વડોદરામાં એક વિકૃતિ યુવકે સ્વીમીંગ પુલમાં નહાતી મહિલાઓનો વિડીયો ઉતારતા તેને હવે જેલની હવા ખાવાનો વારો આવ્યો છે મહિલાઓની ફરિયાદમાં પછી આ શખ્સ સામે ગુનોં નોંધાયો છે.
વડોદરા શહેરના ગોત્રી સેવાસી રોડ પર કેટલાક બંગલો આવેલ વિલા ક્લબ હાઉસમા એક સ્વીમિંગ પુલ આવેલો છે. જ્યાં વિલામાં રહેતી મહિલાઓ રોજ સ્વીમિંગ માટે જાય છે. પુલની બાજુમાં સોમનાથ સોસાયટીના બંગલો છે. જ્યાં 78 નંબરના બંગલોમાં રહેતો આકાશ પટેલ નામનો વ્યક્તિ મહિલાઓના વીડિયો બનાવી રહ્યો હતો, એક મહિલાની નજર પડી તો આકાશ અર્ધનગ્ન હાલતમાં પોતાના મોબાઇલ વડે સ્વીમિંગ કરી રહેલી મહિલાઓનો વીડિયો બનાવી રહ્યો હતો, જેનો એક ફોટો પણ પાડી લેવામાં આવ્યો છે. બાદમાં મહિલાઓએ આકાશને વીડિયો ડિલીટ કરવા કહ્યું હતુ, મામલો ગોત્રી પોલીસ સ્ટેશન પહોંચ્યો હતો અને પોલીસે ગુનો નોંધીને તેને પકડી પાડવા ચક્રો ગતિમાન કર્યાં છે.
છેલ્લા છ મહિનાથી આકાશ આવી રીતે સ્વીમિંગ કરી રહેલી મહિલાને જોતો હતો, તેમના ફોટો અને વીડિયો ઉતારતો હતો, નવાઇની વાત તો એ છે કે મહિલાઓને જોવા માટે તેની 20 વૃક્ષો કપાવી નાખ્યાં હોવાનું સામે આવ્યું છે.
