Panchmahal News/ પંચમહાલના ભદ્રાલા ગામે બે મકાનોમાં આગ

આગની જાણ થતાં આસપાસના લોકો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યા હતા અને આગ (Fire)પર કાબૂ મેળવવાના પ્રયાસો હાથ ધર્યા હતા

Gujarat Others
પંચમહાલ જિલ્લાના ભદ્રાલા ગામમાં આગ (Fire)ની ઘટનાને પગલે ભારે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો

Panchmahal News : પંચમહાલ જિલ્લાના ભદ્રાલા ગામમાં આગ (Fire)ની ઘટનાને પગલે ભારે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. ગામના પટેલ ફળીયા વિસ્તારમાં આવેલા બે મકાનોમાં અચાનક આગ લાગતા સ્થાનિક લોકોમાં દોડધામ મચી ગઈ હતી. આગ ઝડપથી ફેલાતા મકાનમાં રાખેલી ઘરવખરી અને અન્ય માલસામાન બળીને ખાખ થઈ ગયો હતો.

આગની જાણ થતાં આસપાસના લોકો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યા હતા અને આગ (Fire)પર કાબૂ મેળવવાના પ્રયાસો હાથ ધર્યા હતા. ઘટનાની માહિતી મળતા ફાયર બ્રિગેડની ટીમ પણ સ્થળ પર પહોંચી હતી અને ભારે મહેનત બાદ આગ પર કાબૂ મેળવ્યો હતો.

પ્રાથમિક માહિતી મુજબ આગ લાગવાનું ચોક્કસ કારણ હજુ સુધી જાણી શકાયું નથી. જોકે આગની ઘટનામાં કોઈ જાનહાનિ ન થતાં સ્થાનિકોએ રાહતનો શ્વાસ લીધો હતો. ઘટનાને લઈને ગામમાં ચિંતાનો માહોલ જોવા મળ્યો હતો.

ફાયર વિભાગ દ્વારા આગ લાગવાના કારણોની તપાસ શરૂ કરવામાં આવી છે. આગના કારણે થયેલા નુકસાનનો અંદાજ પણ લગાવવામાં આવી રહ્યો છે.


આ પણ વાંચો : ચોટીલા-રાજકોટ હાઈવે પર ભયાનક અકસ્માત, બસ-ટ્રક ટક્કર બાદ વિકરાળ આગ, 4 મૃત્યુ, 15ઘાયલ

આ પણ વાંચો : કચ્છના ચોપડવામાં પ્લાયવુડ કંપનીમાં આગ, લાખોની મશીનરી અને કાચો માલ બળીને ખાખ

આ પણ વાંચો : જૂનાગઢ ડમ્પિંગ સાઈટ પર કચરાના ઢગલામાં લાગી ભીષણ આગ, JCB અને ડમ્પર બળીને ખાખ