ડેન્ગ્યુનો દાનવ ફરી એક માસુમને ભરખી ગયો હોવાની દુર્ભાગ્ય પૂર્ણ ઘટના સામે આવી છે. રાજ્યમાં ચારેય તરફ ડેન્ગ્યુનો હાહાકાર જોવામાં આવી રહ્યો છે. અત્યાર સુધીમાં ડેન્ગ્યુનાં કારણે રાજ્યભારમાં અનેક મોત નિપજી ચૂક્યા છે. અને અનેક લોકો હાલ પણ ડેન્ગ્યુનાં ખપ્પરમા છે. ત્યારે રાજકોટમાં ફરી એક 16 વર્ષની કિશોરીનું ડેન્ગ્યુનાં કારણે મોત નિપજ્યું છે. રાજકોટ શહેરમાં ડેન્ગ્યુનો કહેર યથાવત જોવામાં આવી રહ્યો છે. શહેરનાં ઘંટેશ્વરવિસ્તારમાં રહેતી 16 વર્ષની કિશોરીનું પહ્મકુંવરબા હોસ્પિટલમાં સારવાર હેઠળ હતી ત્યાં જ મોત નિપજ્યું હતું.
બીજી તરફ અમદાવાદ શહેરમાં પણ ડેન્ગ્યુનો કહેર યથાવત જોવામાં આવી રહ્યો છે. છેલ્લા 30 દિવસમાં 793 ડેન્ગ્યુના કેસ નોંધાયા છે. પાણીજન્ય અને મચ્છરજન્ય રોગચાળો શહેરમાં વકર્યો હોવાનું અને માજા મુકી હોવાનું સામે આવી રહ્યું છે. રોગચાળા સામે મનપાના આરોગ્ય ખાતાની ઘોર બેદરકારી પણ સામે આવી રહી છે. આપને જણાવી દઇએ કે, ચાલુ વર્ષે 169 બાળકો ડેન્ગ્યુનાં શિકાર બન્યા છે.
ગુજરાત સહિત રાજયમાં આવેલ યુનિયન ટેરેટરી દાદરાનગર હવેલીમાં પણ બે યુવતીનાં મોત નિપજ્યાનું સામે આવી રહ્યું છે. દાદરાનગર હવેલીનાં અંબોલી ગામે તાવનાં કારણે બે યુવતીના મોત નિપજ્યા હોવાનું સામે આવી રહ્યું છેે. પ્રાપ્ત માહિતી મુજબ વાયરલ ફીવરના કારણે બે યુવતીના મોતને ભેટ્યા છે, ત્યારે આરોગ્ય વિભાગે તપાસ હાથ ધરી આગળના પગલા લેવાનું શરુ કરી દીધું છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.
