્ય સંબંધિત સમાચાર, લેખો અને અપડેટ્સ માટે અમારા પેજની મુલાકાત લો તેમજ ફોલો કરો.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.
