New Delhi News: સોનિયા ગાંધી… રાહુલ ગાંધી… લાલુ યાદવ… અને હવે EDની નવી રણનીતિથી શું આ મોટા નામો સાથે જોડાયેલા કેસોની મુશ્કેલી (ED PMLA cases) વધવાની છે? વર્ષોથી કોર્ટમાં ચાલી રહેલા હાઈ-પ્રોફાઇલ કેસો પર હવે EDની નજર વધુ તેજ બની છે…વર્ષો સુધી ચાલતા મની લોન્ડરિંગના કેસ (money laundering cases India) …તારીખ પર તારીખ… અને તપાસથી લઈને કોર્ટ સુધીની લાંબી પ્રક્રિયા…પણ હવે ED કહી રહ્યું છે….આ ગતિ નહીં ચાલે! હાઈ-પ્રોફાઇલ PMLA કેસોને હવે ઝડપથી આગળ ધપાવવાના છે…અને લક્ષ્યાંક છે 6થી 8 મહિનામાં ટ્રાયલ અને પરિણામ તરફ આગળ વધવું!
ED PMLA cases: સોનિયા-રાહુલથી લાલુ સુધીની મુશ્કેલી વધશે?
તો સવાલ એ છે કે…રાહુલ ગાંધી, સોનિયા ગાંધી, લાલુ યાદવ જેવા મોટા રાજકીય નામો સાથે જોડાયેલા કેસોની ગતિ પણ હવે બદલાઈ શકે છે? પણ અહીં સૌથી મહત્વની વાત સમજવી પડશે..EDએ કોઈ ચોક્કસ નેતાને 6થી 8 મહિનામાં સજા કરવાનો આદેશ આપ્યો નથી.લક્ષ્યાંક છે દરેક ઝોનમાંથી ઓછામાં ઓછા 10 હાઈ-પ્રોફાઇલ કેસ પસંદ કરીને તેને ઝડપથી કોર્ટની પ્રક્રિયા અને પરિણામ તરફ લઈ જવાનો.
EDની 36મી ઝોનલ અધિકારીઓની બેઠક બેંગલુરુમાં 14 અને 15 સપ્ટેમ્બરે યોજાઈ હતી..આ બેઠકમાં તપાસને ઝડપથી પૂર્ણ કરવી, કોર્ટમાં ચાલતા કેસોની દેખરેખ વધારવી અને દોષિત ઠરાવવાના કેસોને ઝડપી બનાવવાની દિશા નક્કી કરવામાં આવી.EDના જણાવ્યા પ્રમાણે આ બેઠકમાં ટેક્નોલોજી, ફોરેન્સિક ક્ષમતા, ઝડપી ટ્રાયલ અને સંપત્તિની પરતફેર જેવા મુદ્દાઓ પર પણ ભાર મૂકાયો છે. અને સૌથી મોટો મુદ્દો…દરેક ઝોનને ઓછામાં ઓછા 10 હાઈ-પ્રોફાઇલ કેસ ઓળખીને 6થી 8 મહિનામાં ટ્રાયલ અને પરિણામ તરફ આગળ વધારવાનો લક્ષ્યાંક આપવામાં આવ્યો છે.
EDના આંકડા જોવામાં આવે તો 31 માર્ચ 2026 સુધીમાં PMLA હેઠળ 8,851 ECIR નોંધાઈ હતી.2,396 કેસમાં પ્રોસિક્યુશન ફરિયાદ દાખલ થઈ હતી..466 કેસમાં આરોપો ઘડાયા હતા…પરંતુ ટ્રાયલ પૂર્ણ થયેલા કેસોની સંખ્યા માત્ર 60 હતી.તેમાંથી 56 કેસમાં દોષસિદ્ધિ થઈ હતી.એટલે હવે EDનો ફોકસ માત્ર તપાસ અને ધરપકડ સુધી નહીં, પરંતુ કેસ કોર્ટમાં કેટલો ઝડપથી આગળ વધે છે અને અંતિમ પરિણામ શું આવે છે, તેના પર પણ છે.EDએ તપાસનો સમયગાળો પણ હાલના ચારથી પાંચ વર્ષમાંથી ઘટાડીને આશરે 18 મહિના કરવાનો લક્ષ્યાંક રાખ્યો છે.
હવે વાત આવે છે હાઈ-પ્રોફાઇલ રાજકીય કેસોની.રાહુલ ગાંધી અને સોનિયા ગાંધી સાથે જોડાયેલ નેશનલ હેરાલ્ડ કેસ…લાલુ પ્રસાદ યાદવ અને પરિવાર સાથે જોડાયેલ આઈઆરસીટીસી કેસ…અરવિંદ કેજરીવાલ સાથે જોડાયેલ દિલ્હી દારૂ નીતિ કેસ…
હેમંત સોરેન સાથે જોડાયેલ જમીન કેસ…પી. ચિદમ્બરમ અને કાર્તિ ચિદમ્બરમ સાથે જોડાયેલા કેસ…આ બધા નામો અગાઉથી જ ED અથવા સંબંધિત કાનૂની કાર્યવાહી (ED investigation India) સાથે ચર્ચામાં રહ્યા છે. પરંતુ અહીં ફરી એક વાત સ્પષ્ટ છે..કોઈ કેસમાં આરોપ હોવો એટલે ગુનો સાબિત થઈ ગયો એવું નથી.અંતિમ નિર્ણય કોર્ટની પ્રક્રિયા બાદ જ થાય છે.એટલે EDની નવી ઝડપનો અર્થ સીધી સજા નથી…પરંતુ તપાસ, ચાર્જશીટ, ટ્રાયલ અને કોર્ટની કાર્યવાહી ઝડપથી આગળ ધપાવવાનો પ્રયાસ છે.
અને માત્ર કેસોની ઝડપ નહીં… EDનું આખું માળખું પણ મોટું થવાનું છે.1 જાન્યુઆરી 2027થી EDમાં મંજૂર જગ્યાઓ 2,029થી વધારીને 3,256 કરવાની યોજના છે—અર્થાત લગભગ 60 ટકાનો વધારો.PMLA ઝોનની સંખ્યા વધારીને 50 કરવાની છે…FEMA માટે પાંચ અલગ ઝોન બનાવવાના છે…અને કાર્યાત્મક એકમોની સંખ્યા 131થી વધારીને 241 કરવાની છે.અર્થાત સંદેશ સ્પષ્ટ છે..વધુ અધિકારી, વધુ ઝોન અને વધુ ઝડપથી તપાસ અને કોર્ટની કાર્યવાહી.
પરંતુ આ આખી પ્રક્રિયા સામે સૌથી મોટો સવાલ પણ (ED investigation India) એટલો જ મહત્વનો છે.ઝડપી તપાસ સારી વાત છે…ઝડપી ટ્રાયલ પણ જરૂરી છે…પરંતુ ઝડપ સાથે નિષ્પક્ષતા, પુરાવાની ગુણવત્તા અને કાયદાકીય પ્રક્રિયાનું પાલન પણ એટલું જ જરૂરી છે.ED પોતે હવે કેસોની દેખરેખ માટે વધુ વ્યવસ્થિત પદ્ધતિ અને ટેક્નોલોજીનો ઉપયોગ કરવા જઈ રહી છે. સાથે જ સંવેદનશીલ કેસની માહિતી એઆઈ જેવા સાધનોના ઉપયોગથી બહાર ન જાય તેની સાવચેતી પર પણ ભાર મૂકાયો છે.એટલે હવે જોવાનું એ રહેશે કે EDનો આ નવો લક્ષ્યાંક માત્ર કાગળ પરની સમયમર્યાદા બની રહે છે…કે ખરેખર વર્ષોથી અટવાયેલા મોટા કેસોમાં તપાસથી કોર્ટ સુધીની ગતિમાં મોટો ફેરફાર જોવા મળે છે.કારણ કે હવે EDનો સંદેશ એકદમ સ્પષ્ટ છે..કેસ લાંબો ચાલે તે નહીં…કેસ કાયદા મુજબ ઝડપથી આગળ વધે તે જરૂરી છે.
આ પણ વાંચો: શહઝાદ ભટ્ટી નેટવર્કને UAPA હેઠળ આતંકવાદી સંગઠન જાહેર કરાયું
આ પણ વાંચો: નકલી પાસપોર્ટ કેસમાં હરિકેશ પટેલની ધરપકડ, ED કેસમાં પાસપોર્ટ જમા હોવા છતાં નવો પાસપોર્ટ બનાવ્યાનો આરોપ
આ પણ વાંચો: TRAI-ED અધિકારી બની વૃદ્ધ દંપતી પાસેથી ₹25 લાખ માગ્યા, પોલીસે બચાવ્યા
