Foodlifestyle/ કોથમીરને લાંબા સમય સુધી તાજી રાખવાના સરળ ઉપાયો, આ રીત અપનાવો

કોથમીરની ઝૂડી તો દરેકના ઘરમાં સરળતાથી મળી જ રહે. પરંતુ, મોટાભાગના લોકોને એ વાતની ચિંતા હોય છે કે એ બહુ ઝડપથી ખરાબ થઈ જાય છે. જો તમારી પાસે પડેલી કોથમીર કરમાઇ ગઈ છે કે સૂકાવા લાગી છે તો એને ફેંકવાની જરાય જરૂર નથી. બસ થોડી જાળવણી અને કેટલાક સરળ ઘરગથ્થુ ઉપાયો અપનાવીને તમે સુકાઈ ગયેલા કોથમીરના પાનને ફરીથી હર્યાભર્યા બનાવી શકો છો. આ ઉપાયો ધાણાને ફકત લાંબા સમય સુધી તાજા રાખે છે એટલું જ નહીં, પરંતુ તમારા પૈસાની બચત પણ કરે છે. તો આવો જાણીએ કેટલાક અસરકારક ઉપાયો, જેના વડે તમે તમારા જૂના ધાણાને નવું સ્વરૂપ આપી શકો છો.

Top Stories Tips & Tricks Health & Fitness Lifestyle

કોથમીરની ઝૂડી તો દરેકના ઘરમાં સરળતાથી મળી જ રહે. પરંતુ, મોટાભાગના લોકોને એ વાતની ચિંતા હોય છે કે એ બહુ ઝડપથી ખરાબ થઈ જાય છે. જો તમારી પાસે પડેલી કોથમીર કરમાઇ ગઈ છે કે સૂકાવા લાગી છે તો એને ફેંકવાની જરાય જરૂર નથી. બસ થોડી જાળવણી અને કેટલાક સરળ ઘરગથ્થુ ઉપાયો અપનાવીને તમે સુકાઈ ગયેલા કોથમીરના પાનને ફરીથી હર્યાભર્યા બનાવી શકો છો. આ ઉપાયો ધાણાને ફકત લાંબા સમય સુધી તાજા રાખે છે એટલું જ નહીં, પરંતુ તમારા પૈસાની બચત પણ કરે છે. તો આવો જાણીએ કેટલાક અસરકારક ઉપાયો, જેના વડે તમે તમારા જૂના ધાણાને નવું સ્વરૂપ આપી શકો છો.

ઍરટાઇટ કન્ટેનરમાં રાખો

કોથમીરના પાનને સારી રીતે ધોઇને સૂકવી લો અને પછી એક ઍરટાઈટ કન્ટેનરમાં બંધ કરીને ફ્રિઝમાં મૂકો. આમ કરવાથી  ધાણાના પાન ખરાબ નહીં થાય અને પાનને ભેજ પણ નહિ લાગે આથી ધાણાના પાન  લાંબા સમય સુધી તાજા રાખી શકાશે.

પાણી ભરેલા કાચના જારમાં રાખો

પાણી ભરેલા કાચના જારમાં રાખો

કોથમીરની ડાંખળીઓને પાણીથી ભરેલા એક કાચના કન્ટેનર અથવા બોટલમાં, જે રીતે ફૂલોને મૂકીએ એ રીતે ઊભી મૂકી દો. ત્યાર બાદ ઉપરથી એક પાતળા સુતરાઉ કપડા વડે ઢાંકી દો અને ફ્રિઝમાં મૂકો. આનાથી પાન કરમાશે નહિ અને લીલાછમ રહેશે જેથી તે  જલદી ખરાબ નહીં થાય.

ભીના કપડામાં લપેટીને રાખો

ભીના કપડામાં લપેટીને રાખો

કોથમીરને ધોઇને થોડીવાર હળવી સૂકવી લો અને પછી ભીના નિચોવેલાં સુતરાઉ કપડા કે ટુવાલમાં લપેટીને કોઇ ડબ્બામાં રાખો. આ રીતથી  કોથમીરને  તાજા અને ફ્રેશ રહે છે  સાથોસાથ તે ખૂબ જ અસરકારક છે.

આઇસ ટ્રે માં થિજાવીને રાખવું

કોથમીરને સમારીને આઇસ ક્યુબ ટ્રે માં મૂકો અને એમાં થોડું પાણી નાખીને ફ્રોઝન કરી દો. હવે જરૂરિયાત પ્રમાણે,  એક-એક કયુબ કાઢીને તેનો ઉપયોગ  કરો. આ પદ્ધતિ કોથમીરને મહીનાઓ સુધી સુરક્ષિત અને ફ્રેશ રાખે છે.

સૂકવણી કરીને ઝીપર બૅગમાં સ્ટોર કરો

કોથમીરના પાનને ધોઇને સારી રીતે સૂકવી લો. હવે તેને ઝીપલૉક બેગમાં બંધ કરીને ફ્રિઝરમાં રાખો. આ રીતે પણ ધાણાની તાજગી જળવાઇ રહે છે.

whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ

આ પણ વાંચો:1 મહિના સુધી બ્રેકફાસ્ટ ન લઈએ તો શું અસર થાય છે શરીરને, ચાલો જાણીએ

આ પણ વાંચો:ચોખા, ફ્રેન્ચ ફ્રાઈઝ કે પછી મોમોઝ હોય, માણસ સાથે છે વર્ષો જૂનું કનેક્શન, કઈ રીતે અસર કરે છે સ્વાસ્થ્યને

આ પણ વાંચો:ડેન્ગ્યૂ બાદ કમજોરી આવી જાય તો શું કરશો તમે……