Gujarat News : પનામા સિટી (Panama City)માં યોજાયેલી આંતરરાષ્ટ્રીય સહકારી સંસ્થા International Cooperative Alliance (ICA)ની ચૂંટણીમાં IFFCOના અધ્યક્ષ દિલીપ સંઘાણી (Dilip Sanghani)ની મહત્વપૂર્ણ પસંદગી થઈ છે. સંઘાણીને ICAના ગ્લોબલ બોર્ડમાં At-Large Director તરીકે ચૂંટવામાં આવ્યા છે
પનામામાં યોજાયેલી ICAની ચૂંટણી દરમિયાન દિલીપ સંઘાણીને ગ્લોબલ બોર્ડ ઓફ ડિરેક્ટર્સમાં At-Large Director તરીકે સ્થાન મળ્યું છે. આ પસંદગીથી ભારતીય સહકારી ક્ષેત્રને આંતરરાષ્ટ્રીય સ્તરે વધુ પ્રતિનિધિત્વ મળ્યું હોવાનું માનવામાં આવી રહ્યું છે.
IFFCO અને GUJCOMASOL સાથે જોડાયેલી જવાબદારી
દિલીપ સંઘાણી IFFCOના અધ્યક્ષ (IFFCO Chairman)ઉપરાંત GUJCOMASOLના પણ અધ્યક્ષ તરીકે જવાબદારી સંભાળી રહ્યા છે. સહકારી ક્ષેત્ર સાથે લાંબા સમયથી જોડાયેલા સંઘાણીને હવે વૈશ્વિક સ્તરે સહકારી ક્ષેત્રની નીતિ અને ચર્ચાઓમાં ભાગ લેવાની નવી જવાબદારી મળી છે.
પનામામાં ભારતીય પ્રતિનિધિમંડળની હાજરી
ICAની બેઠક અને ચૂંટણી માટે પનામા પહોંચેલા ભારતીય સહકારી પ્રતિનિધિમંડળે ભારતનું પ્રતિનિધિત્વ કર્યું હતું. સંઘાણીની પસંદગી બાદ પનામામાં ઉપસ્થિત ભારતીય પ્રતિનિધિઓએ “ભારત માતા કી જય” અને “વંદે માતરમ”ના નારા સાથે ખુશી વ્યક્ત કરી હતી.
વૈશ્વિક સહકારી મંચ પર ભારતનું પ્રતિનિધિત્વ
ICAના ગ્લોબલ બોર્ડમાં દિલીપ સંઘાણી ((Dilip Sanghani))ની પસંદગીથી વૈશ્વિક સહકારી મંચ પર ભારતનું પ્રતિનિધિત્વ વધુ મજબૂત બન્યું છે. સહકારી ક્ષેત્રને વૈશ્વિક સ્તરે આગળ વધારવા માટે ભારતની ભૂમિકા અને પ્રતિનિધિત્વ મહત્વપૂર્ણ બની શકે છે.
આ પણ વાંચો : કૃષિ રાહત પેકેજ પર દિલીપ સંઘાણીની આવકારદાયક પ્રતિક્રિયા, ખેડૂતોને મળશે ઝડપી વળતર
આ પણ વાંચો : ઇફકોમાં દિલીપ સંઘાણી બિનહરીફ ચૂંટાયા
આ પણ વાંચો : જયેશ રાદડિયા અને નરેશ પટેલ વચ્ચેની કોલ્ડવોર ઠંડી પાડવા દિલીપ સંઘાણી મેદાનમાં
