ભરૂચ નજીક નેશનલ હાઇવે ૪૮ ઉપર બસમાં સવાર આંગડિયા પેઢીના કર્મચારીઓને લૂંટવાનો પ્રયાસથયો છે. ભરૂચ નેશનલ હાઇવે ૪૮ મુલદ પાસે બસમાં સવાર આંગડિયા પેઢીના કર્મચારીઓને લૂંટવાનો પ્રયાસ થયો હતો . લૂંટારુઓએ ઘટનાને અંજામ આપવા એક રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું જેમાં એકમુસાફર ઈજાગ્રસ્ત થયો હતો .ઇજાગ્રસ્તને સારવાર માટે ભરૂચની સિવિલ હોસ્પિટલ ખસેડવામા આવ્યો હતો ગોપાલ ટ્રાવેલ્સની બસમાં આંગડિયા પેઢીનાકર્મચારીઓ નિયમિત મુસાફરી કરતા હોવાનું ધ્યાન પર આવતા આજે આ બસમાં આંગડિયા પેઢીનાકર્મચારીઓ સાથે લૂંટારુઓ મુસાફર બની બસમાં સવાર થયા હતા. નેશનલ હાઇવે ૪૮ ઉપર મુલદનજીક એક કારે બસનેઉભી રાખી હતી.
આ પણ વાંચો :ભારતના કેટલા સાસંદો અને ધારાસભ્યો પર ફોજદારી ગુનાઓ નોંધાયા છે એ જાણો
લૂંટારુઓએ અહીં બસના ચાલક અને ક્લીનર ઉપર હુમલો કરી આંગડિયા પેઢીનાકર્મચારીઓને લુંટવાનો પ્રયાસ કર્યો હતો. ભાવનગરના મુસાફર અનિલ ડાંગર લૂંટારુઓ સામેપડી બસનો દરવાજો બંધ કરવા પ્રયાસ કરતા લૂંટારુઓએ ફાયરિંગ કર્યું હતું જેમાં અનિલઈજાગ્રસ્ત થયો હતો. બુમરાણ મચી જતા લૂંટારુઓ ફરાર થઇ ગયા હતા.ઇજાગ્રસ્તને ભરૂચસિવિલ હોસ્પિટલ સારવાર અર્થે ખસેડવામાં આવ્યો છે. બનાવની જાણ થતા એસ.પી.રાજેન્દ્ર.ચુડાસમા સહિત ઉચ્ચ પોલીસ અધિકારીઓ ઘટના સ્થળે પહોંચ્યા હતા અને નાકાબંધી કરાવી લૂંટારૂઓને ઝડપી પાડવા ચક્રોગતિમાન કર્યા હતા
આ પણ વાંચો :ગોરા ગામના નર્મદા કિનારે 14 કરોડના ખર્ચે નર્મદા ઘાટનું નિર્માણ,
