Panchmahals Accident Update: પંચમહાલ જિલ્લાના કાલોલ તાલુકામાં આજે સવારે ગંભીર માર્ગ અકસ્માત સર્જાયો હતો. એરાલ નજીક પાણીયા ગામ પાસે બોડેલીથી ગોધરા તરફ જઈ રહેલી એસટી બસ અને સામેથી આવી રહેલા ડમ્પર ટ્રક વચ્ચે જોરદાર ટક્કર થઈ હતી. અકસ્માત એટલો ગંભીર હતો કે ડમ્પરચાલકનું ઘટનાસ્થળે જ મૃત્યુ થયું હતું. જ્યારે એસટી બસમાં સવાર 15થી વધુ મુસાફરો ઈજાગ્રસ્ત થયા હતા.

સવારે 8:30 વાગ્યે થયો અકસ્માત
મળતી માહિતી પ્રમાણે, 12 સપ્ટેમ્બરના રોજ સવારે આશરે 8:30 વાગ્યે પાણીયા ગામ નજીક આ અકસ્માત થયો હતો. એસટી બસ બોડેલીથી ગોધરા તરફ જઈ રહી હતી. દરમિયાન એરાલ નજીક(Panchmahal) સામેથી આવી રહેલા ડમ્પર સાથે બસની ટક્કર થઈ હતી. અકસ્માત બાદ ઘટનાસ્થળે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. અકસ્મતની જાણ થતાં આસપાસના સ્થાનિક લોકો તાત્કાલિક મદદ માટે ઘટનાસ્થળે પહોંચ્યા હતા. સ્થાનિકોએ બસમાં ફસાયેલા અને ઈજાગ્રસ્ત મુસાફરોને બહાર કાઢવામાં મદદ કરી હતી. ત્યારબાદ ઈજાગ્રસ્તોને 108 એમ્બ્યુલન્સની મદદથી સારવાર માટે ગોધરા સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.

ડમ્પરચાલકનું ઘટનાસ્થળે મોત
આ અકસ્માતમાં ડમ્પરચાલકને(Panchmahal) ગંભીર ઈજાઓ પહોંચી હતી અને તેમનું ઘટનાસ્થળે જ મૃત્યુ થયું હતું. બીજી તરફ બસમાં સવાર અનેક મુસાફરોને ઈજાઓ પહોંચતા તેમને તાત્કાલિક હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા. એસટી બસના કંડક્ટર નલીનીબેન પંડ્યાના જણાવ્યા પ્રમાણે, એરાલ પીકઅપ બસ સ્ટેન્ડ પરથી એક-બે મુસાફરોને બસમાં બેસાડ્યા બાદ બસ આગળ વધી રહી હતી. તે દરમિયાન કપચી ભરેલું ડમ્પર પૂરઝડપે સામેથી આવ્યું અને એસટી બસને જોરદાર ટક્કર મારી હતી. કંડક્ટરના જણાવ્યા મુજબ, બસચાલકે સ્ટેરિંગ પર કાબૂ રાખીને બસને રોડની સાઈડમાં લેવાનો પ્રયાસ કર્યો હતો.

પોલીસ અને એસટી અધિકારીઓ ઘટનાસ્થળે
અકસ્મતની(Panchmahal) જાણ થતાં પોલીસ ટીમ તેમજ એસટી વિભાગના અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચ્યા હતા. પોલીસે અકસ્માત અંગેની કાર્યવાહી શરૂ કરી છે અને સમગ્ર બનાવની તપાસ હાથ ધરી છે. અકસ્માત કેવી રીતે સર્જાયો અને તેમાં કોની બેદરકારી હતી તે અંગે તપાસ બાદ વધુ વિગતો સામે આવશે.
આ પણ વાંચો:પંચમહાલમાં ત્રણ મહિનાના બાળકની હત્યાનો આરોપ, ચારિત્ર્યની શંકામાં પિતાએ કૂવામાં ફેંકી દીધો
આ પણ વાંચો:પંચમહાલના ભદ્રાલા ગામે બે મકાનોમાં આગ
આ પણ વાંચો:પંચમહાલમાં ચાંદીપુરા વાયરસના વધુ 3 શંકાસ્પદ કેસ, જિલ્લામાં કુલ 16 કેસ
