Ahmedabad News/ શિલજ અકસ્માતમાં મહિલાનું મોત,આરોપી રાજસ્થાનથી ઝડપાયો

અમદાવાદના શિલજ કેનાલ રોડ પર 12 સપ્ટેમ્બરની મોડી રાત્રે થયેલા જીવલેણ અકસ્માત (Shilaj Accident)ના કેસમાં બોપલ પોલીસે કાર્યવાહી કરીને ફરાર આરોપીને રાજસ્થાનથી ઝડપી પાડ્યો છે

Gujarat Ahmedabad
અમદાવાદના શિલજ કેનાલ રોડ પર 12 સપ્ટેમ્બરની મોડી રાત્રે થયેલા જીવલેણ અકસ્માત (Shilaj Accident)ના કેસમાં બોપલ પોલીસે કાર્યવાહી કરીને ફરાર આરોપીને રાજસ્થાનથી ઝડપી પાડ્યો છે

Ahmedabad News : અમદાવાદના શિલજ કેનાલ રોડ પર 12 સપ્ટેમ્બરની મોડી રાત્રે થયેલા જીવલેણ અકસ્માત (Shilaj Accident)ના કેસમાં બોપલ પોલીસે કાર્યવાહી કરીને ફરાર આરોપીને રાજસ્થાનથી ઝડપી પાડ્યો છે. આ અકસ્માતમાં એક્સેસ ચાલક મહિલાનું મોત થયું હતું. બોપલ પોલીસ (Bopal Police)એ CCTV ફૂટેજ અને સાક્ષીઓના નિવેદનના આધારે તપાસ આગળ વધારી આરોપીની ઓળખ કરી હતી.

Shilaj Accident : બોપલ પોલીસની તપાસમાં આરોપીની ઓળખ

પોલીસના જણાવ્યા મુજબ, શિલજ કેનાલ રોડ પર એક મોટરસાઇકલ ચાલકે પૂરઝડપે અને ગફલતભરી રીતે વાહન ચલાવી એક્સેસ ચાલક મહિલાને ટક્કર મારી હતી. અકસ્માતમાં ગંભીર ઈજાઓ થતાં 29 વર્ષીય નીશીબેન હાદિકભાઈ દરજીનું મોત થયું હતું.

ઘટના બાદ બોપલ પોલીસ સ્ટેશન (Bopal Police)માં ગુનો નોંધવામાં આવ્યો હતો. તપાસ દરમિયાન પોલીસે ઘટનાસ્થળની CCTV Footage અને સાક્ષીઓના નિવેદનોના આધારે અકસ્માત કરનાર મોટરસાઇકલ ચાલકની ઓળખ કરી હતી.

સારવાર દરમિયાન હોસ્પિટલમાંથી ચાલ્યો ગયો

તપાસમાં મોટરસાઇકલ ચલાવનાર તરીકે સુનિલ ગણેશ પરમારનું નામ સામે આવ્યું હતું. પોલીસના જણાવ્યા અનુસાર આરોપી અકસ્માત (Road Accident)બાદ સારવાર માટે સોલા સિવિલ હોસ્પિટલમાં દાખલ થયો હતો, પરંતુ સારવાર દરમિયાન ડૉક્ટરની પરવાનગી વગર હોસ્પિટલમાંથી જતો રહ્યો હતો.

આરોપી ફરાર થઈ જતા પોલીસે તેની શોધખોળ માટે અલગ-અલગ ટીમો બનાવી હતી. પોલીસની ટીમોએ અમદાવાદ ઉપરાંત આરોપીના વતન તરફ પણ તપાસ હાથ ધરી હતી.

રાજસ્થાનના ડુંગરપુરથી ધરપકડ

પોલીસની તપાસ દરમિયાન આરોપી તેના વતન ડુંગરપુર, રાજસ્થાન (Rajasthan Arrest)માં હોવાની માહિતી મળી હતી. ત્યારબાદ પોલીસ ટીમે તેને ત્યાંથી ઝડપી લીધો હતો. આરોપીને અમદાવાદ લાવી કેસ અંગે પૂછપરછ કરવામાં આવી હતી.

પોલીસે 16 સપ્ટેમ્બર 2026ના રોજ સવારે 8:15 વાગ્યે આરોપી સુનિલ ઉર્ફે સણકો ગણેશ પરમારની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.

અકસ્માત કેસમાં વધુ તપાસ શરૂ

આ કેસમાં પોલીસે ભારતીય ન્યાય સંહિતા-2023ની કલમ 106(1), 125(A), 125(B), 281 તેમજ મોટર વ્હીકલ એક્ટની કલમ 177 અને 184 હેઠળ ગુનો નોંધ્યો છે. અકસ્માત બાદ આરોપી ક્યાં ગયો હતો અને સમગ્ર ઘટનાક્રમ અંગે પોલીસ દ્વારા વધુ તપાસ કરવામાં આવી રહી છે.

પોલીસના જણાવ્યા મુજબ આરોપી સુનિલ ઉર્ફે સણકો પરમારની ઉંમર 19 વર્ષ છે અને તે મૂળ ડુંગરપુર જિલ્લાના દોવડા તાલુકાના પગારા ગામનો રહેવાસી છે.


આ પણ વાંચો: અમદાવાદમાં ભયાનક અકસ્માત: અંજલિ બ્રિજ પર ટ્રકની ટક્કરે યુવકનું મોત

આ પણ વાંચો: કાલોલ નજીક ST બસ અને ડમ્પર વચ્ચે ભયાનક અકસ્માત, ડમ્પરચાલકનું મોત; 15થી વધુ ઈજાગ્રસ્ત

આ પણ વાંચો: હિંમતનગરમાં પોલીસ બોલેરોનો અકસ્માત રાહદારી ગંભીર